Patan: પાંચ દિવસીય ગૌરીવ્રતનો ધર્મમય માહોલમાં પ્રારંભ થયો

Jul 7, 2025 - 04:30
Patan: પાંચ દિવસીય ગૌરીવ્રતનો ધર્મમય માહોલમાં પ્રારંભ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણમાં દરેક ધાર્મિક તહેવારો, ઉત્સવો, પર્વો અને વ્રતોની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. રવિવારે પવિત્ર અષાઢ સુદ અગિયારસથી નાની કન્યાઓના ગૌરવ્રતનો વિધીવત રીતે પ્રારંભ થયો છે. આ વ્રતમાં નાની વ્રતધારી કન્યાઓ ભગવાન શિવની આરાધના અને પૂજાઅર્ચના કરે છે. વહેલી સવારે શહેરના વિવિધ શિવાલયોમાં વ્રતધારી નાની કન્યાઓએ ભગવાન શિવજીના શિવલીગ ઉપર દૂધ તેમજ જળનો અભિષેક કરી પુષ્પો તેમજ ચંદનથી ભગવાન ભોળાનાથની પૂજાવિધી કરી હતી. તો વ્રતધારી કન્યાઓએ પોતાના ઘરમાં ધન, ધાન્યની સદાય મહેર રહે તે માટે પાંચ ધાન્યમાંથી ઉછેરેલા પવિત્ર જવેરાની પૂજાઅર્ચના કરી હતી.

આ ઉપરાંત આ વ્રતધારી કન્યાઓએ જવેરાની દિવ્ય આતરી પણ ઉતારી હતી. શહેરના વિવિધ શિવાલયોમાં નાની કન્યાઓએ નવા વસ્ત્રોમાં સજ્જ થઈ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે શિવજીની આરાધના કરતી જોવા મળી હતી.

આ વ્રતમાં કન્યાઓ પાંચ દિવસના ઉપવાસ કરી મોળી ચીજવસ્તુઓ આરોગે છે. આમ પાટણ શહેરમાં અષાઢ સુદ અગિયારથી પાંચ દિવસીય ગૌરીવ્રતનો વિધીવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0