Morbi News: નાના દહિસરા ગામે મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી, રૂ.40 હજારના 13 ચાંદીના છત્રો ચોરાયા

May 31, 2026 - 23:30
Morbi News: નાના દહિસરા ગામે મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી, રૂ.40 હજારના 13 ચાંદીના છત્રો ચોરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાંથી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતી એક ઘટના સામે આવી છે. તાલુકાના નાના દહિસરા ગામે આવેલા સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે તસ્કરોએ ત્રાટકીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અજાણ્યા તસ્કરો મંદિરમાંથી માતાજીના ચાંદીના ૧૩ છત્રોની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

અજાણ્યો તસ્કર ચાંદીના છત્રો ચોરી ગયો

નાના દહિસરા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં રાત્રિના સમયે એક અજાણ્યો ઇસમ ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. તસ્કરે મંદિરમાં ગર્ભગૃહ પાસે રાખેલા માતાજીના પવિત્ર ચાંદીના 13 છત્રો પર હાથ સાફ કર્યો હતો. ચોરાયેલા આ 13 છત્રોનું કુલ વજન અંદાજે 400 ગ્રામ જેટલું થાય છે, જેની બજાર કિંમત આશરે રૂ.40,000 જેટલી આંકવામાં આવી છે. સવારે જ્યારે પૂજારી અને ભક્તો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

માળિયા મિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી

મંદિરમાં થયેલી આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં અજાણ્યો શખ્સ ચોરી કરતો સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે, જે વીડિયો હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. આ મામલે મંદિર પ્રશાસન દ્વારા માળિયા મિયાણા પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ સત્તાવાર ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0