Patan: સિદ્ધપુરમાં નવાવાસના 1 મકાનમાં રાંધણગેસ બોટલ સળગી ઊઠતા દોડધામ

Oct 20, 2025 - 04:00
Patan: સિદ્ધપુરમાં નવાવાસના 1 મકાનમાં રાંધણગેસ બોટલ સળગી ઊઠતા દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સિદ્ધપુર શહેરના નવાવાસ વિસ્તારમાં આવેલ નવા વણકરવાસમાં એક મકાનમાં રાંધણ ગેસ સિલિન્ડરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી તાત્કાલિક લોકોએ ફાયર ટીમને જાણ કરતા મુસ્તુફ ઝાલોરી અને બાકીર પટેલ સહિતની ફાયર અને હોમગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચીને ફાયર બાઉઝરની મદદથી પાણીનો મારો કરી બાટલો ખુલ્લા મેદાનમાં લઈ આવી મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. એકબીજાથી જોડાયેલા અતિ જૂના મકાનોમાં જો બ્લાસ્ટ થઈ ગયો હોત તો મોટું નુકસાન કરનારી સંભવિત દુર્ઘટનાને સિદ્ધપુર નગરપાલિકાની ડિઝાસ્ટર વિભાગની સાહસિક ફાયર ટીમ દ્વારા ટાળવામાં આવી હતી. જેને પરિણામે લોકોએ રાહતનો દમ લીધો હતો. તહેવારોના સમયે આ ઘટના બનતા લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશો દ્વારા સિધ્ધપુર ફાયર ટીમના મુસ્તુફ ઝાલોરી, હોમગાર્ડના બાકીર પટેલ અને સમગ્ર બચાવ ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0