Palitanaના 20 ગામમાં પીવાના પાણીની મોટી સમસ્યા, લોકોમાં જોવા મળ્યો ભારે રોષ

ભાવનગર જિલ્લામાં પીવાના પાણીની પારાયણ સર્જાઈ છે, ત્યારે પાલીતાણામાં શેત્રુંજી ડેમ સહિત આજુબાજુના ડેમો આ વર્ષે પણ છલોછલ છલકાયા છે, તાલુકાના ગામડાઓમાં પાણીની પારાયણ જોવા મળી છે. તંત્રની અણ આવડતના કારણે પાલીતાણા તાલુકાના 20 જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે.પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જેને લઈને સ્થાનિક આગેવાનો સહિત દ્વારા પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે, ત્યારે પીવાના પાણીની સમસ્યા સર્જાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિયાળાની શરૂઆત થતાં જ પાણીની પારાયણ જોવા મળી છે, ત્યારે હજુ ઉનાળો બાકી હોય ત્યારે જ પાણીની અનિયમિત વિતરણ કરાતા લોકોને હાલાકી પડી જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આખો દિવસ ખેડૂતો મજૂરી કરી રાત્રે પાણીની શોધમાં ગામમાં નીકળી પડે છે પાલીતાણાના રંડોળા, ભાદાવાવ, ભુંડરખા, પીપરડી, પીપરડી 1 સહિત ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે અને અનિયમિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 10 દિવસથી પાણી ન આવતું હોવાનું પણ સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે, આખો દિવસ લોકો ખેડૂતો મજૂરી કરી રાત્રે પાણીની શોધમાં ગામમાં નીકળી પડે છે, તેમજ વાહનો દ્વારા અને બેડા દ્વારા વાડી વિસ્તારમાંથી પાણી લાવવું પડી રહ્યું છે. ત્યારે વહેલી તકે પીવાનું પાણી સમયસર આપવામાં આવે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. રાજકીય આગેવાનો ગામના લોકોની મદદ કરે તેવી લોકોની માગ ત્યારે સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી છે અને રાજકીય ચૂંટાયેલા નેતાઓ દ્વારા પણ પીવાના પાણી અંગે રસ દાખવવામાં આવે તેવી માગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ત્યારે રંડોળા, ભાદાવાવ સહિત ગામોમાં પીવાના પાણીની પારાયણ સર્જાતા તંત્રની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગ્રામજનોના પાણીના આક્ષેપને લઈને પાણી પુરવઠાના અધિકારી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે મુખ્ય લાઈનમાં ભંગાણ થયું છે, જેને લઈને પાણીનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે અને પ્રશ્ન સોલ્વ કરવામાં થોડા દિવસોનો સમય લાગશે. ત્યારબાદ સમયસર ગામડાઓમાં પાણી મળી રહેશે, ત્યારે થોડા દિવસો ગામડાઓને પીવાના પાણીને લઈને સમસ્યા રહેશે.

Palitanaના 20 ગામમાં પીવાના પાણીની મોટી સમસ્યા, લોકોમાં જોવા મળ્યો ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર જિલ્લામાં પીવાના પાણીની પારાયણ સર્જાઈ છે, ત્યારે પાલીતાણામાં શેત્રુંજી ડેમ સહિત આજુબાજુના ડેમો આ વર્ષે પણ છલોછલ છલકાયા છે, તાલુકાના ગામડાઓમાં પાણીની પારાયણ જોવા મળી છે. તંત્રની અણ આવડતના કારણે પાલીતાણા તાલુકાના 20 જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે.

પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ

જેને લઈને સ્થાનિક આગેવાનો સહિત દ્વારા પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે, ત્યારે પીવાના પાણીની સમસ્યા સર્જાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિયાળાની શરૂઆત થતાં જ પાણીની પારાયણ જોવા મળી છે, ત્યારે હજુ ઉનાળો બાકી હોય ત્યારે જ પાણીની અનિયમિત વિતરણ કરાતા લોકોને હાલાકી પડી જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આખો દિવસ ખેડૂતો મજૂરી કરી રાત્રે પાણીની શોધમાં ગામમાં નીકળી પડે છે

પાલીતાણાના રંડોળા, ભાદાવાવ, ભુંડરખા, પીપરડી, પીપરડી 1 સહિત ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે અને અનિયમિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 10 દિવસથી પાણી ન આવતું હોવાનું પણ સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે, આખો દિવસ લોકો ખેડૂતો મજૂરી કરી રાત્રે પાણીની શોધમાં ગામમાં નીકળી પડે છે, તેમજ વાહનો દ્વારા અને બેડા દ્વારા વાડી વિસ્તારમાંથી પાણી લાવવું પડી રહ્યું છે. ત્યારે વહેલી તકે પીવાનું પાણી સમયસર આપવામાં આવે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

રાજકીય આગેવાનો ગામના લોકોની મદદ કરે તેવી લોકોની માગ

ત્યારે સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી છે અને રાજકીય ચૂંટાયેલા નેતાઓ દ્વારા પણ પીવાના પાણી અંગે રસ દાખવવામાં આવે તેવી માગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ત્યારે રંડોળા, ભાદાવાવ સહિત ગામોમાં પીવાના પાણીની પારાયણ સર્જાતા તંત્રની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગ્રામજનોના પાણીના આક્ષેપને લઈને પાણી પુરવઠાના અધિકારી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે મુખ્ય લાઈનમાં ભંગાણ થયું છે, જેને લઈને પાણીનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે અને પ્રશ્ન સોલ્વ કરવામાં થોડા દિવસોનો સમય લાગશે. ત્યારબાદ સમયસર ગામડાઓમાં પાણી મળી રહેશે, ત્યારે થોડા દિવસો ગામડાઓને પીવાના પાણીને લઈને સમસ્યા રહેશે.