Panchmahal: મહીસાગર નદીના પાણી 300 એકર જમીનમાં ફરી વળ્યા, કુદરત સામે ખેડૂત લાચાર બન્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહીસાગર નદીના પાણી 300 એકર કરતા વધુ જમીનમાં ફરી વળ્યા છે. કુદરતી આફત સામે ખેડૂત લાચાર બન્યો છે. મહીસાગર નદી કિનારે આવેલા પંચમહાલ જિલ્લાના જુના બીલીથા, બાકરીયા, ખરોલી, બોરડી,સાદરા ગામના ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. કડાણા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા નદી કિનારે આવેલા ખેતરોમાં નદીનું પાણી ફરી વળ્યું છે.
મહીસાગર નદીના પાણી જમીનમાં ફરી વળ્યા
ખેતરમાં મકાઈ, ડાંગર, શાકભાજી, તમાકુ સહિત અન્ય ખેતી કરી હતી. તેમાં મહી નદીનું પાણી ફરી વળ્યું છે. ખેતી પાકમાં મોટું નુકસાન પહોંચ્યું હોવાથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ખેતરમાં પાંચ ફૂટ કરતા વધુ પાણી હોવા સાથે બેટમાં ફેરવાયા છે.ખેડૂતો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ આવી જતા અમુક ખેડૂતો ખેતરમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા નજરે પડી રહ્યા હતા.
ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો
ખેડૂતોને ખેતી પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું હોવા સાથે ઘાસચારો અને અન્ય પાકને નુકસાનને લઈને ખેડૂતોની ચેહરા પરની રોનક છીનવાઈ ગઈ છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નદી તળાવોમાં પાણીની ભારે આવક જોવા મળી છે. ભારે વરસાદના પગલે નદીઓના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે.
What's Your Reaction?






