Porbandarમાં હવે પશુઓનો ત્રાસ થશે ઓછો, નગરપાલિકાએ બહાર પાડ્યું જાહેરનામું
પોરબંદરમાં રઝળતા પશુઓનો ત્રાસ વધ્યો છે, ત્યારે જિલ્લા કલેકટર દ્વારા જાહેરમાં ઘાસચારાના વેચાણ અને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મૂકવા અંગે અને પશુઓ રાખવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.પશુઓ રાખવા માટે પાલિકા પાસેથી લાયસન્સ મેળવવાનું રહેશે સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં પશુના ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ શહેરી વિસ્તારમાં જાહેર રોડ, રસ્તાઓ, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર રખડતા ઢોર કોઈ સંજોગોમાં જોવા ન મળે તે અંગે નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ શહેરમાં રહેતા પશુપાલકોને પણ હવે પશુઓ રાખવા માટે પાલિકા પાસેથી લાયસન્સ મેળવવાનું રહેશે, પશુમાલિકોને પશુ દીઠ રૂપિયા 200નો ખર્ચ આવશે. અનઅધિકૃત બાંધકામ હટાવવા બાબતે મકાન માલિકોને નોટિસ અપાઈ બીજી તરફ પોરબંદર નગરપાલિકા દ્વારા વર્ષોથી અનઅધિકૃત બાંધકામ હટાવવા બાબતે મકાન માલિકોને પુરાવા રજુ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં દબાણ કર્યા હોવાના બનાવો સામે આવ્યા છે, હાલ સાંઈબાબા મંદિરના એરિયામાં 25 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં 100થી વધુ મકાન માલિકોને નોટિસ આપવામાં આવશે. 25 જેટલા મકાન માલિકોને દસ્તાવેજો રજૂ કરવા કહ્યું પોરબંદર નગરપાલિકા દ્વારા 25 જેટલા મકાન માલિકોને દસ્તાવેજો અથવા પુરાવા રજૂ કરવા માટે પાલિકા દ્વારા 7 દિવસનો સમયગાળો આપ્યો છે અને નોટિસ મળ્યાના 60 દિવસમાં અનઅધિકૃત બાંધકામ હટાવવા બાબતે પાલિકાએ મકાનમાલિકોને નોટિસ ફટકારી છે, જોકે મીડિયા દ્વારા મકાન માલિકોને પૂછતા મકાન માલિકોએ સ્પષ્ટતા આપવાનો સાફ ઈન્કાર કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોરબંદરમાં રઝળતા પશુઓનો ત્રાસ વધ્યો છે, ત્યારે જિલ્લા કલેકટર દ્વારા જાહેરમાં ઘાસચારાના વેચાણ અને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મૂકવા અંગે અને પશુઓ રાખવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પશુઓ રાખવા માટે પાલિકા પાસેથી લાયસન્સ મેળવવાનું રહેશે
સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં પશુના ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ શહેરી વિસ્તારમાં જાહેર રોડ, રસ્તાઓ, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર રખડતા ઢોર કોઈ સંજોગોમાં જોવા ન મળે તે અંગે નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ શહેરમાં રહેતા પશુપાલકોને પણ હવે પશુઓ રાખવા માટે પાલિકા પાસેથી લાયસન્સ મેળવવાનું રહેશે, પશુમાલિકોને પશુ દીઠ રૂપિયા 200નો ખર્ચ આવશે.
અનઅધિકૃત બાંધકામ હટાવવા બાબતે મકાન માલિકોને નોટિસ અપાઈ
બીજી તરફ પોરબંદર નગરપાલિકા દ્વારા વર્ષોથી અનઅધિકૃત બાંધકામ હટાવવા બાબતે મકાન માલિકોને પુરાવા રજુ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં દબાણ કર્યા હોવાના બનાવો સામે આવ્યા છે, હાલ સાંઈબાબા મંદિરના એરિયામાં 25 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં 100થી વધુ મકાન માલિકોને નોટિસ આપવામાં આવશે.
25 જેટલા મકાન માલિકોને દસ્તાવેજો રજૂ કરવા કહ્યું
પોરબંદર નગરપાલિકા દ્વારા 25 જેટલા મકાન માલિકોને દસ્તાવેજો અથવા પુરાવા રજૂ કરવા માટે પાલિકા દ્વારા 7 દિવસનો સમયગાળો આપ્યો છે અને નોટિસ મળ્યાના 60 દિવસમાં અનઅધિકૃત બાંધકામ હટાવવા બાબતે પાલિકાએ મકાનમાલિકોને નોટિસ ફટકારી છે, જોકે મીડિયા દ્વારા મકાન માલિકોને પૂછતા મકાન માલિકોએ સ્પષ્ટતા આપવાનો સાફ ઈન્કાર કર્યો છે.