Panchmahal: ઘોઘંબામાં જિલ્લા પુરવઠા અધિકારીનું આકસ્મિક ચેકિંગ,અનધિકૃત અનાજનો મોટો જથ્થો મળી આવ્યો

180 લીટર ડીઝલ, 39 બેગ યૂરિયાનો જથ્થો ઝડપાયો15 બોરી ખાંડ, 39 ટીન નકલી રાણી સીંગતેલ ઝડપાયું વીરપુરાની ઝાબીર ટ્રેડર્સ નામની ખાનગી દુકાન સામે કાર્યવાહી રાજ્યમાં ફરી એક વખત અનધિકૃત રીતે સંગ્રહખોરીનો જથ્થો મળી આવ્યો છે. પંચમહાલના ઘોઘંબાના વીરપુરા ગામે ખાનગી દુકાનમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલ યુરિયા ખાતર, ડીઝલ, ખાંડ અને નકલી સીંગતેલ તેમજ અનાજનો મોટો જથ્થો મળી આવ્યો છે. 180 લીટર ડીઝલ, 39 બેગ યૂરિયાનો જથ્થો ઝડપાયો જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવતા આ અનઅધિકૃત જથ્થો ઝડપાયો હતો. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા યુરિયા ખાતરની 50 કિલોની 39 બેગ, જેની કૂલ કિંમત 15,960 રૂપિયા થાય છે, ત્યારે 180 લીટર ડીઝલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જેની કિંમત 16,300 રૂપિયા થાય છે. ત્યારે 50 કિલોની ખાંડની 15 બોરીઓ પર ઝડપાઈ છે, જેની અંદાજે કિંમત 36,750 રૂપિયા થાય છે. બાજરીનો 1.31 લાખની કિંમતનો બિલ વગરનો જથ્થો ઝડપાયો આ સિવાય જિલ્લા પુરવઠા અધિકારીને તપાસ દરમિયાન નકલી રાણી સીંગ તેલના 15 કિલોના 39 ટીન, જેની કિંમત 61,450 રૂપિયા છે, તેમજ બાજરીનો 1 લાખ 31 હજારની કિંમતનો મોટો જથ્થો ઝડપાયો છે, ત્યારે ચોંકાવાનારી વાત એ છે કે આ જથ્થો બિલ વગરનો હતો અને તેને હવે ઝડપી પાડવામાં આવ્યો છે. અને ઝાબીર ટ્રેડર્સ નામની ખાનગી દુકાનના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે. અગાઉ પણ જિલ્લા પુરવઠા વિભાગની ટીમે અનધિકૃત તુવેરદાળનો મોટો જથ્થો ઝડપ્યો હતો થોડા દિવસ અગાઉ ગોધરાના શેખ મજાવાર રોડ પર આવેલી તાહુરા તુવર દાળ મીલમાંથી અનઅધિકૃત તુવર દાળનો મોટો જથ્થો ઝડપાયો હતો. તુવેર દાળ મીલની અચાનક કરવામાં આવેલી તપાસ દરમિયાન ટ્રકમાંથી તુવર દાળનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. મીલમાં તપાસ કરતા સરકારી અનાજના જાહેર વિતરણના માર્ક વાળા આંધ્રપ્રદેશ રાજ્યના એક એક કિલોના પેકેટ પણ મળી આવ્યા હતા. આ તપાસ દરમિયાન આંધ્રપ્રદેશથી પેકેટ લાવી તેને ખોલી 50 કિલોના પેકેટમાં ભરવામાં આવી રહ્યા હતા. જેને જિલ્લા પુરવઠા વિભાગની ટીમે ઝડપી લીધા હતા. 

Panchmahal: ઘોઘંબામાં જિલ્લા પુરવઠા અધિકારીનું આકસ્મિક ચેકિંગ,અનધિકૃત અનાજનો મોટો જથ્થો મળી આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 180 લીટર ડીઝલ, 39 બેગ યૂરિયાનો જથ્થો ઝડપાયો
  • 15 બોરી ખાંડ, 39 ટીન નકલી રાણી સીંગતેલ ઝડપાયું
  • વીરપુરાની ઝાબીર ટ્રેડર્સ નામની ખાનગી દુકાન સામે કાર્યવાહી

રાજ્યમાં ફરી એક વખત અનધિકૃત રીતે સંગ્રહખોરીનો જથ્થો મળી આવ્યો છે. પંચમહાલના ઘોઘંબાના વીરપુરા ગામે ખાનગી દુકાનમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલ યુરિયા ખાતર, ડીઝલ, ખાંડ અને નકલી સીંગતેલ તેમજ અનાજનો મોટો જથ્થો મળી આવ્યો છે.

180 લીટર ડીઝલ, 39 બેગ યૂરિયાનો જથ્થો ઝડપાયો

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવતા આ અનઅધિકૃત જથ્થો ઝડપાયો હતો. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા યુરિયા ખાતરની 50 કિલોની 39 બેગ, જેની કૂલ કિંમત 15,960 રૂપિયા થાય છે, ત્યારે 180 લીટર ડીઝલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જેની કિંમત 16,300 રૂપિયા થાય છે. ત્યારે 50 કિલોની ખાંડની 15 બોરીઓ પર ઝડપાઈ છે, જેની અંદાજે કિંમત 36,750 રૂપિયા થાય છે.

બાજરીનો 1.31 લાખની કિંમતનો બિલ વગરનો જથ્થો ઝડપાયો

આ સિવાય જિલ્લા પુરવઠા અધિકારીને તપાસ દરમિયાન નકલી રાણી સીંગ તેલના 15 કિલોના 39 ટીન, જેની કિંમત 61,450 રૂપિયા છે, તેમજ બાજરીનો 1 લાખ 31 હજારની કિંમતનો મોટો જથ્થો ઝડપાયો છે, ત્યારે ચોંકાવાનારી વાત એ છે કે આ જથ્થો બિલ વગરનો હતો અને તેને હવે ઝડપી પાડવામાં આવ્યો છે. અને ઝાબીર ટ્રેડર્સ નામની ખાનગી દુકાનના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે.

અગાઉ પણ જિલ્લા પુરવઠા વિભાગની ટીમે અનધિકૃત તુવેરદાળનો મોટો જથ્થો ઝડપ્યો હતો

થોડા દિવસ અગાઉ ગોધરાના શેખ મજાવાર રોડ પર આવેલી તાહુરા તુવર દાળ મીલમાંથી અનઅધિકૃત તુવર દાળનો મોટો જથ્થો ઝડપાયો હતો. તુવેર દાળ મીલની અચાનક કરવામાં આવેલી તપાસ દરમિયાન ટ્રકમાંથી તુવર દાળનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. મીલમાં તપાસ કરતા સરકારી અનાજના જાહેર વિતરણના માર્ક વાળા આંધ્રપ્રદેશ રાજ્યના એક એક કિલોના પેકેટ પણ મળી આવ્યા હતા. આ તપાસ દરમિયાન આંધ્રપ્રદેશથી પેકેટ લાવી તેને ખોલી 50 કિલોના પેકેટમાં ભરવામાં આવી રહ્યા હતા. જેને જિલ્લા પુરવઠા વિભાગની ટીમે ઝડપી લીધા હતા.