Rajkotના રાજવી પેલેસ ખાતે હાથમાં ખુલ્લી તલવાર સાથે મહિલાઓ રમી રાસ

હાલ નવરાત્રિ શરૂ છે. એવામાં નવરાત્રિ દરમિયાન આપણે સામાન્ય રીતે પ્રાચીન અને અર્વાચીન એમ બન્ને રીતે ગરબા રમતા હોઈએ છીએ પરંતુ રાજકોટમાં નવરાત્રિ દરમિયાન તલવાર સાથેના રાસ દર વર્ષે જોવા મળે છે. રાજકોટના રાજવી પેલેસ ખાતે દર વર્ષે મહિલાઓ દ્વારા તલવાર રાસ રમવામાં આવે છે. આ તલવાર રાસ દરમિયાન મહિલાઓ હાથમાં ખુલ્લી તલવાર સાથે ગરબા રમતી જોવા મળે છે. જ્યારે આ તલવાર રાસ રમતા પહેલા તેની પ્રેક્ટિસ કરવી પડે છે અને ત્યારબાદ જ તેને રમવાની છૂટ આપવામાં આવે છે. ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા અપાય છે તાલીમ જ્યારે રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા ભગિની સેવા ફાઉન્ડેશન સંસ્થા ચલાવવામાં આવે છે. અને આ જ સંસ્થા દ્વારા દર વર્ષે રાજવી પેલેસ ખાતેના ગ્રાઉન્ડમાં તલવાર રાસ રમાડવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી ભાગની સેવા ફાઉન્ડેશન યુવતીઓ અને મહિલાઓને નવરાત્રિ પહેલા તલવાર રાસની તાલીમ આપે છે. ત્યારબાદ નવરાત્રિ દરમિયાન આ તલવાર રાસ યોજવામાં આવે છે. જેમાં 10 વર્ષની નાની દીકરીઓથી લઈને 60 વર્ષ સુધીની મહિલાઓ ભાગ લે છે અને પરંપરાગત તલવાર રાસ રમે છે. માંધાતાસિંહ જાડેજાના પત્ની યોજે છે રાસ તલવાર રાસ રમતા સમયે પણ મહિલાઓ પોતાને અથવા તેમની આજુ બાજુમાં રમતી દીકરીઓને તલવાર ન વાગે તેવી રીતે એકબીજાથી થોડા થોડા અંતરે આ રાસ રમે છે. અને નવરાત્રિમાં માતાજીની આરાધના કરે છે. જ્યારે તલવાર રસમાં મોટાભાગે ક્ષત્રિય સમાજની મહિલાઓ જ ભાગ લે છે.મહિલાઓ ખુલ્લી તલવાર સાથે રમે છે રાસ,ભગીની સેવા ફાઉન્ડેશનના પ્રમુખ રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના પત્ની કાદમ્બરી દેવી છે. જ્યારે નવરાત્રી આવવાના ગણતરીના દિવસો બાકી હોય ત્યારથી દરરોજ ત્રણ કલાક રાજવી પેલેસ ખાતે જ કાદમ્બરી દેવીની આગેવાનીમાં જ યુવતીઓ અને મહિલાઓને તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવે છે. તલવાર રાસનું અનોખું મહત્વ નવરાત્રી દરમિયાન મહિલાઓ કોઈ પણ જાતના ડર વગર જ ખૂબ જ સહેલાઈથી આ તલવાર રાસ રમે છે. જ્યારે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 300થી વધુ દીકરીઓ અને મહિલાઓને તલવાર બાજીની તાલીમ આપી ચૂકી છે. તલવાર બાજી એક મુશ્કેલ કસરત છે જે મોટાભાગે પુરુષો કરતા હોય છે પરંતુ રાજકોટ યુવતીઓ અને મહિલાઓને તલવાર રાસની તાલીમ આપવામાં આવે છે. જેના કારણે તે ભવિષ્યમાં પોતાની આત્મ રક્ષા પણ કરી શકે છે. રાણી સાહેબા કાદંબરી દેવી રાણી સાહેબા કાદમ્બરી દેવીએ જણાવ્યું હતું કે, પરંપરાગત પ્રાચીન રાસનું રાજપેલેસમાં છેલ્લા ૧૬ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. તલવાર રાસમાં દર વર્ષે નવું ગ્રુપ ભાગ લેતી હોય છે જેથી કરીને દોઢ મહિના જેટલી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. ક્ષત્રિય બહેનો - દીકરીઓ દર વર્ષે કઈક નવું કરવા માગતા હોય છે જેથી તેમને તમામ સુરક્ષા સાથે છૂટ પણ આપવામાં આવે છે. જેના કારણે તેમની પ્રતિભાઓ બહાર આવે છે. પરંપરાને જાળવી રાખવી જોઈએ સનાતન ધરમાં શસ્ત્રની મહત્વની ભૂમિકા છે. પહેલા શસ્ત્રની કલા યુદ્ધમાં કામ આવતી પરંતુ હવે આ કલા લુપ્ત ન થાય તેના માટે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. મેયર પણ રહ્યાં હાજર ચાર વર્ષથી રાઇડિંગ ક્લબમાં માઉન્ટિંગ પોલીસ સાથે હોર્ષ રાઇડિંગની પ્રેક્ટિસ કરી છે. તલવાર રાસમાં પહેલેથી ભાગ લેતી હતી પરંતુ આ વર્ષે ઘોડે સવારી સાથે તલવાર રાસનો વિચાર આવ્યો હતો. જેથી એક સપ્તાહ સુધી ઘોડા સાથે તાલ મેળવવાની તાલીમ કરી અને ઘોડા પર તલવાર રાસ કર્યો હતો. તેના માટે બસ ઘોડાનું વર્તન એકવાર સમજાઈ જાય તો બહુ અઘરું પડતું નથી. પરંતુ આ રાસ રમવા સાથે કાળજી પણ એટલી જ રાખવી પડે છે.છેલ્લા દોઢ મહિનાથી રાસની પ્રેક્ટિસ કરીએ છીએ, જેમાં તલવાર રાસ માત્ર એક શોર્ય દર્શન નથી પરંતુ તેની સાથે તાલી રસ, દાંડિયા રાસ જેવા પ્રાચીન રાસ પણ રજૂ કરી ૧૫૦ જેટલી બહેનો માતાજીની આરાધના કરે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બુલેટ, કાર અને સ્કૂટર પર બહેનોએ તલવાર સાથે કૃતિઓ રજૂ કરી હતી. તે ઉપરાંત આ વર્ષે ફક્ત વાહન નહિ પરંતુ ઘોડી પર પણ કૃતિ રજૂ કરવામાં આવી હતી.

