Panchmahal: દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજની ઉજવણી
પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લામાં દિવાળી,નૂતનવર્ષ અને ભાઈ બીજ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવા વર્ષના દિવસે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાનાં આદિવાસી વિસ્તારોમાં ગાય ગોહરી પણ યોજવામાં આવી હતી. ત્યારે ભાથીજી મહારાજ ના મંદિરોમાં પણ ઝાયણીનાં મેળા ભરાયા હતા. આજ રોજ લાભ પાંચમ નિમિતે વેપારીઓ શુભ મુહૂર્તથી ધંધાની શરૂઆત કરશે.ગોધરા શહેર સહિત પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાં દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ પર્વની લોકોએ ઉત્સાહભેર,ઉમળકાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારે આજ રોજ લાભ પાંચમ નાં દિવસથી વેપારી વર્ગ શુભ મુહૂર્તથી ધંધાની શરૂઆત કરશે. પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં લોકોએ દિવાળી તેમજ નૂતનવર્ષ ની ઉજવણી ફ્ટાકડાનાં ધૂમધડાકા સાથે તેમજ ભવ્ય આતશબાજી સાથે કરી હતી. લોકોએ પોતાના ઘર વેપારના સ્થળોએ પણ રંગોળી,દીપ તેમજ આકર્ષક લાઈટિંગ થી સુશોભિત કર્યા હતા.ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિવાળી અને નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાનાં આદિવાસી વિસ્તારોમાં નવા વર્ષના દિવસે ગાય ગોહરી પાડવામાં આવી હતી.તેમજ ભાથીજી મહારાજના મંદિરોએ ઝાયણી નો મેળો પણ ભરાયો હતો. જેમાં ભક્તો શ્રદ્ધાભેર જોડાયા હતા.ત્યારે હવે દિવાળી નો મોટો તહેવાર લોકોએ મન ભરી ને ઉજવણી કર્યા બાદ નવા વર્ષ ને પણ હર્ષોલ્લાસ ભેર આવકાર્યા બાદ આજ રોજ લાભ પાંચમ થી લોકો પોત પોતાના કામ ધંધામાં જોતરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લામાં દિવાળી,નૂતનવર્ષ અને ભાઈ બીજ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવા વર્ષના દિવસે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાનાં આદિવાસી વિસ્તારોમાં ગાય ગોહરી પણ યોજવામાં આવી હતી. ત્યારે ભાથીજી મહારાજ ના મંદિરોમાં પણ ઝાયણીનાં મેળા ભરાયા હતા. આજ રોજ લાભ પાંચમ નિમિતે વેપારીઓ શુભ મુહૂર્તથી ધંધાની શરૂઆત કરશે.
ગોધરા શહેર સહિત પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાં દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ પર્વની લોકોએ ઉત્સાહભેર,ઉમળકાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારે આજ રોજ લાભ પાંચમ નાં દિવસથી વેપારી વર્ગ શુભ મુહૂર્તથી ધંધાની શરૂઆત કરશે. પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં લોકોએ દિવાળી તેમજ નૂતનવર્ષ ની ઉજવણી ફ્ટાકડાનાં ધૂમધડાકા સાથે તેમજ ભવ્ય આતશબાજી સાથે કરી હતી.
લોકોએ પોતાના ઘર વેપારના સ્થળોએ પણ રંગોળી,દીપ તેમજ આકર્ષક લાઈટિંગ થી સુશોભિત કર્યા હતા.ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિવાળી અને નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાનાં આદિવાસી વિસ્તારોમાં નવા વર્ષના દિવસે ગાય ગોહરી પાડવામાં આવી હતી.તેમજ ભાથીજી મહારાજના મંદિરોએ ઝાયણી નો મેળો પણ ભરાયો હતો.
જેમાં ભક્તો શ્રદ્ધાભેર જોડાયા હતા.ત્યારે હવે દિવાળી નો મોટો તહેવાર લોકોએ મન ભરી ને ઉજવણી કર્યા બાદ નવા વર્ષ ને પણ હર્ષોલ્લાસ ભેર આવકાર્યા બાદ આજ રોજ લાભ પાંચમ થી લોકો પોત પોતાના કામ ધંધામાં જોતરાશે.