Palanpur: જાળેશ્વર મહાદવ મંદિર હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર...વાંચો ઇતિહાસ અને પૌરાણિક ગાથા
દેશ સહિત ગુજરાતમાં આપણે અનેક શિવાલયોના દર્શન તો કર્યા પરંતુ આજે એક એવા શિવાલયની વાત કરવી છે કે કે જે શિવાલયમાં સ્થાપયેલું શિવલિંગ ઝાડી ઝાંખરા વાળા ઝાળામાંથી મળી આવેલું છે. અને તેને જ કારણે આ શિવાલયનું નામ પડ્યું છે જાળેશ્વર મહાદેવ... જી હા પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામે અતિ પ્રાચીન જાલેશ્વર મહાદવનું મંદિર જે આજે હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.ત્યારે શું છે આ શિવાલયનો ઇતિહાસ શું છે પૌરાણિક ગાથા આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં..બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર થી 6 કિલોમીટરના અંતરે આવેલું સગ્રોસણા ગામ જ્યાં આવેલું છે.શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે જાળેશ્વર મહાદેવનું મંદિર... આ મંદિરમાં દિવસ દરમિયાન હજારો ભક્તો પ્રભુ શિવના દર્શનાર્થે પહોંચે છે અને સ્વયંભૂ જાડી ઝાળામાંથી પ્રગટેલા આ શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. જોકે આ શિવલિંગના દર્શનાર્થે આવતા ભક્તો પોતાની મનોકામનાઓ પણ શિવજી સમક્ષ મૂકે છે અને શિવજી ભક્તોની મનોકામના પણ પૂરી કરે છે... જોકે વર્ષો પહેલા સ્થપાયેલું આ મંદિર આજે માત્ર સાગરોસણા ગ્રામજનો માટે જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે... ભગવાન જાળેશ્વર મહાદેવના આ મંદિરમાં મહંત પૂજારી દ્વારા દિવસમાં બે વખત પૂજા અર્ચન કરવામાં આવે છે. વહેલી સવારે ચંદનથી શિવલિંગને સજાવવામાં આવે છે તો સાંજના સમયે ભસ્મથી શિવજીનો શણગાર કરવામાં આવે છે. અને સવાર સાંજ શિવજીની આરતી માટે પણ મોટી સંખ્યામાં ભક્તો મંદિર માઉન્ટે છે અને ભવ્ય વાજિંત્રો સાથે મંદિરમાં આરતી થાય છે.લોકવાયકા મુજબ ગ્રામજનોનું કહેવું છે કે અંદાજિત 400 વર્ષ પહેલા અહીંયા કોઈ ગામ નહોતું.અહીથી દૂર એક કિલો મીટર નાં અંતરે સાગ્રોસણા ગામ આવેલું હતું.આ જગ્યા એ ઘોર જંગલ અને જાડી હતી. અને એવું કહેવાય છે કે એ જંગલની અંદર ગોવાળ ગાયો ચરાવવા માટે આવતા હતા. ત્યારે એક ગાય પોતે પોતાનું દૂધ નું ઝારણ જંગલનાં એક ઝાડી ઝાંખરા વાળા જાળા ઉપર કરી નાખતી હતી. ત્યારે દરરોજ આવું ચાલતું હતું..ગોવાળ ગાયો ચરાવી ને ઘરે જાય તો ગાય દૂધ આપતી નહોતી..ત્યારે એક દિવસ ગાય એક ઝાડી ઝાંખરા વાળા જાળામાં દૂધનું ઝારણ કરતી હતી ત્યારે આ ગોવાળની નજર પડી..ત્યારે ગોવાળે આ જાળામાં તપાસ કરી તો અંદર શિવલિંગ હતું...ત્યારે ગોવાળે આ વાત પોતાના ઘરે અને ગામમાં કરી તો ગ્રામજનોએ ત્યાં જઈ જોયું તો શિવલિંગ નીકળ્યું..ત્યારે ગ્રામનોએ ત્યાં સાફ સફાઈ કરી પૂજા અર્ચના ચાલુ કરી અને ત્યાર થી આ જગ્યા જાળેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થઈ જ્યાં આજે દર્શન માત્રથી હજારો ભક્તોની મનોકામના પૂરી થાય છે..400 વર્ષ પહેલા જાળામાંથી મળી આવેલા શિવલિંગની ગામ લોકોએ પૂજા અર્ચના શરૂ કરી હતી. અને ત્યારબાદ દિવસે અને દિવસે ભક્તોની આસ્થા વધતી ગઈ અને દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા ગયા ત્યારે તેના થોડા સમય બાદ ગ્રામજનો એક નાનકડુ મંદિર બનાવ્યું અને ત્યાં પણ પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું.. ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો અને લોકોની આસ્થા વધતી ગઈ અને ત્યારબાદ 1981 માં સાગ્રોષના ગામના લોકોએ અને આજુબાજુના ભક્તજનોનાં સહયોગથી જાળેશ્વર મહાદેવના એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું....