Rajkotમાં નિવૃત બેંક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી લૂંટવાના કેસમાં 7 આરોપીઓ ઝડપાયા

રાજકોટમાં ગઈરાલે ડિજિટલ એરેસ્ટ કેસમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે,જેમાં નિવૃત્ત બેંક મેનેજરને ડિજિટલ એરેસ્ટ કરાયા હતા,અને રૂપિયા 56 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી,તમામ આરોપીઓએ બેંક ખાતા ભાડે આપ્યાનું ખૂલ્યું હોવાની વાત સામે આવી છે.નિવૃત બેંક મેનેજર મહેન્દ્ર મહેતા સાથે ઠગાઈ ઠઈ હોવાની વાત સામે આવી હતીસાયબર ક્રાઇમ દ્વારા 7 શખ્સોની કરી ધરપકડ સાયબર ક્રાઈમે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે.જૂનાગઢ, બનાસકાંઠા અને અમદાવાદના શખ્સોના બેંક ખાતાનો ઉપયોગ થયો હતો જેમા દરેક ખાતામાં રૂ. 5 લાખ થી રૂ. 10 લાખ સુધીની રકમ જમા થઈ હતી તો તમામ આરોપીઓએ બેંક ખાતા ભાડે આપ્યા હોવાનું ખુલ્યું છે દરેક બેંક ખાતા દીઠ સાયબર ગઠિયાઓ રૂ. 2000 થી 15000 સુધીનું ભાડું ચૂકવતા હતા તો પોલીસ તપાસમાં ધરપકડનો આંક હજુ વધે તેવી શકયતાઓ દેખાઈ રહી છે.રાજકોટમાં સાયબર ગઠીયાઓનો ત્રાસ રાજકોટમાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો બન્યો છે જેમાં નિવૃત્ત બેંક મેનેજરને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા અને ઠગબાજે રૂપિયા 56 લાખ પડાવ્યા હતી,મની લોન્ડરિંગનો ઉપયોગ કરીને ઠગાઈ આચરવામાં આવી હોવાની વાત સામે આવી છે.તમારું એરેસ્ટ વોરંટ કઢાયું છે તેમ કરીને રૂપિયા પડાવ્યા હતા,આ ઘટનામાં દર 2 કલાકે વોટ્સઅપ પર વૃદ્ધના ફોટા મંગાવતા હતા.ઠગબાજોએ કટકે કટકે રૂપિયા 56 લાખ પડાવ્યા જેને લઈ રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે. ડિજિટલ ધરપકડ શું છે? ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે. સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો. 1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. 2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો. 3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો. 4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં. 5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.  

Rajkotમાં નિવૃત બેંક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી લૂંટવાના કેસમાં 7 આરોપીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં ગઈરાલે ડિજિટલ એરેસ્ટ કેસમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે,જેમાં નિવૃત્ત બેંક મેનેજરને ડિજિટલ એરેસ્ટ કરાયા હતા,અને રૂપિયા 56 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી,તમામ આરોપીઓએ બેંક ખાતા ભાડે આપ્યાનું ખૂલ્યું હોવાની વાત સામે આવી છે.નિવૃત બેંક મેનેજર મહેન્દ્ર મહેતા સાથે ઠગાઈ ઠઈ હોવાની વાત સામે આવી હતી

સાયબર ક્રાઇમ દ્વારા 7 શખ્સોની કરી ધરપકડ

સાયબર ક્રાઈમે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે.જૂનાગઢ, બનાસકાંઠા અને અમદાવાદના શખ્સોના બેંક ખાતાનો ઉપયોગ થયો હતો જેમા દરેક ખાતામાં રૂ. 5 લાખ થી રૂ. 10 લાખ સુધીની રકમ જમા થઈ હતી તો તમામ આરોપીઓએ બેંક ખાતા ભાડે આપ્યા હોવાનું ખુલ્યું છે દરેક બેંક ખાતા દીઠ સાયબર ગઠિયાઓ રૂ. 2000 થી 15000 સુધીનું ભાડું ચૂકવતા હતા તો પોલીસ તપાસમાં ધરપકડનો આંક હજુ વધે તેવી શકયતાઓ દેખાઈ રહી છે.

રાજકોટમાં સાયબર ગઠીયાઓનો ત્રાસ

રાજકોટમાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો બન્યો છે જેમાં નિવૃત્ત બેંક મેનેજરને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા અને ઠગબાજે રૂપિયા 56 લાખ પડાવ્યા હતી,મની લોન્ડરિંગનો ઉપયોગ કરીને ઠગાઈ આચરવામાં આવી હોવાની વાત સામે આવી છે.તમારું એરેસ્ટ વોરંટ કઢાયું છે તેમ કરીને રૂપિયા પડાવ્યા હતા,આ ઘટનામાં દર 2 કલાકે વોટ્સઅપ પર વૃદ્ધના ફોટા મંગાવતા હતા.ઠગબાજોએ કટકે કટકે રૂપિયા 56 લાખ પડાવ્યા જેને લઈ રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય

એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે.

ડિજિટલ ધરપકડ શું છે?

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.

સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.

1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.

2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.

3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.

4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.

5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.