Rajkotના રાજવી પેલેસ ખાતે હાથમાં ખુલ્લી તલવાર સાથે મહિલાઓ રમી રાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલ નવરાત્રિ શરૂ છે. એવામાં નવરાત્રિ દરમિયાન આપણે સામાન્ય રીતે પ્રાચીન અને અર્વાચીન એમ બન્ને રીતે ગરબા રમતા હોઈએ છીએ પરંતુ રાજકોટમાં નવરાત્રિ દરમિયાન તલવાર સાથેના રાસ દર વર્ષે જોવા મળે છે. રાજકોટના રાજવી પેલેસ ખાતે દર વર્ષે મહિલાઓ દ્વારા તલવાર રાસ રમવામાં આવે છે. આ તલવાર રાસ દરમિયાન મહિલાઓ હાથમાં ખુલ્લી તલવાર સાથે ગરબા રમતી જોવા મળે છે. જ્યારે આ તલવાર રાસ રમતા પહેલા તેની પ્રેક્ટિસ કરવી પડે છે અને ત્યારબાદ જ તેને રમવાની છૂટ આપવામાં આવે છે.

ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા અપાય છે તાલીમ

જ્યારે રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા ભગિની સેવા ફાઉન્ડેશન સંસ્થા ચલાવવામાં આવે છે. અને આ જ સંસ્થા દ્વારા દર વર્ષે રાજવી પેલેસ ખાતેના ગ્રાઉન્ડમાં તલવાર રાસ રમાડવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી ભાગની સેવા ફાઉન્ડેશન યુવતીઓ અને મહિલાઓને નવરાત્રિ પહેલા તલવાર રાસની તાલીમ આપે છે. ત્યારબાદ નવરાત્રિ દરમિયાન આ તલવાર રાસ યોજવામાં આવે છે. જેમાં 10 વર્ષની નાની દીકરીઓથી લઈને 60 વર્ષ સુધીની મહિલાઓ ભાગ લે છે અને પરંપરાગત તલવાર રાસ રમે છે.


