Panchmahal : હાલોલમાં મદદ કરવા જતાં યુવાનને મળ્યું મોત

Jan 31, 2025 - 12:00
Panchmahal : હાલોલમાં મદદ કરવા જતાં યુવાનને મળ્યું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચમહાલના હાલોલમાં 'ધરમ કરતાં ધાડ પડવા'જેવા ઘાટ થયો. રસ્તામાં ઘાયલ યુવાનને મદદ કરવા જતાં એક શખ્સને મોત મળ્યું. હાલોલના રસ્તા પર એક શખ્સ રસ્તા પર બેભાન હાલતમાં પડ્યો હતો. ત્યારે માર્ગ પરથી પસાર થતાં એક દંપતીએ તેને મદદ કરવાનો પ્રયાસ કર્યો. દરમ્યાન ઘાયલ યુવાને દંપતી પર હુમલો કરતાં પતિનું મોત નિપજયું.

મદદ કરવા જતાં મોત મળ્યું

હાલોલમાં મદદ કરવા જતા એક શખ્સને મોત મળ્યું.કંજરીનું આ દંપતી લાકડા વીણવા ખેતરમાં જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બનવા પામી. પતિ-પત્નીએ રસ્તામાં એક યુવકને ઘાયલ હાલતમાં પડેલો જોયો.આ દંપતીએ ખુલ્લેઆમ રસ્તામાં બેભાન પડેલા યુવાનને મદદ કરવાનો પ્રયાસ કર્યો. આ દંપતીએ માર્ગમાં ઘાયલ ઇસમને ઉઠાડી નામ સરનામું પૂછ્યું. અને મોબાઈલમાં આ શખ્સનો વીડિયો ઉતારી મદદ કરવા જતા હતા. ત્યારે જ ઘાયલ યુવાને દંપતી પર ઘાતકી હુમલો કર્યો. અને આ હુમલામાં તેના પતિનું મૃત્યુ થયું હોવાની પત્નીએ પોલીસને જણાવ્યું.

પોલીસમાં ફરિયાદ

પત્નીનું કહેવું છે કે જ્યારે તેઓ રસ્તામાં ઘાયલ થયેલ યુવકની મદદ કરવા ગયા ત્યારે તે વધુ ગુસ્સે ભરાયો. યુવક ગુસ્સામાં હોવાથી અમે તેને ત્યાં મૂકી ચાલવા લાગ્યા. દરમ્યાન ગુસ્સે ભરાયેલ યુવકે મને અને મારા પતિને પાછળથી ધક્કો મારી પાડી દઈ પથ્થરથી મારી પતિની હત્યા કરી નાખી. પત્નીએ પતિની હત્યા કરાઈ હોવાની પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી પત્નીની ફરિયાદ પર હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0