Pm Narendra Modi એ નામ જોગ ખબર પુછીને દિલ જીતી લીધા...જુઓ Video

May 27, 2025 - 18:35
Pm Narendra Modi એ નામ જોગ ખબર પુછીને દિલ જીતી લીધા...જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઓપરેશન સિંદૂર બાદ પહેલી વાર PM નરેન્દ્ર મોદી પોતાના વતનમાં છે. ત્યારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને પૂછ્યું હતું કે, તમારો વિદેશ પ્રવાસ કેવો રહ્યો. સાથે જ PM મોદી કાનભા અને કાંતીલાલ અમૃતિયા સાથે પોતાના સહજ અંદાજમાં મળતા જોવા મળ્યા હતા.

PM મોદી જુના જોગી કાનભાને મળ્યા

PM મોદી ગુજરાતમાં આવતા જ જ્યાં જુઓ ત્યાં મોદી-મોદીના નારા લાગ્યા હતા. તો બીજી તરફ PM મોદીએ ગાંધીનગર પહોંચતા જ અનેક મહાનુભાવોને શોધી-શોધીને બોલાવ્યા હતા. જ્યારે PM મોદી સર્કિટ હાઉસમાં પોતાના જુના જોગી કાનભાને મળ્યા ત્યારે એકદમ સહજ અંદાજમાં જોવા મળ્યા હતા. PM મોદી સર્કિટ હાઉસમાં અંદર પહોંચતા જ તમામ મહાનુભાવોને હાથ જોડીને અભિવાદન કરતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ PM મોદીની નજર જુના જોગી પર જાય છે અને કહે છે કાનભા....પછી હાથ પકડીને એકબીજાને મળે છે.

કાંતિ અમૃતિયાને PMએ પૂછ્યું કેમ છો કાંતિલાલ?

મોરબી MLA કાંતિ અમૃતિયાના PMએ હાલચાલ પૂછ્યા હતા. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને PMએ પૂછ્યું કેમ છો કાંતિલાલ?સંબોધન બાદ PM ધારાસભ્ય, સાંસદ, અધિકારીઓ અને ભાજપના આગેવાનોને મળ્યા હતા. કાંતિભાઈ મીડિયા સાથે વાત કરતા PM સાથેનો અનુભવ પણ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, PMએ મને પૂછ્યું કેમ છો કાંતિલાલ? મેં કહ્યું હું તો હંમેશા મજામાં જ હોવ છુંને સાહેબ.

PMએ ધવલ પટેલને વિદેશ પ્રવાસ અંગે પૂછ્યું

PM નરેન્દ્ર મોદી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને પણ મળ્યા હતા. આ દરમિયાન PM મોદી ધવલ પટેલને પૂછે છે કે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે વિદેશ પ્રવાસ કેવો રહ્યા.

તમને જણાવી દઈએ કે, PM નરેન્દ્ર મોદી 2 દિવસથી ગુજરાત પ્રવાસે હતા. જેમાં તેઓએ વડોદરા, દાહોદ, ભૂજ અને અમદાવાદમાં રોડ શો અને સભા કરી હતી. સાથે જ મોદીએ ગુજરાતની ધરતી પરથી પાકિસ્તાનને ખુલ્લા પડકારો આપ્યા છે. હાલમાં PM મોદીએ વતનમાં આવતા જ અનેક વિકાસના કામોની ગુજરાતીઓને ભેટ પણ આપી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0