Nadiad : પીપલગમાંથી 1.40 કરોડનો વિદેશી દારૂ જપ્ત

Oct 7, 2026 - 01:00
Nadiad : પીપલગમાંથી 1.40 કરોડનો વિદેશી દારૂ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નડિયાદના પીપલગમાંથી અધધધ.1.40 કરોડનો વિદેશી દારુ ભરેલ ગોડાઉન એલસીબી પોલીસે ઝડપી પાડયું છે. તપાસ દરમિયાન તારાપુરના બુટલેગરે પીપલગમાં એક એન.આર.આઈ.નું ગોડાઉન ભાડે રાખીને દારુનો મોટો જથ્થો ઉતાર્યો હતો. જેની ગંધ એલસીબી પોલીસને આવી જતા પોલીસે દારુનો મોટો જથ્થો ઝડપી પાડી સાથે એક ઈસમની પણ ધરપકડ કરી છે. દરમિયાન પટેલ વાડીની સામે નવદુર્ગા કોમર્સિયલ રેસીડેન્સીની પાછળ આવેલ એક ગોડાઉનમાં તપાસ કરી હતી. જ્યાંથી વિદેશી દારુની અસંખ્યા પેટીઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દારુ કોનો છે તે તપાસ કરવા માટે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જ્યાં સીસીટીવીમાં તા.5 ઓકટોબરના રોજ સવારના સમયે એક ટ્રક તથા એક્ટીવા પર ત્રણ ઈસમો કેદ થવા પામ્યા હતા. સીસીટીવી ફુટેજ પરથી પોલીસે એક્ટીવા પર આવેલ ઈસમ બળવંત જયંતિભાઈ પરમાર (રહે.ભાથીજી ફળીયું, તારાપુર) હોઈ પોલીસની એક ટીમે બળવંતને દબોચી લીધો હતો. જેની પુછતાછ કરતાં તારાપુરમાં રહેતો રાજેન્દ્ર ઉર્ફે ભાણો નવનીતભાઈ જયસ્વાલનો દારુ છે, અને તેની સાથે અગાઉ દારુના ધંધામાં કામ કરતા રાજસ્થાનના રાહુલે આ દારુ ભરેલ ટ્રક આજે વહેલી સવારે મોકલી આપી હતી. જેથી રાજેન્દ્રના કહેવાથી એક્ટીવા પર પોતે તથા અન્ય બે મદદગાર વિજય નટુભાઈ રાઠોડ (રહે.દંતાલી, વસો) તથા લક્ષ્મણ (રહે.બોચાસણ) સ્થળ પર આવ્યા હતા. અને ભાડે રાખેલ ગોડાઉનમાં દારુ ભરેલ ટ્રકને ખાલી કરી હતી. પોલીસે કુલ 39816 નંગ વિદેશી દારુની બોટલ (કિંમત રુ. 1.40 કરોડ)નો વિદેશી દારુનો જથ્થો કબજે લીધો હતો. તથા દારુ પ્રકરણમાં સંડોવાયેલ બળવંત પરમાર, રાહુલ, રાજેન્દ્ર જયસ્વાલ, ટ્રકનો ચાલક, વિજય રાઠોડ, લક્ષ્મણ વિરુદ્ધ નડિયાદ રુરલ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0