Radhanpur News: લોદરા ગામે પાણી પુરવઠાના અધિકારી પર સરપંચના દીકરાનો હુમલો

May 30, 2026 - 22:30
Radhanpur News: લોદરા ગામે પાણી પુરવઠાના અધિકારી પર સરપંચના દીકરાનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોદરા ગામેથી કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં ચાલી રહેલી પાણીની ચોરી અને ગેરકાયદેસર કનેક્શનની તપાસ કરવા પહોંચેલા પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારી પર સ્થાનિક સરપંચના દીકરાએ હિચકારો હુમલો કર્યો હતો. અત્યંત ગંભીર બાબત એ છે કે આ હુમલો ત્યાં હાજર પોલીસ કર્મચારીઓની નજર સામે જ કરવામાં આવ્યો હતો, જેને પગલે સરકારી કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

ગેરકાયદે કનેક્શન કરીને હોટલમાં વપરાતુ હતું પાણી

લોદરા ગામમાંથી પસાર થતી મુખ્ય સરકારી પાઇપ લાઇનમાંથી મોટા પાયે પાણીની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ પાઇપ લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન મેળવીને તે પાણીનો વ્યાપારિક ઉપયોગ એક સ્થાનિક હોટેલમાં કરવામાં આવી રહ્યો હતો. આ ગંભીર કૌભાંડ અને ગેરકાયદે કનેક્શન અંગે સત્તાવાર તપાસ કરવા અને તેને કાપવા માટે પાણી પુરવઠાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ લોદરા ગામે પહોંચી હતી. અગમચેતીના ભાગરૂપે અધિકારીઓ સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

પાઇપ લાઇનમાંથી કરાતી હતી પાણીની ચોરી

જ્યારે પાણી પુરવઠાના અધિકારી લોદરામાં ગેરકાયદેસર કનેક્શનનું સ્થળ પર ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે સરપંચનો દીકરો પોતાના માણસો સાથે ત્યાં આવ્યો હતો. સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભી કરીને તેણે અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. મામલો એટલો બિચક્યો હતો કે સરપંચના દીકરાએ કાયદાનો ડર રાખ્યા વિના, પોલીસની હાજરીમાં જ પાણી પુરવઠાના અધિકારી પર હુમલો કરી દીધો હતો. આ હુમલા બાદ રાધનપુર પોલીસે ગુનો નોંધી આરોપી સરપંચના દીકરા સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0