સાગ્રોસણા ગામથી એક કિલોમીટર દૂર આવેલા આ જાળેશ્વર મહાદેવના મંદિરે જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ લોકોની આસ્થામાં વધારો થતો ગયો..વિશાળ જગ્યામાં આવેલા આ ભવ્ય ભગવાન જાળેશ્વર મહાદેવના દર્શન માટે જે લોકો આવે તેની મનોકામના પૂર્ણ થતી ગઈ અને લોકોને આસ્થા અને ભક્તિ શક્તિ દિવસે વધતી ગઈ અને આજે વર્ષો જતાં અહીંયા ભક્તો નું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ભક્તો દૂરથી દર્શન કરવા માટે આવે છે અને ભગવાન જાળેશ્વર મહાદેવ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.ભોલેનાથ ની કૃપા થી ભક્તો ને ધંધા રોજગાર માં પણ સફળતા મળી હોય તેવા દાખલા છે અને આજે એ ભક્તો મુંબઈ થી આવી અને બીલીપત્ર ચડાવી જાળેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે...જાળેશ્વર મહાદેવનું આ મંદિર 400 વર્ષથી વધારે પુરાણું મંદિર છે અને સ્વયંભૂ પ્રગટ થયેલું આ શિવલિંગ અત્યારે ભક્તિ અને આસ્થા નું કેન્દ્ર બન્યું છે એક ભવ્ય મંદિરના નિર્માણ બાદ અહીંયા દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અહીંયા દર્શન કરવા આવી ધન્યતા અનુભવી રહ્યા છે.અહીંયા લોકો મોટા મોટા હવન પણ કરાવી રહ્યા છે અગાઉ પણ લઘુરુદ્ર યજ્ઞ પણ અહીંયા યોજાઈ ચૂક્યો છે અને ગ્રામજનો અને આજુબાજુના ભક્તજનોના સહયોગથી આ મંદિરની આજુબાજુ વિશાળ જગ્યામાં દાતાઓ દ્વારા ધર્મશાળા પણ બનાવવામાં આવી છે.ત્યારે અનેક ધાર્મિક અને સામાજિક પ્રસંગો પણ ભગવાન જાળેશ્વર મહાદેવના સાનિધ્ય માં યોજાય છે. અને ભક્તો પણ ભગવાન જાળેશ્વર મહાદેવની ભક્તિમા લીન થઈ શિવજીની કૃપા મેળવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશ સહિત ગુજરાતમાં આપણે અનેક શિવાલયોના દર્શન તો કર્યા પરંતુ આજે એક એવા શિવાલયની વાત કરવી છે કે કે જે શિવાલયમાં સ્થાપયેલું શિવલિંગ ઝાડી ઝાંખરા વાળા ઝાળામાંથી મળી આવેલું છે. અને તેને જ કારણે આ શિવાલયનું નામ પડ્યું છે જાળેશ્વર મહાદેવ... જી હા પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામે અતિ પ્રાચીન જાલેશ્વર મહાદવનું મંદિર જે આજે હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.ત્યારે શું છે આ શિવાલયનો ઇતિહાસ શું છે પૌરાણિક ગાથા આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં..
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર થી 6 કિલોમીટરના અંતરે આવેલું સગ્રોસણા ગામ જ્યાં આવેલું છે.શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે જાળેશ્વર મહાદેવનું મંદિર... આ મંદિરમાં દિવસ દરમિયાન હજારો ભક્તો પ્રભુ શિવના દર્શનાર્થે પહોંચે છે અને સ્વયંભૂ જાડી ઝાળામાંથી પ્રગટેલા આ શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. જોકે આ શિવલિંગના દર્શનાર્થે આવતા ભક્તો પોતાની મનોકામનાઓ પણ શિવજી સમક્ષ મૂકે છે અને શિવજી ભક્તોની મનોકામના પણ પૂરી કરે છે... જોકે વર્ષો પહેલા સ્થપાયેલું આ મંદિર આજે માત્ર સાગરોસણા ગ્રામજનો માટે જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે... ભગવાન જાળેશ્વર મહાદેવના આ મંદિરમાં મહંત પૂજારી દ્વારા દિવસમાં બે વખત પૂજા અર્ચન કરવામાં આવે છે. વહેલી સવારે ચંદનથી શિવલિંગને સજાવવામાં આવે છે તો સાંજના સમયે ભસ્મથી શિવજીનો શણગાર કરવામાં આવે છે. અને સવાર સાંજ શિવજીની આરતી માટે પણ મોટી સંખ્યામાં ભક્તો મંદિર માઉન્ટે છે અને ભવ્ય વાજિંત્રો સાથે મંદિરમાં આરતી થાય છે.
