Monsoon 2026 : વરસાદના વિરામ બાદ પણ શેલામાં આફત, VIP રોડ પર ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ

Aug 1, 2026 - 21:00
Monsoon 2026 : વરસાદના વિરામ બાદ પણ શેલામાં આફત, VIP રોડ પર ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં સ્થાનિક રહીશોની હાલાકીનો અંત આવ્યો નથી. શહેરના શેલા વિસ્તારમાં આવેલા VIP રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળતાં ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. છેલ્લા 10 દિવસથી આ મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ સમારકામ ન કરાતાં લોકોમાં તંત્રની ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગટરના પાણીથી તીવ્ર દુર્ગંધ અને શેલા-ઘુમા રોડ પ્રભાવિત

રોડ પર સતત વહી રહેલા ગટરના ગંદા પાણીના કારણે સમગ્ર પંથકમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના લીધે સ્થાનિકો અને વેપારીઓનું જીવવું હરામ થઈ ગયું છે. શેલા અને ઘુમાને જોડતો આ મુખ્ય માર્ગ જ સંપૂર્ણપણે પ્રભાવિત થતાં દરરોજ હજારો વાહનચાલકોને ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે. ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.

વરસાદ અટક્યો પણ હાલાકી યથાવત: કાયમી ઉકેલની માગ

મેઘરાજાએ વિરામ લીધા બાદ સામાન્ય રીતે પરિસ્થિતિ સુધરતી હોય છે, પરંતુ અહીં તંત્રની નાકામીના કારણે લોકોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે. ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાથી સ્થાનિક રહીશોએ ભેગા મળીને આ ગટર લાઈનની સમસ્યા અને બિસ્માર રસ્તાનું વહેલી તકે કાયમી નિવારણ લાવવા માટે ઉગ્ર માગ કરી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : સુરેન્દ્રનગર ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો, સતત ભારે વરસાદથી ડેમ 100 ટકા ભરાયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0