Morbi: લાફા કાંડ AAPનો પીછો નથી મુકી રહ્યું, રાજનગરમાં એક સભામાં યુવકે સ્ટેજ પરના નેતાને પ્રશ્નો કરતા યુવકને લાફો ઝીંક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીમાં AAPની સભામાં યુવકને લાફો મારતા વિવાદ થયો છે. આ મામલે ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધવા માટે મોરબી એ-ડિવિઝન પોલીસમાં અરજી કરી છે. રાજનગરમાં સભામાં પ્રશ્નો કરતા યુવકને લાફો ઝીંક્યો હતો. AAPના કાર્યકરે રજૂઆત કરનારને લાંફો માર્યો હતો. ભોગ ભોગ બનનાર યુવકે સ્ટેજ પર બેઠેલા નેતાઓના ઇશારે મને માર મારવામાં આવ્યો તેવો આક્ષેપ કર્યો છે.
મોરબીમાં AAPની સભામાં યુવકને લાફો મારતા વિવાદ
રાજનગરમાં યોજાયેલી સભામાં એક યુવકે આપના નેતાને સવાલ કરતા યુવકને આપના કાર્યકરને લાફો માર્યો હતો. સભામાં નેતાને સવાલ કર્યા તો આપના કાર્યકરોએ મને મારવામાં આવ્યો છે. આપના લોકો અફવા ફેલાવે છે કે આ ભાઈ નશો કરીને સભામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
યુવકને આપના કાર્યકરને લાફો માર્યો
મોરબી એ-ડિવિઝન પોલીસમાં યુવકે સભામાં લાફો મારવાની ઘટનમાં અરજી કરી છે. તેની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આમ આદમી પાર્ટી લાફા કાંડમાં ફસાતી હોય તેવું લાગી રહ્યું છે. અગઉ આપના ધારાસભ્ય ચૈતર વસાવા લાફા કાંડમાં ફસાઈ ચૂક્યા છે. કે જેઓ હજુ સુધી જેલમાં છે. તેવી જ રીતે આ તો જાહેરમાં લાફો મારવાની ઘટના બની છે. તો આમાં ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું.
What's Your Reaction?






