Rajkotમા માવા ખાનારા થઈ જાવ સચેત, રોડ પર થૂંકશો તો થશે દંડ

રાજકોટ મહાનગર પાલિકા શહેરને સ્વચ્છ બનાવવા અને નવા વર્ષ થી પાનની પિચકારી મારી ગંદકી ફેલાવતા તત્વો સામે કડક ઝુંબેશ શરૂ કરવાની છે.શહેરમાં લાગેલા 1100 થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી શહેરના 48 રાજ માર્ગો 100 થી વધુ સર્કલ અને મુખ્ય સોસાયટીઓને પાનની પિચકારી અને પાન મસાલાના ગંદકી ફેલાવનારા તત્વો સામે દંડ વસૂલવાની કાર્યવાહી વધુ કડક કરનાર છે. મહાપાલિકા કરશે કામગીરી રાજકોટમાં દૈનિક 40 જેટલા મેમો ઇસ્યુ કરી ગંદકી ફેલાવતા તત્વો અને પાન મસાલા દ્વારા પિચકારી મારી ગંદકી ફેલાવતા તત્વોને સીસીટીવી કેમેરાની મદદ વડે પકડી દંડ ફટકાવાની કાર્યવાહી વધુ સઘન કરવામાં આવશે.તેમજ દંડ વસૂલ કરવા હવે આરટીઓની મદદ પણ લેવામાં આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે હાલ દંડ ડબલ કરવાની કોઈ જોગવાઈ નથી પરંતુ મોનેટરીંગ વધારવામાં આવશે અને જે વાહન ચાલકો ગંદકી કરે છે તેઓ મેમોની રકમ નહીં ચૂકવે તો આરટીઓની સાથે મળીને વાહન ચાલકના નંબર ના આધારે અમે દંડ વસૂલવાની કાર્યવાહી કરશું આ ઉપરાંત માત્ર પાન ખાઈને પિચકારી મારનારા જ નહીં પરંતુ જાહેરમાં કચરો ફેકનારા કોઈ પણ નાગરીક કે નયુસન્સ ફેલાવનારા તત્વો સામે મહાપાલિકા કાર્યવાહી કરશે. જાણો કંઈ રીતે ફટકારાશે દંડ 01-રાજકોટમાં દૈનિક 40 થી વધુ મેમો ઇસ્યુ કરવામાં આવે છે 02-પાન ખાઈ ગંદકી કરનાર ઇસમ સામે ₹200 દંડ વસૂલવામાં આવે છે 03-છેલ્લા એક વર્ષમાં દૈનિક 40 થી વધુ લોકો સામે મેમો ઇસ્યુ કરવામાં આવ્યા 04-મેમો ન ભરનારા વાહનના નંબરના આધારે આરટીઓ સાથે મળી મહાપાલિકા કાર્યવાહી કરશે 05-દૈનિક દંડની વસુલાત પણ વધુ કરવા મહાપાલિકાએ તૈયારી શરૂ કરી 06-હાલ દંડની જોગવાઈ વધારવાની કોઈ યોજના મહાપાલીકાની નથી 07-શહેરને સ્વચ્છ રાખવું તેમજ શહેરના સર્કલોને પાન મસાલાની ગંદકીથી મુક્ત કરવા પ્રથમ પ્રયાસ 08-માત્ર પાન મસાલા જ નહીં જાહેરમાં કચરો ફેકનારા સામે પણ સીસીટીવીના ઉપયોગથી દંડ વસૂલવાની કાર્યવાહી 09-1100 થી વધુ સીસીટીવી કેમેરાની મદદ વડે થઈ રહ્યું છે મોનીટરીંગ  

Rajkotમા માવા ખાનારા થઈ જાવ સચેત, રોડ પર થૂંકશો તો થશે દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ મહાનગર પાલિકા શહેરને સ્વચ્છ બનાવવા અને નવા વર્ષ થી પાનની પિચકારી મારી ગંદકી ફેલાવતા તત્વો સામે કડક ઝુંબેશ શરૂ કરવાની છે.શહેરમાં લાગેલા 1100 થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી શહેરના 48 રાજ માર્ગો 100 થી વધુ સર્કલ અને મુખ્ય સોસાયટીઓને પાનની પિચકારી અને પાન મસાલાના ગંદકી ફેલાવનારા તત્વો સામે દંડ વસૂલવાની કાર્યવાહી વધુ કડક કરનાર છે.

મહાપાલિકા કરશે કામગીરી

રાજકોટમાં દૈનિક 40 જેટલા મેમો ઇસ્યુ કરી ગંદકી ફેલાવતા તત્વો અને પાન મસાલા દ્વારા પિચકારી મારી ગંદકી ફેલાવતા તત્વોને સીસીટીવી કેમેરાની મદદ વડે પકડી દંડ ફટકાવાની કાર્યવાહી વધુ સઘન કરવામાં આવશે.તેમજ દંડ વસૂલ કરવા હવે આરટીઓની મદદ પણ લેવામાં આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે હાલ દંડ ડબલ કરવાની કોઈ જોગવાઈ નથી પરંતુ મોનેટરીંગ વધારવામાં આવશે અને જે વાહન ચાલકો ગંદકી કરે છે તેઓ મેમોની રકમ નહીં ચૂકવે તો આરટીઓની સાથે મળીને વાહન ચાલકના નંબર ના આધારે અમે દંડ વસૂલવાની કાર્યવાહી કરશું આ ઉપરાંત માત્ર પાન ખાઈને પિચકારી મારનારા જ નહીં પરંતુ જાહેરમાં કચરો ફેકનારા કોઈ પણ નાગરીક કે નયુસન્સ ફેલાવનારા તત્વો સામે મહાપાલિકા કાર્યવાહી કરશે.

જાણો કંઈ રીતે ફટકારાશે દંડ

01-રાજકોટમાં દૈનિક 40 થી વધુ મેમો ઇસ્યુ કરવામાં આવે છે

02-પાન ખાઈ ગંદકી કરનાર ઇસમ સામે ₹200 દંડ વસૂલવામાં આવે છે

03-છેલ્લા એક વર્ષમાં દૈનિક 40 થી વધુ લોકો સામે મેમો ઇસ્યુ કરવામાં આવ્યા

04-મેમો ન ભરનારા વાહનના નંબરના આધારે આરટીઓ સાથે મળી મહાપાલિકા કાર્યવાહી કરશે

05-દૈનિક દંડની વસુલાત પણ વધુ કરવા મહાપાલિકાએ તૈયારી શરૂ કરી

06-હાલ દંડની જોગવાઈ વધારવાની કોઈ યોજના મહાપાલીકાની નથી

07-શહેરને સ્વચ્છ રાખવું તેમજ શહેરના સર્કલોને પાન મસાલાની ગંદકીથી મુક્ત કરવા પ્રથમ પ્રયાસ

08-માત્ર પાન મસાલા જ નહીં જાહેરમાં કચરો ફેકનારા સામે પણ સીસીટીવીના ઉપયોગથી દંડ વસૂલવાની કાર્યવાહી

09-1100 થી વધુ સીસીટીવી કેમેરાની મદદ વડે થઈ રહ્યું છે મોનીટરીંગ