Rajkoમાં મકાનના ભાડાની તકરારમાં નિર્દોષની હત્યા, ભગી વાઘેલા મુખ્ય આરોપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ફરી એક વાર ખુની ખેલ ખેલાયો છે જેમાં મકાનના ભાડા મામલે મિત્રને માથાકૂટ ચાલતી હતી અને આરોપીએ મારામારી કરી હતી જેમાં મૃતકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે, વાવડી રોડ ઉપર આ ઘટના બની હતી તો પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે.
આરોપીએ મારામારી અને હુમલો કરતા ઈજા પહોંચી હતી
રાજકોટમાં હત્યાનો ખેલ ખેલાઈ ગયો છે જેમાં મકાનના ભાડાને લઈ નિર્દોષની હત્યા કરી દેવામાં આવી છે, જેમાં આરોપી ભગી વાઘેલાએ ઉશ્કેરાઈને વિપુલ મકવાણા પર હુમલો કર્યો હતો જેને લઈ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે, વાવડી રોડ ઉપર 40 વર્ષીય પુરુષની હત્યાથી ચકચાર મચી છે.
આરોપી ભગી વાઘેલા હત્યા કરીને ફરાર
રાજકોટમાં મકાનના ભાડા મામલે મિત્રને માથાકૂટ ચાલતી હતી તે દરમિયાન નિર્દોષ વિપુલ ભાઈ મિત્ર શકીલભાઈ સાથે ગયેલા હતા અને તે દરમિયાન સામાન્ય બોલાચાલી બાદ મારામારી થતા આરોપી ભગી વાઘેલાએ હુમલો કરતા ઘાયલ વિપુલ મકવાણાનું મોત થતા મામલો હત્યામાં પરિણામ્યો છે. સમગ્ર મામલે આરોપીની અટકાયત માટે પોલીસે કવાયત આદરી છે અને આરોપી ભગી વાઘેલા હત્યા કરીને ફરાર થઈ ગયો છે.
મૃતકનો મૃતદેહ પીએમ માટે ખસેડાયો
સમગ્ર ઘટનામાં મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે, ત્યારે પોલીસે મિત્રોના અને પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા છે અને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે અને આરોપીને શોધવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે.
What's Your Reaction?






