Rajkot: આધારકાર્ડ કેન્દ્રના 18 ઓપરેટરને કર્યા સસ્પેન્ડ, લોકોને મુશ્કેલી પારાવાર

રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્રોમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તહેવાર બાદ પણ આધાર કાર્ડ માટે હજુ લોકોને ધક્કા ખાવા પડે છે. તેની પાછળનું મોટુ કારણ આધાર કાર્ડમાં વારંવાર રિજેક્શન હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં આધાર કાર્ડ કેન્દ્રમાં વારંવાર રિજેક્શન હોવાથી લોકો મુખ્ય કચેરીએ જવાનો વારો આવ્યો છે. અહીં આવ્યા બાદ લોકોને જાણ થાય છે કે સ્થિતિ અહીંયા પણ તેવી જ છે.મળતી માહિતી મુજબ, રાજકોટમાં આધારકેન્દ્ર બહાર લોકોની ભીડ જામી છે. આધારકાર્ડને લઇ વારંવાર રિજેક્શનના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મુંબઈ UID રિજનલ ઓફિસ દ્વારા આધારકાર્ડ કેન્દ્રના 18 ઓપરેટરને સસ્પેન્ડ કર્યા છે. 100થી 350 અરજીઓ રિજેક્ટ કરતા સસ્પેન્ડ કર્યા છે. ઓપરેટરની બેદરકારી, ભૂલોના કારણે સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.મુંબઈ UID રિજનલ ઓફિસ દ્વારા આધારકાર્ડ કેન્દ્રના 18 ઓપરેટરને સસ્પેન્ડ કર્યા છે. જોકે લોકોને હજુ પણ આધાર કાર્ડ કેન્દ્રોમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર કાર્ડ કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો લાગે છે અને લોકોને 3-3 કલાક સુધી બેસવું પડે છે તે બાદ વારો આવે છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ 3-3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં તેમનો વારો નથી આવતો. ત્યારે આધારકાર્ડ માટે કમરતોડ વેઈટિંગમાં બેસેલા લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર આધારની સિસ્ટમમાં કોઈ સુધારો કરે છે પછી આમ જ લોકોની હાલાકીમાં વધારો થતો રહેશે?

Rajkot: આધારકાર્ડ કેન્દ્રના 18 ઓપરેટરને કર્યા સસ્પેન્ડ, લોકોને મુશ્કેલી પારાવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્રોમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તહેવાર બાદ પણ આધાર કાર્ડ માટે હજુ લોકોને ધક્કા ખાવા પડે છે. તેની પાછળનું મોટુ કારણ આધાર કાર્ડમાં વારંવાર રિજેક્શન હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં આધાર કાર્ડ કેન્દ્રમાં વારંવાર રિજેક્શન હોવાથી લોકો મુખ્ય કચેરીએ જવાનો વારો આવ્યો છે. અહીં આવ્યા બાદ લોકોને જાણ થાય છે કે સ્થિતિ અહીંયા પણ તેવી જ છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં આધારકેન્દ્ર બહાર લોકોની ભીડ જામી છે. આધારકાર્ડને લઇ વારંવાર રિજેક્શનના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મુંબઈ UID રિજનલ ઓફિસ દ્વારા આધારકાર્ડ કેન્દ્રના 18 ઓપરેટરને સસ્પેન્ડ કર્યા છે. 100થી 350 અરજીઓ રિજેક્ટ કરતા સસ્પેન્ડ કર્યા છે. ઓપરેટરની બેદરકારી, ભૂલોના કારણે સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મુંબઈ UID રિજનલ ઓફિસ દ્વારા આધારકાર્ડ કેન્દ્રના 18 ઓપરેટરને સસ્પેન્ડ કર્યા છે. જોકે લોકોને હજુ પણ આધાર કાર્ડ કેન્દ્રોમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર કાર્ડ કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો લાગે છે અને લોકોને 3-3 કલાક સુધી બેસવું પડે છે તે બાદ વારો આવે છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ 3-3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં તેમનો વારો નથી આવતો. ત્યારે આધારકાર્ડ માટે કમરતોડ વેઈટિંગમાં બેસેલા લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર આધારની સિસ્ટમમાં કોઈ સુધારો કરે છે પછી આમ જ લોકોની હાલાકીમાં વધારો થતો રહેશે?