Panchmahal:ગ્રામપંચાયતોની ચૂંટણી માટે અંતિમ દિવસે ફોર્મ ભરવા ધસારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લાની 155 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને 111 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાનાર છે. જેના માટે ઉમેદવારી પત્ર જમા કરાવવાના અંતિમ દિવસે ઇચ્છુક દાવેદારોએ સમર્થકો સાથે વાજતે ગાજતે આવી નામાંકન પત્ર જમા કરાવ્યા હતા. આ નામાંકન પત્રની આવતીકાલે મંગળવારે ચકાસણી બાદ બુધવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇચ્છુક દાવેદારોની સંખ્યા વધુ હોવાથી ઉમેદવારોનો હાલ જાણે રાફ્ડો ફટયો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે રાજકીય ગોડ ફાધરોની દરમિયાનગિરી વચ્ચે આગામી બે દિવસમાં સમજાવટના વિવિધ પ્રયાસો થકી ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે એડીચોટીનું જોર પણ લગાડવામાં આવશે. જે બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. જોકે કેટલીક ગ્રામ પંચાયતમાં આંતરિક સમજાવટને લઈ ચૂંટણી મતદાન પ્રકિયા પૂર્વે સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ રહી છે.
સંજેલી તાલુકાની 9 પંચાયતોમાં સરપંચ માટે 38 ફોર્મ ભરાયા
સંજેલી : દાહોદ જિલ્લા ના સંજેલી તાલુકામાં 9 ગ્રામપંચાયતની ચૂંટણીનેચૂંટણીને લઈને સંજેલી તાલુંકા વહીવટી તંત્ર વ્યસ્ત બની ગયું છે, આજે ઉમેદવારી કરવા માટેની છેલ્લી તારીખ હોવાથી સંજેલી તાલુકા સેવાસદન ખાતે રાજકીય ગરમાવો જોવામળ્યો મળ્યો હતો ગામડાઓમાં વોર્ડ સભ્ય તેમજ સરપંચના ઉમેદવારો પોતાના ટેકેદારોને લઈ ડીજે અને દેશી ઢોલ વગાડતા સાથે નાચગાન કરતા તાલુકા સેવાસદન ખાતે પહોંચતાં હતાં. હાલ સરપંચ તેમજ તેના ડમી ઉમેદવારો સાથે ફોર્મ ભરાયા હતાં. જેમાં સૌથી વધુ મોલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે સંજેલી તાલુકામાં પંચાયત ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે આવતીકાલે ફોર્મ ચકાસણી અને ત્યારબાદ બુધવારે ફોર્મ પરત ખેંચાયા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
ગોધરા તાલુકાની ગવાસી ગ્રામ પંચાયત સમરસ થઈ
ગોધરા તાલુકાની ગવાસી ગ્રામ પંચાયત અલગ થયા બાદ વહીવટદારનું શાસન હતું.ગઢવી ચારણ અને બારીયા સમાજની વસ્તી ધરાવતાં ગ્રામજનોએ પોતાની ગ્રામ પંચાયત ચૂંટણી યોજાવાની હોવાથી પ્રથમ ગામમાં બેઠક યોજી હતી અને ગામના વિકાસ માટે ચૂંટણી ખર્ચ અને મતદાન પ્રક્રિયાથી દુર રહેવા નિર્ણય કર્યો હતો.ગામના યુવા કાર્યકર પ્રવીણભાઈ ગઢવી ગામના વિકાસ કાર્યોને સરપંચ બનતા પૂર્વે જ પ્રાધાન્ય આપતા હતા જેથી ગ્રામજનોએ સર્વાનુમત્તે તેઓને સરપંચ બનાવવા માટે નિર્ણય લીધો હતો જે મુજબ ઉમેદવારી પત્ર જમા કરાવવાના અંતિમ દિવસે આખરે ગવાસી ગ્રામ પંચાયતમાં એક જ ઉમેદવાર પ્રવીણભાઈ ગઢવી હોવાથી સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ હતી.પ્રવીણભાઈએ પણ પોતાના ગ્રામજનો અને મતદારોએ મુકેલા વિશ્વાસને સુપેરે નિભાવવા અને ગામમાં જરૂરી તમામ વિકાસ કાર્યો કરી એકતા જળવાઈ રહે એવા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.
લીમખેડાની 39 પંચાયતો માટે મોટીસંખ્યામાં ઉમેદવારી નોંધાઈ
દુધિયા : લીમખેડા તાલુકાની 39 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. તાલુકાની તમામ ગ્રામ પંચાયતના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે અંતિમ દિવસે તાલુકા પંચાયત ખાતે ઉમટી પડયા હતા. ઢોલ -શરણાઈ ના તાલે નાચતા ટેકેદારો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારો તથા સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના ટેકેદાર તથા વોર્ડના સભ્યો તથા ગ્રામજનો સાથે મોટી સંખ્યામાં લોકો તાલુકા પંચાયત કચેરી આગળ ઉમટી પડયા હતા. આ વખતે ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ઉમેદવારો તથા લોકોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો. કેટલીક જગ્યાએ જુના તો કેટલીક જગ્યાએ નવા શિક્ષિત ઉમેદવારો એ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. દરેક ગ્રામ પંચાયતમાં બે કે તેથી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
What's Your Reaction?






