Morbiના નિખિલ હત્યા કેસની તપાસ CBIને સોંપતી હાઇકોર્ટ
ચકચારી કેસમાં 9 વર્ષે પણ ન્યાય માટે પરિવારની રઝળપાટવર્ષો સુધી સીઆઇડીએ તપાસ કર્યા બાદ પણ ભેદ ઉકેલવામાં નિષ્ફ્ળ રહી સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી ઉઠાવી હતી મોરબીના 9 વર્ષ જૂના નિખિલ હત્યા કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપી છે. વર્ષો સુધી સીઆઇડીએ તપાસ કર્યા બાદ પણ ભેદ ઉકેલવામાં નિષ્ફ્ળ રહી હોય જેથી હાઇકોર્ટે પરિવારની માંગણી અનુસાર કેન્દ્રીય એજન્સી સીબીઆઈને તપાસ ચલાવવાની સૂચના આપી છે. મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને સુપરમાર્કેટમાં દરજીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા પરેશભાઈ ગોરધનભાઇ ધમેચાના 13 વર્ષના માસૂમ પુત્ર નિખિલનું 15/12/ 2015 ના રોજ તપોવન વિદ્યાલયમાંથી છૂટતી વખતે એક અજાણ્યા ઈસમ દ્વારા બ્લેક એક્ટિવામાં અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે અપહરણ કરી બાદ નરાધમો એ નિખિલ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું પણ પીએમ રિપોર્ટમાં અને એફ્એસએલમાં બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં તપાસમાં ઢીલ રાખવામાં આવી હોય, તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી ઉઠાવી હતી. હાઇકોર્ટને પણ સીઆઇડી આ ગંભીર બનાવમાં ઉણી ઉતરી હોય તેવું લાગતા પરિવારની માંગ મુજબ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ચકચારી કેસમાં 9 વર્ષે પણ ન્યાય માટે પરિવારની રઝળપાટ
- વર્ષો સુધી સીઆઇડીએ તપાસ કર્યા બાદ પણ ભેદ ઉકેલવામાં નિષ્ફ્ળ રહી
- સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી ઉઠાવી હતી
મોરબીના 9 વર્ષ જૂના નિખિલ હત્યા કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપી છે. વર્ષો સુધી સીઆઇડીએ તપાસ કર્યા બાદ પણ ભેદ ઉકેલવામાં નિષ્ફ્ળ રહી હોય જેથી હાઇકોર્ટે પરિવારની માંગણી અનુસાર કેન્દ્રીય એજન્સી સીબીઆઈને તપાસ ચલાવવાની સૂચના આપી છે.
મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને સુપરમાર્કેટમાં દરજીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા પરેશભાઈ ગોરધનભાઇ ધમેચાના 13 વર્ષના માસૂમ પુત્ર નિખિલનું 15/12/ 2015 ના રોજ તપોવન વિદ્યાલયમાંથી છૂટતી વખતે એક અજાણ્યા ઈસમ દ્વારા બ્લેક એક્ટિવામાં અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે અપહરણ કરી બાદ નરાધમો એ નિખિલ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું પણ પીએમ રિપોર્ટમાં અને એફ્એસએલમાં બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં તપાસમાં ઢીલ રાખવામાં આવી હોય, તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી ઉઠાવી હતી. હાઇકોર્ટને પણ સીઆઇડી આ ગંભીર બનાવમાં ઉણી ઉતરી હોય તેવું લાગતા પરિવારની માંગ મુજબ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.