લોકવાયકા મુજબ ગ્રામજનોનું કહેવું છે કે અંદાજિત 400 વર્ષ પહેલા અહીંયા કોઈ ગામ નહોતું.અહીથી દૂર એક કિલો મીટર નાં અંતરે સાગ્રોસણા ગામ આવેલું હતું.આ જગ્યા એ ઘોર જંગલ અને જાડી હતી. અને એવું કહેવાય છે કે એ જંગલની અંદર ગોવાળ ગાયો ચરાવવા માટે આવતા હતા. ત્યારે એક ગાય પોતે પોતાનું દૂધ નું ઝારણ જંગલનાં એક ઝાડી ઝાંખરા વાળા જાળા ઉપર કરી નાખતી હતી. ત્યારે દરરોજ આવું ચાલતું હતું..ગોવાળ ગાયો ચરાવી ને ઘરે જાય તો ગાય દૂધ આપતી નહોતી..ત્યારે એક દિવસ ગાય એક ઝાડી ઝાંખરા વાળા જાળામાં દૂધનું ઝારણ કરતી હતી ત્યારે આ ગોવાળની નજર પડી..ત્યારે ગોવાળે આ જાળામાં તપાસ કરી તો અંદર શિવલિંગ હતું...ત્યારે ગોવાળે આ વાત પોતાના ઘરે અને ગામમાં કરી તો ગ્રામજનોએ ત્યાં જઈ જોયું તો શિવલિંગ નીકળ્યું..ત્યારે ગ્રામનોએ ત્યાં સાફ સફાઈ કરી પૂજા અર્ચના ચાલુ કરી અને ત્યાર થી આ જગ્યા જાળેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થઈ જ્યાં આજે દર્શન માત્રથી હજારો ભક્તોની મનોકામના પૂરી થાય છે..
400 વર્ષ પહેલા જાળામાંથી મળી આવેલા શિવલિંગની ગામ લોકોએ પૂજા અર્ચના શરૂ કરી હતી. અને ત્યારબાદ દિવસે અને દિવસે ભક્તોની આસ્થા વધતી ગઈ અને દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા ગયા ત્યારે તેના થોડા સમય બાદ ગ્રામજનો એક નાનકડુ મંદિર બનાવ્યું અને ત્યાં પણ પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું.. ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો અને લોકોની આસ્થા વધતી ગઈ અને ત્યારબાદ 1981 માં સાગ્રોષના ગામના લોકોએ અને આજુબાજુના ભક્તજનોનાં સહયોગથી જાળેશ્વર મહાદેવના એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું....
સાગ્રોસણા ગામથી એક કિલોમીટર દૂર આવેલા આ જાળેશ્વર મહાદેવના મંદિરે જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ લોકોની આસ્થામાં વધારો થતો ગયો..વિશાળ જગ્યામાં આવેલા આ ભવ્ય ભગવાન જાળેશ્વર મહાદેવના દર્શન માટે જે લોકો આવે તેની મનોકામના પૂર્ણ થતી ગઈ અને લોકોને આસ્થા અને ભક્તિ શક્તિ દિવસે વધતી ગઈ અને આજે વર્ષો જતાં અહીંયા ભક્તો નું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ભક્તો દૂરથી દર્શન કરવા માટે આવે છે અને ભગવાન જાળેશ્વર મહાદેવ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.ભોલેનાથ ની કૃપા થી ભક્તો ને ધંધા રોજગાર માં પણ સફળતા મળી હોય તેવા દાખલા છે અને આજે એ ભક્તો મુંબઈ થી આવી અને બીલીપત્ર ચડાવી જાળેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે...
જાળેશ્વર મહાદેવનું આ મંદિર 400 વર્ષથી વધારે પુરાણું મંદિર છે અને સ્વયંભૂ પ્રગટ થયેલું આ શિવલિંગ અત્યારે ભક્તિ અને આસ્થા નું કેન્દ્ર બન્યું છે એક ભવ્ય મંદિરના નિર્માણ બાદ અહીંયા દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અહીંયા દર્શન કરવા આવી ધન્યતા અનુભવી રહ્યા છે.અહીંયા લોકો મોટા મોટા હવન પણ કરાવી રહ્યા છે અગાઉ પણ લઘુરુદ્ર યજ્ઞ પણ અહીંયા યોજાઈ ચૂક્યો છે અને ગ્રામજનો અને આજુબાજુના ભક્તજનોના સહયોગથી આ મંદિરની આજુબાજુ વિશાળ જગ્યામાં દાતાઓ દ્વારા ધર્મશાળા પણ બનાવવામાં આવી છે.ત્યારે અનેક ધાર્મિક અને સામાજિક પ્રસંગો પણ ભગવાન જાળેશ્વર મહાદેવના સાનિધ્ય માં યોજાય છે. અને ભક્તો પણ ભગવાન જાળેશ્વર મહાદેવની ભક્તિમા લીન થઈ શિવજીની કૃપા મેળવી રહ્યા છે.