Railway News : ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ અપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનું વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ અપાયું છે, પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને પ્રાયોગિક ધોરણે વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
રેલવે સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા
27 જુલાઈ,2025ના રોજથી ગાંધીનગર કેપિટલથી ઉપડનારી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 17:51 કલાકે વલસાડ સ્ટેશન પહોંચશે અને 17:53 કલાકે પ્રસ્થાન કરશે. આને લીધે, ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલથી 14:05 કલાકને બદલે 14:00 કલાકે પ્રસ્થાન કરશે. આ કારણે, અમદાવાદ, આણંદ, વડોદરા અને સૂરત સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
વંદે ભારત એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું
એ જ રીતે, 28 જુલાઈ, 2025ના થી રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 08:19 કલાકે વલસાડ સ્ટેશન પર પહોંચશે અને 08:21 કલાકે પ્રસ્થાન કરશે. આને લીધે સૂરત, વડોદરા, આણંદ અને અમદાવાદ સ્ટેશનો પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
What's Your Reaction?






