Panchmahalના શહેરમાં બે ગામોને જોડતો કોઝવે તૂટયો, ગ્રામજનોને ફરીને જવાનો વારો આવ્યો

પંચમહાલના શહેરાના મોર ઊંડારા પાસે પસાર થતી પાનમ નદી પરનો કોઝવે નદીમાં પાણી વધારે આવવાથી તૂટી જતા અવરજવર સંપૂર્ણ બંધ થઈ છે.આ ગામ સહિત આજુબાજુના દસ ગામના લોકોને લુણાવાડા જવા માટે 10 કિલોમીટર ફરીને જવું પડતું હોય ત્યારે આ કોઝવેની મરામત કરવામાં આવે એવી માગ ગ્રામજનોમાંથી ઉઠી રહી છે. ફરીને જવાનો વારો આવ્યો પંચમહાલના શહેરા તાલુકાના મોર ઊંડારા ગામથી રમજીની નાળ થઈને લુણાવાડા તરફ જવાનો ટૂંકો માર્ગ હોવાથી આ ગામ સહિત આજુબાજુના ગામના ગ્રામજનો આ રસ્તે અવર-જવર કરવા સાથે સમયનો પણ તેઓનો બચાવ થતો હતો. ચોમાસા દરમિયાન પાનમ નદીમાં પાણી આવવાના કારણે નદી પરનો આ કૉઝવે વચ્ચેથી તૂટી જતા વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. મોર ઊંડારા તેમજ આજુબાજુ ગામના ગ્રામજનો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે તેઓ લુણાવાડા જતા હોય જેથી આ પાનમ નદી પરનો કોઝવે તૂટી જવાના કારણે ફરીને જવાનો વારો આવ્યો છે. કોઝવે પર અવર-જવર બંધ વાહન ચાલકોને બીજા રસ્તે 10 કિલોમીટર ફરીને લુણાવાડા અવરજવર કરવી પડતી હોવાથી સબંધિત તંત્ર દ્વારા આ કોઝવે ની મરામત વહેલી તકે કરવામાં આવે એવી માંગ આ વિસ્તારના જાગૃત ગ્રામજનો કરી રહ્યા હતા.જ્યારે વાહન ચાલક દિલીપ બારીઆ એ જણાવ્યું હતું કે આ નાનો પુલ તૂટી જતાં અમારે 10 કિલોમીટર વધારે ફરીને લુણાવાડા જવું પડતું હોય છે. આ નદી પરનો નાનો પુલ તૂટી ગયેલ ખાસા દિવસો થયા તેમ છતાં આની કામગીરી કરવામાં આવી નથી જેથી હું અને મારા ગામના લોકોને સાથે રાખીને જીલ્લાની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરનાર છુ, જોકે આ નદી પરનો કીઝવે તૂટી જતાં વાહનોની અવરજવર બંધ થઈ જતા ના છૂટકે અનેક ગામોના લોકોને બીજા રસ્તે જવું પડતું હોવાથી સંબંધિત તંત્ર આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને કાર તેમજ બાઈક જેવા નાના વાહનોની અવરજવર શરૂ થાય તેવી કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તે પણ અંત્યત જરૂરી લાગી રહયું છે.

Panchmahalના શહેરમાં બે ગામોને જોડતો કોઝવે તૂટયો, ગ્રામજનોને ફરીને જવાનો વારો આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચમહાલના શહેરાના મોર ઊંડારા પાસે પસાર થતી પાનમ નદી પરનો કોઝવે નદીમાં પાણી વધારે આવવાથી તૂટી જતા અવરજવર સંપૂર્ણ બંધ થઈ છે.આ ગામ સહિત આજુબાજુના દસ ગામના લોકોને લુણાવાડા જવા માટે 10 કિલોમીટર ફરીને જવું પડતું હોય ત્યારે આ કોઝવેની મરામત કરવામાં આવે એવી માગ ગ્રામજનોમાંથી ઉઠી રહી છે.

ફરીને જવાનો વારો આવ્યો

પંચમહાલના શહેરા તાલુકાના મોર ઊંડારા ગામથી રમજીની નાળ થઈને લુણાવાડા તરફ જવાનો ટૂંકો માર્ગ હોવાથી આ ગામ સહિત આજુબાજુના ગામના ગ્રામજનો આ રસ્તે અવર-જવર કરવા સાથે સમયનો પણ તેઓનો બચાવ થતો હતો. ચોમાસા દરમિયાન પાનમ નદીમાં પાણી આવવાના કારણે નદી પરનો આ કૉઝવે વચ્ચેથી તૂટી જતા વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. મોર ઊંડારા તેમજ આજુબાજુ ગામના ગ્રામજનો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે તેઓ લુણાવાડા જતા હોય જેથી આ પાનમ નદી પરનો કોઝવે તૂટી જવાના કારણે ફરીને જવાનો વારો આવ્યો છે.


કોઝવે પર અવર-જવર બંધ

વાહન ચાલકોને બીજા રસ્તે 10 કિલોમીટર ફરીને લુણાવાડા અવરજવર કરવી પડતી હોવાથી સબંધિત તંત્ર દ્વારા આ કોઝવે ની મરામત વહેલી તકે કરવામાં આવે એવી માંગ આ વિસ્તારના જાગૃત ગ્રામજનો કરી રહ્યા હતા.જ્યારે વાહન ચાલક દિલીપ બારીઆ એ જણાવ્યું હતું કે આ નાનો પુલ તૂટી જતાં અમારે 10 કિલોમીટર વધારે ફરીને લુણાવાડા જવું પડતું હોય છે. આ નદી પરનો નાનો પુલ તૂટી ગયેલ ખાસા દિવસો થયા તેમ છતાં આની કામગીરી કરવામાં આવી નથી જેથી હું અને મારા ગામના લોકોને સાથે રાખીને જીલ્લાની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરનાર છુ, જોકે આ નદી પરનો કીઝવે તૂટી જતાં વાહનોની અવરજવર બંધ થઈ જતા ના છૂટકે અનેક ગામોના લોકોને બીજા રસ્તે જવું પડતું હોવાથી સંબંધિત તંત્ર આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને કાર તેમજ બાઈક જેવા નાના વાહનોની અવરજવર શરૂ થાય તેવી કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તે પણ અંત્યત જરૂરી લાગી રહયું છે.