OMG ! Bavlaના ઢેઢાલ ગામે ગટરનુ પાણી ઓવરફલો થતા ઘરોમાં ઘુસ્યા પાણી

વિના વરસાદે બાવળા તાલુકાના ઢેઢાલ ગામમાં ભરાયુ પાણી ઢીચણ સમાન પાણી ભરાતા ગામજનો પરેશાન વાહનો પણ પાણીમાં ડૂબતા હોય તેવી સ્થતિ અમદાવાદના બાવળા તાલુકાના ઢેઢાલ ગામે ગટરનું પાણી ઓવરફલો થતા ઘરોમાં તેમજ આખા ગામમાં આ પાણી ઘુસી ગયા છે,તમને જોતા એમ લાગશે કે આ ગામમાં વરસાદી પાણી ભરાયા છે,પરંતુ આ વરસાદી પાણી નથી ગટરના પાણી છે.તળાવ ઓવરફલો થતા ગટરનું પાણી તેમાં ભળી જતા આખા ગામમાં દુર્ગંધ મારી રહી છે. સમગ્ર ગામમાં પાણી જ પાણી હાલ વરસાદની સિઝન ચાલી રહી છે,ત્યારે તમે વરસાદી પાણી તો ભરાતા જોયા હશે,આજે તમને એવુ ગામ બતાવીશું કે જયાં વરસાદી નહી પણ ગટરનું પાણી ભરાયું છે,ગામમાં રહેલુ તળાવ ઓવરફલો થતા જયાં જુઓ ત્યા માત્ર ગટરનું પાણી જોવા મળી રહ્યું છે.ગામની શાળા હોય કે આંગણવાડી સમગ્ર ગામમાં દુર્ગંધ મારી રહી છે સાથે સાથે પાણી ભરાઈ ગયા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,ઘરની બહાર નિકળી શકાતુ નથી અને ઘરમાં પાણી ઘુસી જતા ડોલ વડે પાણી બહાર કાઢવુ પડે છે. નથી દેખાયુ કોઈ સ્થાનિક તંત્ર સંદેશ ન્યૂઝની ટીમ આ ગામની મુલાકાતે પહોંચ્યું હતુ,ત્યાં જઈને જોયું તો ગામલોકોની સ્થિતિ અત્યંત દયનીય હતી કેમ કે,ગામમાં ગટરના પાણી ઉભરાઈને ફરી વળ્યા હતા,સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા કોઈ જોવા આવ્યું નથી કે કોઈ પૂછવા પણ આવ્યું નથી,સ્થિતિ એટલી ખરાબ છે કે રાત્રીના સમયે સુઈ પણ શકાતુ નથી,તો તંત્ર ગામમા પહોંચે અને સ્થાનિકોને તાત્કાલિક અસરથી મદદ કરે તે જરૂરી બન્યું છે.ગામમાં શાળા આવેલી છે તેમાં પણ બાળકો ગટરના પાણીમાં બેસીને ભણી રહ્યાં છે. રોગચાળો ફેલાવાની શકયતા વરસાદી પાણી ભરાયા હોત તો સારૂ પણ આ તો ગટરના પાણી ભરાયા છે,જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે જો આ પાણી ઉતરશે નહી તો ઘરે ઘર માંદગીના ખાટલા થશે અને લોકો વધુ બિમાર પડશે,તો તંત્ર દ્રારા કોઈ કામગીરી કરાઈ નથી,અને આ પાણી કયાથી આવ્યુ તેને લઈ તંત્ર કોઈ જવાબ આપતું નથી,અગામી સમયમાં જો આ પાણીનો નિકાલ કરવામાં નહી આવે તો ગ્રામજનોએ ધરણા કરવાની ચિમકી ઉચ્ચારી છે.

OMG ! Bavlaના ઢેઢાલ ગામે ગટરનુ પાણી ઓવરફલો થતા ઘરોમાં ઘુસ્યા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિના વરસાદે બાવળા તાલુકાના ઢેઢાલ ગામમાં ભરાયુ પાણી
  • ઢીચણ સમાન પાણી ભરાતા ગામજનો પરેશાન
  • વાહનો પણ પાણીમાં ડૂબતા હોય તેવી સ્થતિ

અમદાવાદના બાવળા તાલુકાના ઢેઢાલ ગામે ગટરનું પાણી ઓવરફલો થતા ઘરોમાં તેમજ આખા ગામમાં આ પાણી ઘુસી ગયા છે,તમને જોતા એમ લાગશે કે આ ગામમાં વરસાદી પાણી ભરાયા છે,પરંતુ આ વરસાદી પાણી નથી ગટરના પાણી છે.તળાવ ઓવરફલો થતા ગટરનું પાણી તેમાં ભળી જતા આખા ગામમાં દુર્ગંધ મારી રહી છે.

સમગ્ર ગામમાં પાણી જ પાણી

હાલ વરસાદની સિઝન ચાલી રહી છે,ત્યારે તમે વરસાદી પાણી તો ભરાતા જોયા હશે,આજે તમને એવુ ગામ બતાવીશું કે જયાં વરસાદી નહી પણ ગટરનું પાણી ભરાયું છે,ગામમાં રહેલુ તળાવ ઓવરફલો થતા જયાં જુઓ ત્યા માત્ર ગટરનું પાણી જોવા મળી રહ્યું છે.ગામની શાળા હોય કે આંગણવાડી સમગ્ર ગામમાં દુર્ગંધ મારી રહી છે સાથે સાથે પાણી ભરાઈ ગયા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,ઘરની બહાર નિકળી શકાતુ નથી અને ઘરમાં પાણી ઘુસી જતા ડોલ વડે પાણી બહાર કાઢવુ પડે છે.


નથી દેખાયુ કોઈ સ્થાનિક તંત્ર

સંદેશ ન્યૂઝની ટીમ આ ગામની મુલાકાતે પહોંચ્યું હતુ,ત્યાં જઈને જોયું તો ગામલોકોની સ્થિતિ અત્યંત દયનીય હતી કેમ કે,ગામમાં ગટરના પાણી ઉભરાઈને ફરી વળ્યા હતા,સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા કોઈ જોવા આવ્યું નથી કે કોઈ પૂછવા પણ આવ્યું નથી,સ્થિતિ એટલી ખરાબ છે કે રાત્રીના સમયે સુઈ પણ શકાતુ નથી,તો તંત્ર ગામમા પહોંચે અને સ્થાનિકોને તાત્કાલિક અસરથી મદદ કરે તે જરૂરી બન્યું છે.ગામમાં શાળા આવેલી છે તેમાં પણ બાળકો ગટરના પાણીમાં બેસીને ભણી રહ્યાં છે.

રોગચાળો ફેલાવાની શકયતા

વરસાદી પાણી ભરાયા હોત તો સારૂ પણ આ તો ગટરના પાણી ભરાયા છે,જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે જો આ પાણી ઉતરશે નહી તો ઘરે ઘર માંદગીના ખાટલા થશે અને લોકો વધુ બિમાર પડશે,તો તંત્ર દ્રારા કોઈ કામગીરી કરાઈ નથી,અને આ પાણી કયાથી આવ્યુ તેને લઈ તંત્ર કોઈ જવાબ આપતું નથી,અગામી સમયમાં જો આ પાણીનો નિકાલ કરવામાં નહી આવે તો ગ્રામજનોએ ધરણા કરવાની ચિમકી ઉચ્ચારી છે.