Suratના માંગરોળમાં થયેલ ગેંગરેપ કેસમાં આજે કોર્ટમાં થશે સુનાવણી, 3000 પાનાની ચાર્જશીટ

સુરતના માંગરોળમાં થયેલ ગેંગરેપ કેસમાં આજથી કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવશે,ગેંગરેપ કેસમાં 3 આરોપી સામે કોર્ટે ચાર્જફ્રેમ કરી છે સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે પણ નોટીફિકેશન મોકલીને જાણ કરી છે.કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં પ્રાયોરિટી પર ચલવવા સૂચન અપાયું છે તો પોલીસે 15 દિવસમાં 3 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી છે,આ કેસની વાત કરવામાં આવે તો 3 આરોપીઓ પૈકી એકનું મોત થયું છે અને આ કેસમાં વકીલ તરીકે નયન સુખડવાલાની નિમણૂંક કરાઈ છે. માંગરોળના મોટા બોરસરા ગામે બની હતી ઘટના માંગરોળના મોટા બોરસરા ગામે આ ઘટના બની હતી જેમાં સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસે આ ઓપરેશન પાર પાડયું છે.શિવશંકર નામનો આરોપી છે જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.શિવશંકર સામે હત્યા સહિતના 3 ગુનાઓ નોંધાયા છે.બે આરોપીઓએ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો પણ તે પહેલા ઝડપાઈ ગયા છે.માંડવીના તડકેશ્વરમાંથી આરોપીઓ ઝડપાયા છે.ઘટના સ્થળથી પોલીસ ને GJ5 DM 9365 નંબર ની બાઈક બિનવારસી હાલત માં મળી હતી જે બાઈક 2005 માં સુરત શહેરના વ્યક્તિએ ખરીદી હતી. એક આરોપીનું થયું છે મોત આ સમગ્ર કેસમાં પોલીસે પહેલા બે આરોપી અને ત્યારબાદ એક આરોપીની ધરપકડ કરી હતી મહત્વનું છે કે એક આરોપી કે જેની ધરપકડ કર્યા બાદ મોત થયું હોવાની વાત સામે આવી હતી,આ સમગ્ર કેસમાં પોલીસની મહેનત રંગ લાવી હતી અને આરોપીઓને ઝડપવામાં સફળતા મળી હતી સાથે સાથે ટેકનોલોજીની મદદથી સમગ્ર કેસનો ભેદ ઉકેલાયો હતો,આરોપીઓ ઉત્તરપ્રદેશથી અહીયા મજૂરી અર્થે આવ્યા હતા અને રાત્રીના સમયે દુષ્કર્મ કર્યુ હતુ. સગીરાને સારવાર હેઠળ ખસેડાઈ હતી સગીરાએ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસને જે ઘટના બની તેની આપવિતી જણાવી હતી,સગીરાને સારવાર હેઠળ ખસેડાઈ હતી અને અલગ-અલગ રીપોર્ટ કરાવવામાં આવ્યા હતા,જે મિત્રને માર મારવામાં આવ્યો હતો તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતુ,ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતા,સગીરા તેના મિત્રને મળવા ગઈ હતી અને આ ઘટના બની હતી.

Suratના માંગરોળમાં થયેલ ગેંગરેપ કેસમાં આજે કોર્ટમાં થશે સુનાવણી, 3000 પાનાની ચાર્જશીટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના માંગરોળમાં થયેલ ગેંગરેપ કેસમાં આજથી કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવશે,ગેંગરેપ કેસમાં 3 આરોપી સામે કોર્ટે ચાર્જફ્રેમ કરી છે સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે પણ નોટીફિકેશન મોકલીને જાણ કરી છે.કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં પ્રાયોરિટી પર ચલવવા સૂચન અપાયું છે તો પોલીસે 15 દિવસમાં 3 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી છે,આ કેસની વાત કરવામાં આવે તો 3 આરોપીઓ પૈકી એકનું મોત થયું છે અને આ કેસમાં વકીલ તરીકે નયન સુખડવાલાની નિમણૂંક કરાઈ છે.

માંગરોળના મોટા બોરસરા ગામે બની હતી ઘટના

માંગરોળના મોટા બોરસરા ગામે આ ઘટના બની હતી જેમાં સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસે આ ઓપરેશન પાર પાડયું છે.શિવશંકર નામનો આરોપી છે જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.શિવશંકર સામે હત્યા સહિતના 3 ગુનાઓ નોંધાયા છે.બે આરોપીઓએ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો પણ તે પહેલા ઝડપાઈ ગયા છે.માંડવીના તડકેશ્વરમાંથી આરોપીઓ ઝડપાયા છે.ઘટના સ્થળથી પોલીસ ને GJ5 DM 9365 નંબર ની બાઈક બિનવારસી હાલત માં મળી હતી જે બાઈક 2005 માં સુરત શહેરના વ્યક્તિએ ખરીદી હતી.

એક આરોપીનું થયું છે મોત

આ સમગ્ર કેસમાં પોલીસે પહેલા બે આરોપી અને ત્યારબાદ એક આરોપીની ધરપકડ કરી હતી મહત્વનું છે કે એક આરોપી કે જેની ધરપકડ કર્યા બાદ મોત થયું હોવાની વાત સામે આવી હતી,આ સમગ્ર કેસમાં પોલીસની મહેનત રંગ લાવી હતી અને આરોપીઓને ઝડપવામાં સફળતા મળી હતી સાથે સાથે ટેકનોલોજીની મદદથી સમગ્ર કેસનો ભેદ ઉકેલાયો હતો,આરોપીઓ ઉત્તરપ્રદેશથી અહીયા મજૂરી અર્થે આવ્યા હતા અને રાત્રીના સમયે દુષ્કર્મ કર્યુ હતુ.

સગીરાને સારવાર હેઠળ ખસેડાઈ હતી

સગીરાએ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસને જે ઘટના બની તેની આપવિતી જણાવી હતી,સગીરાને સારવાર હેઠળ ખસેડાઈ હતી અને અલગ-અલગ રીપોર્ટ કરાવવામાં આવ્યા હતા,જે મિત્રને માર મારવામાં આવ્યો હતો તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતુ,ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતા,સગીરા તેના મિત્રને મળવા ગઈ હતી અને આ ઘટના બની હતી.