Navsari Rain: દેશરા વિસ્તારમાં 20 લોકો ફસાયા, ફાયર વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યુ
નવસારી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છેખેરગામ તાલુકામાં તો 6 કલાકમાં 9 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો ઈંટના ભઠ્ઠામાં 20 લોકો ફસાયા હતા આજે નવસારી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. શહેરમાં ધોધમાર વરસ્યો છે. ખેરગામ તાલુકામાં તો 6 કલાકમાં 9 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે નવસારીના બીલીમોરામાં અનેક લોકો ફસાયા હોવાની ઘટના પણ સામે આવી છે. ઈંટના ભઠ્ઠામાં ફસાયેલા લોકોનું સ્પીડ બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ નવસારીના બીલીમોરામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. બીલીમોરા શહેરના દેશરા વિસ્તારમાં આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યુ છે. ઈંટના ભઠ્ઠામાં 20 લોકો ફસાયેલા હતા, તેમને બીલીમોરા પાલિકાના ફાયર વિભાગે રેસ્કયુ સલામત સ્થળે ખસેડ્યા છે. આ ફસાયેલા લોકોનું સ્પીડ બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે તથા પૂર્ણા નદીના જળસ્તર વધતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે. લાઉડ સ્પીકર દ્વારા શાંતાદેવી રોડ, બંદર રોડ વિસ્તારના લોકોને ખસી જવા સૂચના આપવામાં આવી છે. ઉપરવાસ સહિત જિલ્લાભરમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. વલસાડમાં ભારે વરસાદના કારણે ખાડીમાં આવ્યું પૂર ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડના પાડી નજીકથી પસાર થતી ખાડીમાં પૂર આવ્યું છે. પારડી ભેંસલાપાડથી પરિયા જતી ખાડી પર પાણી ફરી વળ્યા છે, જેને પગલે ડુંગરી, દસવાડા પરિયા વગેરે જેવા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે બીજી તરફ વરસાદ હજુ પણ ચાલુ છે, જેના કારણે પાણી વધી રહ્યું છે. વહેલી સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં મેઘરાજા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા છે. જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક નદી, નાળા અને ડેમો પાણીથી છલકાઈ ઉઠ્યા છે અને ઘણા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નવસારી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
- ખેરગામ તાલુકામાં તો 6 કલાકમાં 9 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો
- ઈંટના ભઠ્ઠામાં 20 લોકો ફસાયા હતા
આજે નવસારી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. શહેરમાં ધોધમાર વરસ્યો છે. ખેરગામ તાલુકામાં તો 6 કલાકમાં 9 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે નવસારીના બીલીમોરામાં અનેક લોકો ફસાયા હોવાની ઘટના પણ સામે આવી છે.
ઈંટના ભઠ્ઠામાં ફસાયેલા લોકોનું સ્પીડ બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ
નવસારીના બીલીમોરામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. બીલીમોરા શહેરના દેશરા વિસ્તારમાં આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યુ છે. ઈંટના ભઠ્ઠામાં 20 લોકો ફસાયેલા હતા, તેમને બીલીમોરા પાલિકાના ફાયર વિભાગે રેસ્કયુ સલામત સ્થળે ખસેડ્યા છે. આ ફસાયેલા લોકોનું સ્પીડ બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર
ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે તથા પૂર્ણા નદીના જળસ્તર વધતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે. લાઉડ સ્પીકર દ્વારા શાંતાદેવી રોડ, બંદર રોડ વિસ્તારના લોકોને ખસી જવા સૂચના આપવામાં આવી છે. ઉપરવાસ સહિત જિલ્લાભરમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે.
વલસાડમાં ભારે વરસાદના કારણે ખાડીમાં આવ્યું પૂર
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડના પાડી નજીકથી પસાર થતી ખાડીમાં પૂર આવ્યું છે. પારડી ભેંસલાપાડથી પરિયા જતી ખાડી પર પાણી ફરી વળ્યા છે, જેને પગલે ડુંગરી, દસવાડા પરિયા વગેરે જેવા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે બીજી તરફ વરસાદ હજુ પણ ચાલુ છે, જેના કારણે પાણી વધી રહ્યું છે.
વહેલી સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ
તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં મેઘરાજા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા છે. જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક નદી, નાળા અને ડેમો પાણીથી છલકાઈ ઉઠ્યા છે અને ઘણા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.