Monsoon 2024: ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ, ખેડૂતોમાં ખુશી

સિદ્ધપુરમાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમનખેરાલુ પંથકમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો વરસાદથી શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે સિદ્ધપુરમાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે. સિદ્ધપુર શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સિદ્ધપુરના કાલેડા, દશાવાડા, કલ્યાણા, કુંવારા, લવારા ગામમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેરાલુ પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખેરાલુ પંથકમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. આ સિઝનમાં ત્રીજી વખત ખેરાલુ પંથકમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. બે દિવસથી સતત ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા સ્થાનિકોને મોટી રાહત થઈ છે. શહેરના ખોખર વાડા સંઘ, તાલુકા સેવા સદન રોડ, દેસાઈ વાડા, ખાડીયા ,હાટડીયા સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. હારીજ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે પાટણના હારીજ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. હારીજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર કુરેજા, સાંપ્રા, બોરતવાડા, અડિયામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સમગ્ર હારીજમાં વીજળી અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે વરસાદ કપાસ, એરંડા, ઘાસચારા માટે આશીર્વાદરૂપ બન્યો છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ ઊંઝાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે અને ઊંઝામાં વરસાદનું આગમન થયુ છે. ત્યારે વરસાદથી શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે લાંબા સમય બાદ વરસાદ વરસ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા અમદાવાદમાં પણ બપોરે 12 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને સ્થાનિકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો ભરાવો થતાં ગટરના ઢાંકણા ખોલી પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના CG રોડ પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. ગુલબાઈ ટેકરાથી લઈને CG રોડ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. વરસાદી પાણી ભરાતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને આ વરસાદી પાણીમાં એક સ્કૂલ વાન પણ બંધ પડી હતી.

Monsoon 2024: ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ, ખેડૂતોમાં ખુશી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિદ્ધપુરમાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન
  • ખેરાલુ પંથકમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો
  • વરસાદથી શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી

આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે સિદ્ધપુરમાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે. સિદ્ધપુર શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સિદ્ધપુરના કાલેડા, દશાવાડા, કલ્યાણા, કુંવારા, લવારા ગામમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ખેરાલુ પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ

ખેરાલુ પંથકમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. આ સિઝનમાં ત્રીજી વખત ખેરાલુ પંથકમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે

શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. બે દિવસથી સતત ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા સ્થાનિકોને મોટી રાહત થઈ છે. શહેરના ખોખર વાડા સંઘ, તાલુકા સેવા સદન રોડ, દેસાઈ વાડા, ખાડીયા ,હાટડીયા સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.

હારીજ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન

ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે પાટણના હારીજ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. હારીજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર કુરેજા, સાંપ્રા, બોરતવાડા, અડિયામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સમગ્ર હારીજમાં વીજળી અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે વરસાદ કપાસ, એરંડા, ઘાસચારા માટે આશીર્વાદરૂપ બન્યો છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ ઊંઝાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે અને ઊંઝામાં વરસાદનું આગમન થયુ છે. ત્યારે વરસાદથી શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે લાંબા સમય બાદ વરસાદ વરસ્યો છે.

અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા

અમદાવાદમાં પણ બપોરે 12 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને સ્થાનિકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો ભરાવો થતાં ગટરના ઢાંકણા ખોલી પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના CG રોડ પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. ગુલબાઈ ટેકરાથી લઈને CG રોડ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. વરસાદી પાણી ભરાતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને આ વરસાદી પાણીમાં એક સ્કૂલ વાન પણ બંધ પડી હતી.