Morbi : જેતપર ખેડૂત આંદોલનકારીઓના કારખાનાઓ પર સરકારી એજન્સીઓ ત્રાટકી, સરકાર સામે આંદોલન દબાવવાનો આક્ષેપ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબી જિલ્લામાં ખેડૂત આંદોલનની આગ વધુ તીવ્ર બની રહી છે. જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે, ત્યારે અચાનક જ આંદોલનની આગેવાની કરી રહેલા અગ્રણીઓના ધંધા-રોજગાર પર સરકારી એજન્સીઓએ સકંજો કસવાનું શરૂ કર્યું છે. જેતપર ખેડૂત આંદોલન સમિતિના સક્રિય સભ્ય વૈભવ અમૃતિયાના વિવિધ કારખાનાઓ પર સરકારી વિભાગો દ્વારા ઓચિંતી તપાસનો ધમધમાટ શરૂ કરાતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે.
વિવિધ સરકારી વિભાગોની ટીમોની તપાસ
મળતી વિગતો અનુસાર, માત્ર ખાણ-ખનીજ વિભાગ જ નહીં, પરંતુ મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગોની ટીમો આંદોલનકારીઓના એકમો પર તપાસ માટે ત્રાટકી છે.
રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર ખાતે પણ કડક તપાસ
ઉલ્લેખનિય છે કે આ અગાઉ ગતરોજ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર ખાતે પણ કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. સરકારી એજન્સીઓની આ આક્રમક કાર્યવાહીને પગલે આંદોલનકારીઓ અને સ્થાનિક ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે. રાજ્ય સરકાર સામે ગંભીર અને સીધા આક્ષેપો
આ સરકારી એક્શનને પગલે આંદોલન સમિતિના સભ્યોએ રાજ્ય સરકાર સામે ગંભીર અને સીધા આક્ષેપો કર્યા છે. ખેડૂતોનો દાવો છે કે, આ તપાસ માત્ર કાયદેસરની પ્રક્રિયા નથી પરંતુ તેમના ન્યાયી આંદોલનને સામ, દામ, દંડ અને ભેદની નીતિથી દબાવી દેવાનો એક પૂર્વયોજિત પ્રયાસ છે. ખેડૂત નેતાઓનો અવાજ રૂંધવા માટે જ સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ડરનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે.ખેડૂતોએ પીડિત સભ્યોને પોતાનું જાહેર સમર્થન જાહેર કર્યું
જો કે, તંત્રની આ ભીંસ સામે ઝૂકવાને બદલે મોરબીના સ્થાનિક ખેડૂતો વધુ મજબૂતાઈથી એકજૂથ થયા છે. ખેડૂતોએ સોશિયલ મીડિયા પર આક્રમક વિડિયો સંદેશા વાયરલ કરીને આંદોલન સમિતિના પીડિત સભ્યોને પોતાનું જાહેર સમર્થન જાહેર કર્યું છે. ખેડૂતોની એકતાના આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોરબી પંથકના રાજકારણમાં અને વહીવટી આલમમાં ગરમાવો આવી ગયો છે.
: Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

