Palika Election 2025: નવસારીના બિલીમોરામાં થશે પાલિકાની ચૂંટણી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ની ચુંટણી જાહેર થવા સાથે નવસારી જિલ્લામાં બીલીમોરા પાલિકા ની ચુંટણી પણ જાહેર થઈ છે.પાલિકાની ચુંટણી જાહેર થતા જ બીલીમોરા શહેર નો રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીની જાહેરાત સાથે જ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા શહેર ના હિત માટે ચુંટણી લડવાના દાવા શરૂ થઈ ગયા છે.જેમાં કોંગ્રેસે ભાજપ ના સાશન દરમિયાન બીલીમોરા પાલિકા નો વહીવટ સૌથી ભ્રષ્ટ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.તો બીજી તરફ ભાજપે વિકાસ કર્યો હોવાનો દાવો કર્યો છે.બે વર્ષ બાદ ચૂંટણીનવસારીના બીલીમોરામાં બે વર્ષ જેટલા સમય સુધી વહીવટદારોનું શાસન રહ્યું. હવે સ્થાનિક સ્વરાજ હેઠળ બીલીમોરા પાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ છે. આ સાથે વહીવટદારોના શાસનનો અંત આવશે. ચૂંટણી જાહેર થતાં જ સ્થાનિક સ્તરે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વખતે સ્થાનિક સ્વરાજ ચૂંટણીની મોટી લોકસભા ચૂંટણી જેમ જ તૈયારીઓ થઈ રહી છે. ઉમેદવારમાં જીત મેળવવા રસાકસીનો જંગ જોવા મળ્યો છે. તમામ પક્ષો પાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા એડીચેટીનું જોર લગાવી રહ્યા છે. સરકારે મહાનગરપાલિકા બનાવવા માટે 3 લાખની વસતિનું ધોરણ નક્કી કર્યું છે, જોકે તેમાં છૂટછાટ પણ આપી શકે છે. ચારેક વર્ષ અગાઉ નવસારી નગરપાલિકાનો વિસ્તાર વધ્યો. નવસારી નજીકના વિજલપોર અને ગામડાઓની વસતી વધતા ગામને જોડી મહાનગરપાલિકા બનાવવાની માંગ કરવામાં આવી હતી. અને 22 જૂને સરકારે આ માંગને મંજૂરી આપી. અગાઉ નવસારી અને વિજલપોર અલગ પાલિકા હતી. નવસારી-વિજલપોર નગરપાલિકામાં વોર્ડ-3 અને 9ની બેઠકો ઉમેદવારનું નિધન થતાં ખાલી થઈ હતી. સ્થાનિકોની સમસ્યાનો આવશે ઉકેલબીલીમોરા નવસારીમાં ગણદેવી તાલુકામાં આવેલ મહત્વનું શહેર છે. બીલીમોરામાં અંબિકા નદીના કિનારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ આવેલ છે. આ બોર્ડ ગાંધીનગરના હસ્તક છે. બંદરના ડક્કાઓની સ્થિતિ ખરાબ હોવાથી જેટીનો ઉપયોગ બંધ કરાયો. લોકો આ જેટીનો ઉપયોગ હરવાફરવાના સ્થળ તેમજ ગણેશ વિસર્જન દરમ્યાન કરતા હતા.પરંતુ જર્જરિત સ્થિતિના કારણે તંત્ર દ્વારા પ્રતિબંધ કરાતા સ્થાનિકો નિરાશ થયા છે. લોકોએ અનેક વખત આ સ્થાનનો વિકાસ કરવા રજૂઆત કરી છે. બિલીમોરાના સ્થાનિકો દ્વારા તેમની સમસ્યાને લઈને નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. જો કે હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો કયા ઉમેદવાર પર પસંદગી ઉતારશે?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ની ચુંટણી જાહેર થવા સાથે નવસારી જિલ્લામાં બીલીમોરા પાલિકા ની ચુંટણી પણ જાહેર થઈ છે.પાલિકાની ચુંટણી જાહેર થતા જ બીલીમોરા શહેર નો રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીની જાહેરાત સાથે જ મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા શહેર ના હિત માટે ચુંટણી લડવાના દાવા શરૂ થઈ ગયા છે.જેમાં કોંગ્રેસે ભાજપ ના સાશન દરમિયાન બીલીમોરા પાલિકા નો વહીવટ સૌથી ભ્રષ્ટ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.તો બીજી તરફ ભાજપે વિકાસ કર્યો હોવાનો દાવો કર્યો છે.
બે વર્ષ બાદ ચૂંટણી
નવસારીના બીલીમોરામાં બે વર્ષ જેટલા સમય સુધી વહીવટદારોનું શાસન રહ્યું. હવે સ્થાનિક સ્વરાજ હેઠળ બીલીમોરા પાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ છે. આ સાથે વહીવટદારોના શાસનનો અંત આવશે. ચૂંટણી જાહેર થતાં જ સ્થાનિક સ્તરે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વખતે સ્થાનિક સ્વરાજ ચૂંટણીની મોટી લોકસભા ચૂંટણી જેમ જ તૈયારીઓ થઈ રહી છે. ઉમેદવારમાં જીત મેળવવા રસાકસીનો જંગ જોવા મળ્યો છે. તમામ પક્ષો પાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા એડીચેટીનું જોર લગાવી રહ્યા છે.
સરકારે મહાનગરપાલિકા બનાવવા માટે 3 લાખની વસતિનું ધોરણ નક્કી કર્યું છે, જોકે તેમાં છૂટછાટ પણ આપી શકે છે. ચારેક વર્ષ અગાઉ નવસારી નગરપાલિકાનો વિસ્તાર વધ્યો. નવસારી નજીકના વિજલપોર અને ગામડાઓની વસતી વધતા ગામને જોડી મહાનગરપાલિકા બનાવવાની માંગ કરવામાં આવી હતી. અને 22 જૂને સરકારે આ માંગને મંજૂરી આપી. અગાઉ નવસારી અને વિજલપોર અલગ પાલિકા હતી. નવસારી-વિજલપોર નગરપાલિકામાં વોર્ડ-3 અને 9ની બેઠકો ઉમેદવારનું નિધન થતાં ખાલી થઈ હતી.
સ્થાનિકોની સમસ્યાનો આવશે ઉકેલ
બીલીમોરા નવસારીમાં ગણદેવી તાલુકામાં આવેલ મહત્વનું શહેર છે. બીલીમોરામાં અંબિકા નદીના કિનારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ આવેલ છે. આ બોર્ડ ગાંધીનગરના હસ્તક છે. બંદરના ડક્કાઓની સ્થિતિ ખરાબ હોવાથી જેટીનો ઉપયોગ બંધ કરાયો. લોકો આ જેટીનો ઉપયોગ હરવાફરવાના સ્થળ તેમજ ગણેશ વિસર્જન દરમ્યાન કરતા હતા.પરંતુ જર્જરિત સ્થિતિના કારણે તંત્ર દ્વારા પ્રતિબંધ કરાતા સ્થાનિકો નિરાશ થયા છે. લોકોએ અનેક વખત આ સ્થાનનો વિકાસ કરવા રજૂઆત કરી છે. બિલીમોરાના સ્થાનિકો દ્વારા તેમની સમસ્યાને લઈને નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. જો કે હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો કયા ઉમેદવાર પર પસંદગી ઉતારશે?