માંધાતાસિંહ જાડેજાના પત્ની યોજે છે રાસ

તલવાર રાસ રમતા સમયે પણ મહિલાઓ પોતાને અથવા તેમની આજુ બાજુમાં રમતી દીકરીઓને તલવાર ન વાગે તેવી રીતે એકબીજાથી થોડા થોડા અંતરે આ રાસ રમે છે. અને નવરાત્રિમાં માતાજીની આરાધના કરે છે. જ્યારે તલવાર રસમાં મોટાભાગે ક્ષત્રિય સમાજની મહિલાઓ જ ભાગ લે છે.મહિલાઓ ખુલ્લી તલવાર સાથે રમે છે રાસ,ભગીની સેવા ફાઉન્ડેશનના પ્રમુખ રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના પત્ની કાદમ્બરી દેવી છે. જ્યારે નવરાત્રી આવવાના ગણતરીના દિવસો બાકી હોય ત્યારથી દરરોજ ત્રણ કલાક રાજવી પેલેસ ખાતે જ કાદમ્બરી દેવીની આગેવાનીમાં જ યુવતીઓ અને મહિલાઓને તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવે છે.

તલવાર રાસનું અનોખું મહત્વ

નવરાત્રી દરમિયાન મહિલાઓ કોઈ પણ જાતના ડર વગર જ ખૂબ જ સહેલાઈથી આ તલવાર રાસ રમે છે. જ્યારે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 300થી વધુ દીકરીઓ અને મહિલાઓને તલવાર બાજીની તાલીમ આપી ચૂકી છે. તલવાર બાજી એક મુશ્કેલ કસરત છે જે મોટાભાગે પુરુષો કરતા હોય છે પરંતુ રાજકોટ યુવતીઓ અને મહિલાઓને તલવાર રાસની તાલીમ આપવામાં આવે છે. જેના કારણે તે ભવિષ્યમાં પોતાની આત્મ રક્ષા પણ કરી શકે છે.

રાણી સાહેબા કાદંબરી દેવી

રાણી સાહેબા કાદમ્બરી દેવીએ જણાવ્યું હતું કે, પરંપરાગત પ્રાચીન રાસનું રાજપેલેસમાં છેલ્લા ૧૬ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. તલવાર રાસમાં દર વર્ષે નવું ગ્રુપ ભાગ લેતી હોય છે જેથી કરીને દોઢ મહિના જેટલી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. ક્ષત્રિય બહેનો - દીકરીઓ દર વર્ષે કઈક નવું કરવા માગતા હોય છે જેથી તેમને તમામ સુરક્ષા સાથે છૂટ પણ આપવામાં આવે છે. જેના કારણે તેમની પ્રતિભાઓ બહાર આવે છે. પરંપરાને જાળવી રાખવી જોઈએ સનાતન ધરમાં શસ્ત્રની મહત્વની ભૂમિકા છે. પહેલા શસ્ત્રની કલા યુદ્ધમાં કામ આવતી પરંતુ હવે આ કલા લુપ્ત ન થાય તેના માટે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે.

મેયર પણ રહ્યાં હાજર

ચાર વર્ષથી રાઇડિંગ ક્લબમાં માઉન્ટિંગ પોલીસ સાથે હોર્ષ રાઇડિંગની પ્રેક્ટિસ કરી છે. તલવાર રાસમાં પહેલેથી ભાગ લેતી હતી પરંતુ આ વર્ષે ઘોડે સવારી સાથે તલવાર રાસનો વિચાર આવ્યો હતો. જેથી એક સપ્તાહ સુધી ઘોડા સાથે તાલ મેળવવાની તાલીમ કરી અને ઘોડા પર તલવાર રાસ કર્યો હતો. તેના માટે બસ ઘોડાનું વર્તન એકવાર સમજાઈ જાય તો બહુ અઘરું પડતું નથી. પરંતુ આ રાસ રમવા સાથે કાળજી પણ એટલી જ રાખવી પડે છે.છેલ્લા દોઢ મહિનાથી રાસની પ્રેક્ટિસ કરીએ છીએ, જેમાં તલવાર રાસ માત્ર એક શોર્ય દર્શન નથી પરંતુ તેની સાથે તાલી રસ, દાંડિયા રાસ જેવા પ્રાચીન રાસ પણ રજૂ કરી ૧૫૦ જેટલી બહેનો માતાજીની આરાધના કરે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બુલેટ, કાર અને સ્કૂટર પર બહેનોએ તલવાર સાથે કૃતિઓ રજૂ કરી હતી. તે ઉપરાંત આ વર્ષે ફક્ત વાહન નહિ પરંતુ ઘોડી પર પણ કૃતિ રજૂ કરવામાં આવી હતી.