Railway: પશ્ચિમ રેલવેની સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ ચાર કર્મચારીઓ કરાયું સન્માન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ મંડળના 4 રેલવે કર્મચારીઓનું સુરક્ષિત ટ્રેન સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યું હતું. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં યોગદાન બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 4 રેલવે કર્મચારીઓનું કરાયું સન્માન સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર ઉમેશ પ્રસાદે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજેશ રોશન ફિટર-અમદાવાદ, સીતારામ મીણા ફિટર-ગાંધીધામ, ભૂપસિંહ મીણા સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ-ઉમરદશી અને સુરેશ ચંદ મીણા લોકો પાયલટ-ગાંધીધામને અણધારી ઘટનાઓ જેવી કે કોચના વ્હીલની સ્પ્રીંગ તૂટેલી જોવા પર તરત જ યોગ્ય પગલાં લેવા, આગળની ટ્રોલીની જમણી બાજુની સેકન્ડરી કોઇલની સ્પ્રિંગ તૂટેલી જોવા મળવી, બ્રેક વાનમાંથી અસામાન્ય અવાજ સાંભળીને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા વગેરેએ અમને શક્ય નુકસાનથી બચાવ્યા છે. રેલવે કર્મચારીઓ પર ગર્વ મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ આ એલર્ટ સેફ્ટી ગાર્ડ્સને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે, મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેન વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે. લોકો પાયલોટની તકેદારી રેલવે કર્મચારીઓ સતત સતર્ક રહે છે. થોડા દિવસ પૂર્વે જ ભાવનગર રેલવે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 66 સિંહોના જીવ બચાવાયા છે. અધિકારીઓએ કામગીરીની કરી પ્રશંસા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ સિંહ ટ્રેક પરથી ખસી ગયા બાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી. માહિતી મળતા અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

Railway: પશ્ચિમ રેલવેની સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ ચાર કર્મચારીઓ કરાયું સન્માન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ મંડળના 4 રેલવે કર્મચારીઓનું સુરક્ષિત ટ્રેન સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યું હતું. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં યોગદાન બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

4 રેલવે કર્મચારીઓનું કરાયું સન્માન

સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર ઉમેશ પ્રસાદે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજેશ રોશન ફિટર-અમદાવાદ, સીતારામ મીણા ફિટર-ગાંધીધામ, ભૂપસિંહ મીણા સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ-ઉમરદશી અને સુરેશ ચંદ મીણા લોકો પાયલટ-ગાંધીધામને અણધારી ઘટનાઓ જેવી કે કોચના વ્હીલની સ્પ્રીંગ તૂટેલી જોવા પર તરત જ યોગ્ય પગલાં લેવા, આગળની ટ્રોલીની જમણી બાજુની સેકન્ડરી કોઇલની સ્પ્રિંગ તૂટેલી જોવા મળવી, બ્રેક વાનમાંથી અસામાન્ય અવાજ સાંભળીને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા વગેરેએ અમને શક્ય નુકસાનથી બચાવ્યા છે.

રેલવે કર્મચારીઓ પર ગર્વ

મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ આ એલર્ટ સેફ્ટી ગાર્ડ્સને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે, મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેન વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.

લોકો પાયલોટની તકેદારી

રેલવે કર્મચારીઓ સતત સતર્ક રહે છે. થોડા દિવસ પૂર્વે જ ભાવનગર રેલવે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 66 સિંહોના જીવ બચાવાયા છે.

અધિકારીઓએ કામગીરીની કરી પ્રશંસા

ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ સિંહ ટ્રેક પરથી ખસી ગયા બાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી. માહિતી મળતા અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.