Panchmahal: બોડેલી એપીએમસી ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી

Jun 22, 2026 - 06:00
Panchmahal: બોડેલી એપીએમસી ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોડેલી એપીએમસી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને પી.એમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મો હપ્તો પશ્ચિમ બંગાળ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી દેશના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી (DBT) માધ્યમથી રૂા.18,880 કરોડથી વધુની રકમ જમા કરાઇ હતી.

જે પ્રસંગે જિ.પં. પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી દ્વારા પશ્ચિમ બંગાળ ખાતેથી દેશના તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો ખાતામાં નાખ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લાના 1,03,264 ખેડૂતોના ખાતામાં કુલ રૂા. 20.64 કરોડ સીધા જમા થયા છે. કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજના સબસિડી મેળવનારા લાભાર્થી ખેડૂતોને મહાનુભવોના હસ્તે મંજૂરીપત્રો એનાયત કરાયા હતા. જે પ્રસંગે છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન રાઠવા, ઉપપ્રમુખ રમણભાઈ નાયકા, કારોબારી ચેરમેન રવિરાજસિંહ ઠાકોર, બોડેલી એપીએમસી ચેરમેન કૌશિક પટેલ, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ, તેમજ બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા સહિતના અગ્રણી અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0