PM MODI : બીજા દેશો પર નિર્ભર રહેવું તે જ આપણી મોટી દુશ્મની...આ નિર્ભરતાને ખતમ કરવી એ જ લક્ષ્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
PM નરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાતે છે. તેમણે ભાવનગરમાં 33 હજાર 600 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ - ખાતમૂહૂર્ત કર્યું હતું.
ભાવનગરે આજે વટ પાડી દીધો
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે મને જન્મદિનની શુભકામનાઓ આપવા બદલ તમામનો આભાર. ભાવનગરે આજે વટ પાડી દીધો છે. મને છેક સુધી માનવ સમુદ્ર દેખાય છે. તેમણે એમ પણ કહ્યું કે જીએસટીમાં ઘટાડો થતાં દિવાળીમાં રોનક રહેશે. આ કાર્યક્રમ ભલે ભાવનગરમાં છે પણ કાર્યક્રમ આખા દેશનો છે. 21મી સદીનું ભારત સમુદ્ર શક્તિ માટે અવસરરુપ છે.
સ્વનિર્ભર એ જ સો દુખોની એક દવા
વડાપ્રધાને કહ્યું કે બીજા દેશો પર નિર્ભર રહેવું તે જ આપણી મોટી દુશ્મની છે અને આ નિર્ભરતાને ખતમ કરવી એ જ લક્ષ્ય હોવું જોઇએ. વડાપ્રધાને એમ કહ્યું કે સ્વનિર્ભર એ જ સો દુખોની એક દવા છે. 2047માં ભારતને વિકસીત બનાવવા માટે આત્મનિર્ભર બનવું જ પડશે
કોંગ્રેસના સમયમાં વિદેશી જહાજોને પ્રોત્સાહન અપાયું
પીએમ મોદીએ કહ્યું કે વન નેશન, વન ડોક્યુમેન્ટ હવે વેપારને સરળ બનાવશે. અમે 5 મેરીટાઇમ કાયદાને નવા સ્વરુપે રજૂ કર્યા છે. વડાપ્રધાને આ તબક્કે કોંગ્રસ સરકારો પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના સમયમાં શિપીંગ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસના સમયમાં વિદેશી જહાજોને પ્રોત્સાહન અપાયું હતું. કોંગ્રેસે દેશને ક્વોટા અને લાયસન્સ રાજમાં ગુંચવેલો રાખ્યો હતો. શિપીંગ ક્ષેત્રમાં હવે આત્મનિર્ભર બનવાની જરુર છે. બીજા દેશો પર નિર્ભરતા આપણે સતત ઘટાડતી જવી પડશે. શિપ બિલ્ડીંગને ઉદ્યોગોની જનની કહેવાય છે. શિપીંગ બિલ્ડીંગના પૈસાથી અર્થ તંત્રને ફાયદો થાય છે. અને ભારત સદીઓથી સમુદ્રી તાકાત ધરાવે છે.
કોઇ સેક્ટરને ઇન્ફ્રાસ્ટ્રકચરની માન્યતા મળે તો તેને ઘણા ફાયદા થાય છે
વડાપ્રધાને કહ્યું કે નૌકા દળમાં 40 જહાજ સામેલ કરાયા છે અને તેમાંથી મોટાભાગના જહાજ ભારતમાં બનેલા છે. ભારત પાસે કૌશલ્ય છે. આજે મુંબઇમાં ઇન્ટરનેશનલ કૃઝ ટર્મિનલનું લોકાર્પણ કરાયું છે અને ગુજરાતમાં પમ વિકાસના ઘણા પ્રોજેક્ટ શરુ થયા છે. તેમણે કહ્યું કે ભારત 6 લાખ કરોડ રુપિયા વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે ચુકવે છે . નવા મેરીટાઇમ કાયદાથી શિંપીંગ સેક્ટરમાં મોટુ પરિવર્તન આવશે. દેશના મેરીટાઇમ સેક્ટરને મજબૂત કરવા માટે ગઇ કાલે જ મહત્વની પોલીસી ચેન્જ કરી છે કોઇ સેક્ટરને ઇન્ફ્રાસ્ટ્રકચરની માન્યતા મળે તો તેને ઘણા ફાયદા થાય છે અને વિદેશી સંસ્થાઓમાંથી લોન પણ મળે છે.
કોંગ્રેસે દેશને ક્વોટા અને લાયસન્સ રાજમાં ગુંચવેલો રાખ્યો હતો
વડાપ્રધાને કહ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે શિપ બિલ્ડીંગ માટે એક સેમિનાર કરેલો હતો. શિપ ઇન્ડસ્ટ્રીઝ એ સાધારણ ઇન્ડસ્ટ્રી નથી. શિપ યાર્ડમાં નવી નોકરીઓ મળે છે. તેમણે કહ્યું કે આઇએનએસ વિક્રાંત ભારતમાં બનેલું છે. તેનું જે સ્ટીલ છે તે પણ ભારતમાં બનેલું છે. મોટા શિપ બનાવવા માટે જે કોંગ્રેસે દેશને ક્વોટા અને લાયસન્સ રાજમાં ગુંચવેલો રાખ્યો હતો.
11 વર્ષમાં ભારતે પોર્ટની ક્ષમતા બમણી કરી
વડાપ્રધાને કહ્યું કે દેશમાં હવે મોટા જહાજો માટે મોટા પોર્ટ બનાવાઇ રહ્યા છે. સાગરમાલા જેલા પ્રોજેક્ટછી કનેક્ટીવીટી પણ વધારવામાં આવી રહી છે. છેલ્લા 11 વર્ષમાં ભારતે પોર્ટની ક્ષમતા બમણી કરી દીધી છે તેમ તેમણે કહ્યું હતું. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કેરલમાં ડીપ વોટર કન્ટેનર પોર્ટ શરુ કર્યું છે. મહારાષ્ટ્રના વાટવણમાં 75 હજાર કરોડના ખર્ચે વાઢવણ પોર્ટ પણ બનાવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે દરીયાઇ રસ્તે થતા વેપારમાં ભારતનો 10 ટકા હિસ્સો છે અને 2047 સુધીમાં આ હિસ્સો ત્રણ ગણો કરવાનું લક્ષ્યાંક છે.
What's Your Reaction?






