Padra:તેજસ સોસા.માં રવિવારે રખડતાં ઢોરે મચાવેલું ઘમસાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. રવિવારે બપોરે બનેલી એક ઘટનાએ નાગરિકોને ગભરાવી દીધા હતા.
નગરની તેજસ સોસાયટીમાં એક રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો હતો. ઢોરે સોસાયટીના પ્રવેશદ્વારથી લઈ અંદરના માર્ગો સુધી ઘમાસાણ મચાવી દીધું હતું. એક કલાક સુધી સોસાયટીજનોને ઘરોમાં જ બંધાઈ રહેવું પડયું હતું.
તંત્ર પહોંચ્યું નહીં, અંતે ઢોરનું મોત :
સોસાયટીજનો દ્વારા તાત્કાલિક તંત્રને જાણ કરાઇ હતી, પરંતુ એક કલાક સુધી કોઈ સંસ્થા સ્થળ પર પહોંચી શકી ન હતી. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે અંતે આ ઢોરનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
નાગરિકોમાં રોષ, સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ :
આ ઘટનાના વિડિયો સોસાયટીજનો દ્વારા સોશિયલ મીડિયા પર શેર થતાં જ શહેરભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. નાગરિકોનો સવાલ છે કે રખડતા ઢોરના કારણે થયેલ નુકસાનની ભરપાઈ કોણ કરશે ?
નગરમાં વિવિધ સમસ્યાને લઇ પાલિકા વિરુદ્ધ રોષ :
પાદરા માં માત્ર સોસાયટી જ નહીં મુખ્ય માર્ગો અને શાળાની બહાર પણ રખડતા ઢોર જોવા મળે છે. પાદરા-જંબુસર રોડ, પાદરા-વડોદરા હાઈવે પર ઢોરને કારણે ટ્રાફ્કિજામ થાય છે. અકસ્માતો થાય છે. લોકોમાં રોષ ફેલાયો છે.
What's Your Reaction?






