Morbiના વાંકેનર પાસે પુલમાં પડયું ગાબડું, રોડને અપાયું ડાયવર્ઝન

મોરબીના વાંકાનેર પાસે પુલમાં ગાબડું પડતા રોડને ડાયવર્ઝન અપાયું છે,34 વર્ષ પુલનું નિર્માણ કરાયુ છે અને ત્યારબાદ નાનું મોટું સમારકામ આ બ્રિજ પર કરવામાં આવ્યું છે.10 મીટર લાંબુ ગાબડું પડતા લોકોને હેરાનગતિ થઈ રહી છે,સ્થાનિકોનું કહેવું છે કે હાલમાં નાનું ઝાડ સલામતી રૂપે ત્યાં મૂકવામાં આવ્યું છે એટલે કોઈ જાનહાની થાય નહી. ગોળ આકારનું પડયું ગાબડું વાંકાનેરના જુના બ્રિજ પર ગાબડું પડતા લોકોને હેરાનગતિ થઈ ગઈ છે,અચાનક સવારના સમયે ગાબડું પડયું છે જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,તંત્ર દ્રારા હાલમાં કોઈ સમારકામની કામગીરી કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે,હાલ બ્રિજની એક સાઈડ બંધ કરી દેવામાં આવી છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે,34 વર્ષ પહેલા આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન હસ્તક બ્રિજ આ બ્રિજની વાત કરીએ તો માર્ગ અને મકાન હસ્તક આ બ્રિજ આવે છે એટલે આ બ્રિજની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્રારા કરવામાં આવશે,જયારે આ બ્રિજની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ જ આ બ્રિજનું ડાયવર્ઝન દૂર કરવામાં આવશે ત્યાં સુધી બ્રિજ પર ડાયવર્ઝન રહેશે,હાલ લોકોને પાંચથી છ કિમી ફરીને જવાનો વારો આવ્યો છે જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યાં છે.ત્યારે અગામી દિવસોમાં જલદીથી કામગીરી કરાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યાં છે. સ્થાનિકોને થઈ રહી છે હાલાકી સ્થાનિકોનો આ બાબતે હાલાકી પડી રહી છે કેમકે બ્રિજ પરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉ હોય તો સરળતા રહે છે પરંતુ બ્રિજ પર ડાયવર્ઝન અપાતા અન્ય જગ્યાઓ પરથી ફરીને જઉ પડે છે,ત્યારે અગામી દિવસોમાં જલદીથી કામગીરી કરવામાં આવે તેવી આશા સ્થાનિકો તંત્ર પાસે રાખી રહ્યાં છે.થોડાક સમય સુધી આ બ્રિજ પરથી નીકળવું હિતાવહ નથી.અન્ય જગ્યાએ બ્રિજ પર ગાબડા છે કે નહી તેને લઈ સર્વે પણ કરવામાં આવશે.  

Morbiના વાંકેનર પાસે પુલમાં પડયું ગાબડું, રોડને અપાયું ડાયવર્ઝન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીના વાંકાનેર પાસે પુલમાં ગાબડું પડતા રોડને ડાયવર્ઝન અપાયું છે,34 વર્ષ પુલનું નિર્માણ કરાયુ છે અને ત્યારબાદ નાનું મોટું સમારકામ આ બ્રિજ પર કરવામાં આવ્યું છે.10 મીટર લાંબુ ગાબડું પડતા લોકોને હેરાનગતિ થઈ રહી છે,સ્થાનિકોનું કહેવું છે કે હાલમાં નાનું ઝાડ સલામતી રૂપે ત્યાં મૂકવામાં આવ્યું છે એટલે કોઈ જાનહાની થાય નહી.

ગોળ આકારનું પડયું ગાબડું

વાંકાનેરના જુના બ્રિજ પર ગાબડું પડતા લોકોને હેરાનગતિ થઈ ગઈ છે,અચાનક સવારના સમયે ગાબડું પડયું છે જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,તંત્ર દ્રારા હાલમાં કોઈ સમારકામની કામગીરી કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે,હાલ બ્રિજની એક સાઈડ બંધ કરી દેવામાં આવી છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે,34 વર્ષ પહેલા આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.


માર્ગ અને મકાન હસ્તક બ્રિજ

આ બ્રિજની વાત કરીએ તો માર્ગ અને મકાન હસ્તક આ બ્રિજ આવે છે એટલે આ બ્રિજની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્રારા કરવામાં આવશે,જયારે આ બ્રિજની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ જ આ બ્રિજનું ડાયવર્ઝન દૂર કરવામાં આવશે ત્યાં સુધી બ્રિજ પર ડાયવર્ઝન રહેશે,હાલ લોકોને પાંચથી છ કિમી ફરીને જવાનો વારો આવ્યો છે જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યાં છે.ત્યારે અગામી દિવસોમાં જલદીથી કામગીરી કરાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યાં છે.

સ્થાનિકોને થઈ રહી છે હાલાકી

સ્થાનિકોનો આ બાબતે હાલાકી પડી રહી છે કેમકે બ્રિજ પરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉ હોય તો સરળતા રહે છે પરંતુ બ્રિજ પર ડાયવર્ઝન અપાતા અન્ય જગ્યાઓ પરથી ફરીને જઉ પડે છે,ત્યારે અગામી દિવસોમાં જલદીથી કામગીરી કરવામાં આવે તેવી આશા સ્થાનિકો તંત્ર પાસે રાખી રહ્યાં છે.થોડાક સમય સુધી આ બ્રિજ પરથી નીકળવું હિતાવહ નથી.અન્ય જગ્યાએ બ્રિજ પર ગાબડા છે કે નહી તેને લઈ સર્વે પણ કરવામાં આવશે.