Nadiadમાં સરદાર પટેલના ગામમાં NRIએ ધામધૂમ પૂર્વક કરી ઉતરાયણની ઉજવણી

Jan 14, 2025 - 16:30
Nadiadમાં સરદાર પટેલના ગામમાં NRIએ ધામધૂમ પૂર્વક કરી ઉતરાયણની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નડિયાદમાં સરદાર વલ્લભાભાઈ પટેલના ગામમાં ધામધૂમપૂર્વક ઉત્તરાયણ તહેવારની ઉજવણી થઈ રહી છે. પતંગનો અનેરો ઉત્સવ એટલે ઉત્તરાયણની ઉજવણી કરવા દેશ-વિદેશથી લોકો ગુજરાત આવે છે. અત્યારે ઘણા વિદેશીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ગાંધીજીના ગુજરાતમાં આજે NRI મહેમાનોએ સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા. આજે નડિયાદમાં વલ્લભભાઇના જન્મસ્થળ દેસાઇ વગો પોળમાં NRI ઉત્તરાયણ પર્વનો અનેરો આનંદ લઈ રહ્યા છે.

વતનમાં ઉત્તરાયણની ઉજવણી

NRI લોકોએ વતનમાં ઉત્તરાયણની ઉજવણી કરી. નડીયાદના વતની અને વિદેશમાં સ્થાયી થયેલા લોકો આજે તહેવારની ઉજવણી કરવા ફરી પાછી વતન તરફ મીટ માંડી.નડિયાદના પોળ વિસ્તારમાં NRI ઉતરાયણની ઉજવણી કરી. આજે સવારથી જ વાતાવરણ વધુ ખુશનુમા રહ્યુ. આથી પતંગ રસિયાને પતંગ ચગાવવાની બહુ મજા આવી રહી છે.સારા પવનને લીધે વિદેશીઓને આ વખતે પતંગ ચગાવવાની વધુ મજા આવશે. તેમનો વતનનો ફેરો ફોગટ નહીં જાય અને ઉલ્લાસપૂર્વક આનંદ માણી શકશે. વગો પોળમાં આવેલ NRI મહેમાનોએ પતંગ ચગાવવા સાથે મ્યુઝિકના તાલે ડાન્સ અને ગરબા સાથે ઉત્તરાયણ તહેવારની ઉજવણી કરી. વગો પોળમાં NRIનું આગમન એ સાબિત કરે છે કે ભલે NR થયા પરંતુ ખુશીના અવસરમાં તો આખરે માદરે વતન જ યાદ આવે છે.


સરદાર વલ્લભભાઈ પટેલ 

આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ અને નડીયાદનો અતૂટ સંબંધ રહ્યો છે. નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો અને તેમણે શિક્ષણ પણ અંહીથી જ પ્રાપ્ત કર્યું હતું. ખેડા સત્યાગ્રહની શરૂઆત પણ અંહીથી જ થઈ હતી. તો નડિયાદ જ એ સ્થાન છે જ્યાં ગાંધી બાપુએ સરદાર પટેલને વીર વલ્લભનું બિરુદ આપ્યું હતું. વગો પોળ સરદાર પટેલનું મોસાળ છે જ્યાં તેમનો જન્મ થયો હતો. ભારતને સ્વતંત્રતા અપાવવા તેમજ જુદા-જુદા રજવાડાઓને એક કરવામાં સિંહ ફાળો આપનાર સરદાર પટેલની યાદમાં વગોમાં આવેલા તેમના જન્મ સ્થળની ખૂબ જતનથી સાચવણી કરવામાં આવી રહી છે.

તહેવારમાં સુરક્ષાનું ધ્યાન

રાજ્યમાં આજે ઉતરાયણની ઉજવણીમાં અનેક સ્થાનો પર ઘટના બનતા રંગમાં ભંગ પડ્યો. આજે કેટલાક સ્થાનો પર અકસ્માત નોંધાયા. આજે રાજ્યમાં એક બાળકી અને વૃદ્ધા અગાસી પરથી પટકાયા.બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તો એક યુવાનનું ગળું દોરીથી કપાઈ જતા ગંભીર ઇજા પંહોચી. ઉત્તરાયણ તહેવારને લઈને પોલીસે સુરક્ષાના ભાગરૂપે જાહેરમાર્ગ પર પતંગ ચડાવવાને લઈને નિયમો લાદ્યા છે. કોઈને ઇજા કે હાનિ ના પંહોચે તે રીતે જાહેરમાર્ગ પર પતંગ માટે લૂંટ નહીં કરાય. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0