Morbiમાં પાણી ભરેલા ખાડામાં મહિલા ધડામ દઈને પડી, પાલિકાની મોટી બેદરકારી આવી સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીમાં પાણી ભરેલા ખાડામાં મહિલા પડી છે, વાહન લઈને મહિલા જઈ રહી હતી તે દરમિયાન ખાડામાં વાહન ફસાયું અને મહિલા નીચે પડી હતી, સમગ્ર ઘટનાને લઈ વીડિયો વાયરલ થયો છે, મોરબીના આલાપ રોડ પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, ખાડામાં પડેલી મહિલાએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો.
મોરબીમાં મહિલા ખાડામાં પડી
મોરબી શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, તો ઘણી જગ્યાએ ખાડામાં પાણી ભરાતા સ્થાનિકોને ખાડા ના દેખાય તે સ્વભાવિક છે, આવી જ ઘટના મોરબીના આલાપ રોડ પર બની હતી જયાં મહિલા વાહન લઈને જઈ રહી હતી તે દરમિયાન ખાડો ના દેખાતા તે ખાડામા પડી હતી અને પગના ભાગે ઈજા પહોંચી હતી, સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોએ મહિલાને ખાડામાંથી બહાર કાઢી હતી.
પાણી ભરેલ ખાડામાં વાહન ચાલક મહિલા પડી જતા રોષ વ્યક્ત કર્યો
કોર્પોરેશન હોય કે પાલિકા હોય જયારે પ્રિ-મોન્સૂન પ્લાનની વાત સામે આવે ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે પરંતુ કરોડો રૂપિયા કયા વપરાય છે તે તો પાલિકા જ જાણે, જો પ્રિ-મોન્સૂન પ્લાનની સરખી કામગીરી થતી હોય તો આવી ઘટનાઓ ના બને, સામાન્ય વરસાદમાં પાણી ભરાવા અને ખાડા પડી જવા એ સામાન્ય વાત થઈ છે અને તેનો ભોગ સ્થાનિકો બનતા હોય છે, મોરબી નગર પાલિકાના કારણે એક મહિલા ખાડામાં પડી તો તે ખાડો પણ પાલિકાએ પૂર્યો નથી.
What's Your Reaction?






