Porbandar: રઘુવંશી વડીલો માટે ડે કેર સેન્ટરનો શુભારંભ

Jul 30, 2026 - 04:00
Porbandar: રઘુવંશી વડીલો માટે ડે કેર સેન્ટરનો શુભારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદરના રઘુવંશી શ્રોષ્ઠી મોહનભાઈ કોટેચા અને વિજયાબેન કોટેચા દ્વારા લોહાણા જ્ઞાતિ માટે ખૂબ ઉપયોગી અનેક પ્રવૃતિઓ બાદ હવે એમની ગેરહયાતીમાં વિજયાબેન કોટેચાની દ્વિતીય પુણ્યતિથિએ વાલીમા અપના ઘર ખાતે વૃદ્ધો માટે ડે કેર સેન્ટર નો પ્રારંભ કરાયો છે.

વિશાલભાઈ રાજ્યગુરૂની ટીમ દ્વારા શ્રીનાથજીની ઝાંખીના સત્સંગ સાથે ડે કેરની શરૂઆત કરવામાં આવી છે. લોહાણા જ્ઞાતિના સિનિયર સિટીઝન્સ જે પોતપોતાના ક્ષેત્રે યોગદાન આપી નિવૃત જીવન ગાળતા હોય એમના માટે વાલીમા અપનાઘર ખાતે કંઈક રચનાત્મક, આધ્યાત્મિક અને સપોર્ટીવ પ્રવૃત્તિઓ શરૂ થાય એ માટે ટ્રસ્ટીઓ કટિબદ્ધ અને પ્રયત્નશીલ છે. ટ્રસ્ટીઓ સંજયભાઈ કારીયા, પિયુષભાઈ મજીઠિયા, રાજેશભાઈ લાખાણી સહિત વિદેશ રહેતા અને અહીંના ટ્રસ્ટીઓ દ્વારા સાઠ વર્ષથી વધુ વયના જ્ઞાતિજનો માટે કંઈક કરીએ એ ભાવનાથી આ વિચારની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0