Patan: 2 કાર અને ઈકો ગાડી વચ્ચે ટ્રિપલ અકસ્માત, 2 લોકોના મોત
પાટણમાં એક મોટો ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં 2 લોકોના મોત પણ થયા છે. પાટણના સમી-હારીજ રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બે કાર અને ઈકો ગાડી વચ્ચે ગોઝારો ત્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં 2 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.હોસ્પિટલના તબીબે 2 લોકોને મૃત જાહેર કર્યા અકસ્માત બાદ ઘટના સ્થળેથી 108 દ્વારા 3 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, ત્યાં ફરજ પર હાજર રહેલા તબીબે 2 લોકોને મૃત જાહેર કર્યા છે અને 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં આ સમગ્ર મામલે સમી પોલીસ દ્વારા ત્રિપલ અકસ્માત વાળી જગ્યાએ ટ્રાફિકને હળવો કરીને અકસ્માતના કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદના વાસદમાં નદીમાં નાવ પલટતા 3ના મોત આણંદના વાસદમાં નદીમાં નાવ પલટી જતાં 3 લોકોના મોત થયા છે. મહિસાગર નદીમાં માછીમારી કરવા ગયેલા 3 લોકો નદીમાં ડૂબી ગયા છે. માછીમારી કરવા ગયેલા પિતા-પુત્ર અને ભત્રીજાનું નાવ પલટી જતા મોત થયું છે. નાવ પલટતા પુત્ર અને ભત્રીજાને બચાવવા જતા પિતા પણ ડૂબ્યા અને 3 લોકોના મોત થયા છે. હાલમાં આણંદ ફાયર વિભાગે તમામના મૃતદેહ બહાર કાઢ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના શાહપુરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો અમદાવાદના શાહપુર વિસ્તારમાં 21મી જાન્યુઆરીએ થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ઈમિટેશન વેપારીની દુકાનમાં માલ બનાવવાનો છે તેમ કહી દુકાનનું શટર બંધ કરાવી આરોપીઓએ લૂંટ ચલાવી હતી. હલીમની ખડકી પાસે વ્રજપ્રિયા ઈમિટેશનમાં આ બનાવ બપોરના સમયે બન્યો હતો, જેમાં આરોપીઓએ વેપારી પર ઝેરી સ્પ્રે છાંટી ઈજાઓ પહોંચાડી રોકડ, મોબાઈલ ફોન તેમજ સોના ચાંદીની લૂંટ કરવામાં આવી હતી. આ મામલે ઝોન 2 LCBએ આરોપી અજય શુક્લા અને જગદીશ વાઘેલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 1.36 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણમાં એક મોટો ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં 2 લોકોના મોત પણ થયા છે. પાટણના સમી-હારીજ રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. બે કાર અને ઈકો ગાડી વચ્ચે ગોઝારો ત્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં 2 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
હોસ્પિટલના તબીબે 2 લોકોને મૃત જાહેર કર્યા
અકસ્માત બાદ ઘટના સ્થળેથી 108 દ્વારા 3 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, ત્યાં ફરજ પર હાજર રહેલા તબીબે 2 લોકોને મૃત જાહેર કર્યા છે અને 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં આ સમગ્ર મામલે સમી પોલીસ દ્વારા ત્રિપલ અકસ્માત વાળી જગ્યાએ ટ્રાફિકને હળવો કરીને અકસ્માતના કેસની તપાસ હાથ ધરવામાં આવી છે.
આણંદના વાસદમાં નદીમાં નાવ પલટતા 3ના મોત
આણંદના વાસદમાં નદીમાં નાવ પલટી જતાં 3 લોકોના મોત થયા છે. મહિસાગર નદીમાં માછીમારી કરવા ગયેલા 3 લોકો નદીમાં ડૂબી ગયા છે. માછીમારી કરવા ગયેલા પિતા-પુત્ર અને ભત્રીજાનું નાવ પલટી જતા મોત થયું છે. નાવ પલટતા પુત્ર અને ભત્રીજાને બચાવવા જતા પિતા પણ ડૂબ્યા અને 3 લોકોના મોત થયા છે. હાલમાં આણંદ ફાયર વિભાગે તમામના મૃતદેહ બહાર કાઢ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના શાહપુરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
અમદાવાદના શાહપુર વિસ્તારમાં 21મી જાન્યુઆરીએ થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ઈમિટેશન વેપારીની દુકાનમાં માલ બનાવવાનો છે તેમ કહી દુકાનનું શટર બંધ કરાવી આરોપીઓએ લૂંટ ચલાવી હતી. હલીમની ખડકી પાસે વ્રજપ્રિયા ઈમિટેશનમાં આ બનાવ બપોરના સમયે બન્યો હતો, જેમાં આરોપીઓએ વેપારી પર ઝેરી સ્પ્રે છાંટી ઈજાઓ પહોંચાડી રોકડ, મોબાઈલ ફોન તેમજ સોના ચાંદીની લૂંટ કરવામાં આવી હતી. આ મામલે ઝોન 2 LCBએ આરોપી અજય શુક્લા અને જગદીશ વાઘેલાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 1.36 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે.