Pavagadh: પાવાગઢ મંદિરમાં ચોરી મુદ્દે પોલીસે આરોપીને કર્યો રાઉન્ડઅપ...થઈ શકે ચોંકાવનારો ખુલાસો

પાવાગઢ મંદિરમાં ચોરી મુદ્દે પોલીસે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ કરી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો હોવાની શક્યતા છે. ચોરી કરનાર કોણ, કેમ ચોરી કરી તે અંગે સૌથી મોટો ખુલાસો થશે.વિશ્વ પ્રસિદ્ધ પાવાગઢ મંદિરમા દર્શનાર્થે લાખો લોકોની સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે આ મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાવાગઢમાં આવેલ માતાજીના મંદિરમાં માતાજીના દાગીના ચોરી કરવાનો પ્રયાસ ચોરો દ્વારા કરવામાં આવ્યો હતો. જે અંગે પાવાગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાયલે તપાસમાં મંદિરમાંથી કંઇ પણ ચોરાયું ન હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધી હતી.પાવાગઢ મંદિરમાં ચોરી મુદ્દે ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે. કારણ કે, 27 ઓક્ટોબરના ચોર ડુંગર ચડીને પરિસરમાં આવ્યો હતો, મંદિરમાં ચોરી કરનાર શખ્સના ફોટા સામે આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હવે પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો હોવાની શક્યતા છે. ચોરી કરનાર કોણ, કેમ ચોરી કરી કેટલા રૂપિયાની ચોરી કરી તે બાબતે મોટા ખુલાસા થઈ શકે છે.અગાઉ શું જણાવ્યું પોલીસેસમગ્ર ઘટનાને લઇ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે મહાકાળી મંદિરના દાદરાની પાસે આવેલ અને ખીણમાં જતી પાઇપનો ઉપયોગ કરીને રાત્રિના 1.30 વાગ્યાની આસપાસ મંદિરમાં એક વ્યક્તિ ધુસ્યો હતો. જે તમામા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. ચોરી કરવાના આશયથી વ્યક્તિ ઉપર મંદિરમાં આવ્યો હતો. પરંતુ મંદિરના સભ્યોના જણાવ્યા મુજબ કોઇ ચીજ વસ્તુઓ મંદિર કે ગર્ભગૃહમાંથી ચોરાઇ નથી. ત્યારે હાલ પોલીસ દ્વારા વ્યક્તિની ઓળખ તપાસ હાથ ધરવામાં આવી છે. અને ચોરીનો પ્રયાસ થયો હોઇ ફરિયાદ નોંધાવામાં આવી છે.

Pavagadh: પાવાગઢ મંદિરમાં ચોરી મુદ્દે પોલીસે આરોપીને કર્યો રાઉન્ડઅપ...થઈ શકે ચોંકાવનારો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાવાગઢ મંદિરમાં ચોરી મુદ્દે પોલીસે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ કરી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો હોવાની શક્યતા છે. ચોરી કરનાર કોણ, કેમ ચોરી કરી તે અંગે સૌથી મોટો ખુલાસો થશે.

વિશ્વ પ્રસિદ્ધ પાવાગઢ મંદિરમા દર્શનાર્થે લાખો લોકોની સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે આ મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાવાગઢમાં આવેલ માતાજીના મંદિરમાં માતાજીના દાગીના ચોરી કરવાનો પ્રયાસ ચોરો દ્વારા કરવામાં આવ્યો હતો. જે અંગે પાવાગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાયલે તપાસમાં મંદિરમાંથી કંઇ પણ ચોરાયું ન હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધી હતી.

પાવાગઢ મંદિરમાં ચોરી મુદ્દે ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે. કારણ કે, 27 ઓક્ટોબરના ચોર ડુંગર ચડીને પરિસરમાં આવ્યો હતો, મંદિરમાં ચોરી કરનાર શખ્સના ફોટા સામે આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હવે પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો હોવાની શક્યતા છે. ચોરી કરનાર કોણ, કેમ ચોરી કરી કેટલા રૂપિયાની ચોરી કરી તે બાબતે મોટા ખુલાસા થઈ શકે છે.

અગાઉ શું જણાવ્યું પોલીસે

સમગ્ર ઘટનાને લઇ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે મહાકાળી મંદિરના દાદરાની પાસે આવેલ અને ખીણમાં જતી પાઇપનો ઉપયોગ કરીને રાત્રિના 1.30 વાગ્યાની આસપાસ મંદિરમાં એક વ્યક્તિ ધુસ્યો હતો. જે તમામા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. ચોરી કરવાના આશયથી વ્યક્તિ ઉપર મંદિરમાં આવ્યો હતો. પરંતુ મંદિરના સભ્યોના જણાવ્યા મુજબ કોઇ ચીજ વસ્તુઓ મંદિર કે ગર્ભગૃહમાંથી ચોરાઇ નથી. ત્યારે હાલ પોલીસ દ્વારા વ્યક્તિની ઓળખ તપાસ હાથ ધરવામાં આવી છે. અને ચોરીનો પ્રયાસ થયો હોઇ ફરિયાદ નોંધાવામાં આવી છે.