Navsariમાં વંદે ભારત ટ્રેનને મળ્યું સ્ટોપેજ, સી.આર. પાટીલે બતાવી લીલીઝંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારી જિલ્લા માટે એક સારા સમાચાર છે. કારણ કે હવેથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ નવસારી ખાતે પણ રહેશે. આ નવા સ્ટોપેજની શરૂઆત કરવા માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ ખાસ સુરતથી વંદે ભારત ટ્રેનમાં નવસારી આવ્યા હતા. નવસારી રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં તેમણે ટ્રેનને લીલીઝંડી બતાવીને આગળ રવાના કરી હતી.
સી.આર.પાટીલે ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી
આ સ્ટોપેજ માટે ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. ખાસ કરીને અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ માટે પણ રજૂઆતો થઈ રહી હતી. આ નવું સ્ટોપેજ નવસારી અને આસપાસના વિસ્તારના લોકોને હાઈ-સ્પીડ ટ્રેન સેવા પૂરી પાડશે. જેનાથી તેમની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે.
આગામી સમયમાં નવસારીને અન્ય ટ્રેનોનું મળશે સ્ટોપેજ
સી.આર. પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ માત્ર શરૂઆત છે અને આગામી સમયમાં નવસારીને અન્ય મહત્વની ટ્રેનોનું પણ સ્ટોપેજ મળશે. આ નિર્ણયથી નવસારીનું રેલવે નેટવર્ક વધુ મજબૂત બનશે અને શહેરના વિકાસમાં તે એક મહત્વનો ભાગ ભજવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો.
What's Your Reaction?






