Rajkotમાં BRTS અને સીટી બસ પાણીમાં ફસાઈ, મુસાફરોને માંડ-માંડ બહાર કાઢયા

રાજકોટમાં વરસાદી પાણી ચારે તરફ ફરી વળ્યા BRTS અને સીટી બસ પાણીમાં ફસાઈ કાલાવડ રોડ અંડરપાસમાં બસ ફસાઈ રાજકોટમાં બપોરના સમયથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે,જેને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે,રાજકોટના કાલાવડ રોડ પર બીઆરટીએસ અને સીટી બસ જઈ રહી હતી તે દરમિયાન અચાનક ભરાયેલા પાણીમાં તે બંધ પડી હતી જેના કારણે બસમાં પાણી ઘુસ્યા હતા,તો મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા અને તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઈવર અને કંડકટર ફસાયા હતા બીઆરટીએસ અને સીટી બસની અંદર ડ્રાઈવર અને કંડકટર ફસાયા હતા અને તેમને સહી સલામત રીતે રેસ્કયુ કરીને ફાયર વિભાગની ટીમે બહાર કાઢયા હતા.રાજકોટમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળ્યું છે.બપોર પડતા જ રાજકોટમાં જોરદાર વરસાદ જામ્યો છે. વરસાદથી રાજકોટના ઘણા ભાગો જળબંબાકાર થયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયાં છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં સવારથી બપોરના એક વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજકોટમાં લોકમેળાની બગડી મજા રામાપીર ચોકડી પર પણ વરસાદી પાણી ભરાયા છે. જ્યારે 150 ફૂટ રીંગ રોડ પર ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.રાજકોટના લોકમેળામાં પણ વરસાદી વિઘ્ન જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ બાદ મેળાના સ્થળ પર વરસાદી પાણી ભરાવાવનું શરૂ થયું છે. જોરદાર વરસાદ થતા સ્ટોલ ધારકોએ એક દિવસ મેળો લંબાવવાની માગ કરી છે. લોકમેળાના પ્રારંભે વરસાદ થતા મેળાની મજા બગાડી છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયાં રાજકોટમાં બપોરે 2 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 4 ઈંચ, વેસ્ટ ઝોનમાં અને ઇસ્ટ ઝોનમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં કાલાવડ રોડ અંડરબ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. જ્યારે પોપટપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને લોકો ઘરમાંથી પાણી કાઢી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. તો વગડ ચોકડીએ પણ દર વખતની જેમ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના પ્રવાહમાં વાહનચાલકો મહામહેનતે વાહન બહાર કાઢતા હોવાનું જોવા મળ્યું હતું.  

Rajkotમાં BRTS અને સીટી બસ પાણીમાં ફસાઈ, મુસાફરોને માંડ-માંડ બહાર કાઢયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં વરસાદી પાણી ચારે તરફ ફરી વળ્યા
  • BRTS અને સીટી બસ પાણીમાં ફસાઈ
  • કાલાવડ રોડ અંડરપાસમાં બસ ફસાઈ

રાજકોટમાં બપોરના સમયથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે,જેને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે,રાજકોટના કાલાવડ રોડ પર બીઆરટીએસ અને સીટી બસ જઈ રહી હતી તે દરમિયાન અચાનક ભરાયેલા પાણીમાં તે બંધ પડી હતી જેના કારણે બસમાં પાણી ઘુસ્યા હતા,તો મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા અને તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ડ્રાઈવર અને કંડકટર ફસાયા હતા

બીઆરટીએસ અને સીટી બસની અંદર ડ્રાઈવર અને કંડકટર ફસાયા હતા અને તેમને સહી સલામત રીતે રેસ્કયુ કરીને ફાયર વિભાગની ટીમે બહાર કાઢયા હતા.રાજકોટમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળ્યું છે.બપોર પડતા જ રાજકોટમાં જોરદાર વરસાદ જામ્યો છે. વરસાદથી રાજકોટના ઘણા ભાગો જળબંબાકાર થયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયાં છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં સવારથી બપોરના એક વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.


રાજકોટમાં લોકમેળાની બગડી મજા

રામાપીર ચોકડી પર પણ વરસાદી પાણી ભરાયા છે. જ્યારે 150 ફૂટ રીંગ રોડ પર ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.રાજકોટના લોકમેળામાં પણ વરસાદી વિઘ્ન જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ બાદ મેળાના સ્થળ પર વરસાદી પાણી ભરાવાવનું શરૂ થયું છે. જોરદાર વરસાદ થતા સ્ટોલ ધારકોએ એક દિવસ મેળો લંબાવવાની માગ કરી છે. લોકમેળાના પ્રારંભે વરસાદ થતા મેળાની મજા બગાડી છે.

નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયાં

રાજકોટમાં બપોરે 2 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 4 ઈંચ, વેસ્ટ ઝોનમાં અને ઇસ્ટ ઝોનમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં કાલાવડ રોડ અંડરબ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. જ્યારે પોપટપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને લોકો ઘરમાંથી પાણી કાઢી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. તો વગડ ચોકડીએ પણ દર વખતની જેમ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના પ્રવાહમાં વાહનચાલકો મહામહેનતે વાહન બહાર કાઢતા હોવાનું જોવા મળ્યું હતું.