Narmada:તબક્કાવાર પાણી છોડાતા શિનોર ખાતે નર્મદા બે કાંઠે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયા બાદ 3 થી 4 કલાકે શિનોર, કરજણમાં જોવા મળે છે. નર્મદા નદીની જળસપાટીમાં વધારો જોવા મળ્યો હતો.
સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને 3.35 મીટર સુધી નર્મદા નદીમાં કુલ 3,95,000 લાખ ક્યુસેક પાણી વહેતુ થતાં નર્મદા નદી ગાંડીતુર બની હતી. શિનોર ભંડારેશ્વર મહાદેવ મંદિરના 100 માંથી ફ્ક્ત 30 પગથિયાં બહાર રહ્યાં હતા. જ્યારે 70 પગથિયાં નર્મદા નદીના પાણીમાં ગરકાવ થયા હતા. નર્મદા નદીના પાણીમાં જોવા કરંટ જોવા મળ્યો હતો. શિનોર બુશા ફળિયાનો ઘાટ, ગોલવાડ ઘાટ, માલસર સત્યનારાયણ મંદિર પાસે આવેલ ઘાટસહિત ના તમામ ઘાટે નર્મદા નદીના પાણીનું સ્તર વધારે ઉપર જોવા મળ્યું હતું. શિનોર, કરજણ તાલુકાના નર્મદા નદી કાંઠાના પ્રભાવિત ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.
What's Your Reaction?






