Mini Kumbhએ હિંદુ સમાજને એક મંચ પર લાવવાનું કામ : અમિત શાહ
અમદાવાદમાં મહાકુંભની જેમ મીની કુંભ મેળાનું આજે ગૃહમંત્રી અમિતશાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ ઉદ્ઘાટન પ્રસંગે અમિતશાહે મીની કુંભ મેળાની સફળતા માટે શુભેચ્છા પાઠવી. તેમજ લોકોને પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં ભાગ લેવાની પણ અપીલ કરી. વધુમાં તેમણે કહ્યું કે 144 વર્ષ બાદ મહાકુંભ પ્રયાગરાજમાં યોજાયો છે. મહાકુંભમાં ખૂબ સુંદર વ્યવસ્થાઓ થઈ છે. આ વખતનો મહાકુંભ ખાસ મહત્વ ધરાવે છે. વિશ્વભરના લોકો તેને આશ્ચર્યથી જોઇ રહ્યા છે. મેં મારા જીવનમાં 9 કૂંભમાં સ્નાન કર્યું સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો.હું 27મીએ કુંભમાં 10મી વખત સ્નાન કરવા જઈશ. કુંભમાં ગયેલો વ્યક્તિ હોટેલમાં નથી રોકાતો.લોકો ટેન્ટમાં ઠંડીમાં પણ જમીન પર સૂઈ જાય છે.હજારો વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે. ગુજરાતની જનતાને અપીલ કરતાં કહ્યું કે મહાકુંભમાં જરૂર જવું જોઇએ.કારણ કે મહાકુંભ એકતાનો સંદેશ આપે છે.આજે મીની કુંભના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભય્યાજી જોશી જેવા વિશેષ મહેમાનો હાજરી રહેશે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાધુ સંતો પણ હિન્દૂ આધ્યાત્મિક મેળામાં ઉપસ્થિત રહેશે. દરેક વ્યક્તિ ગંગામાં ડુબકી મારી, પોતાને પવિત્ર કરે છે. અહીં ન નામ પૂછાય, ન ધર્મ પૂછાય, ન જાતિ પૂછાય.10 વર્ષમાં પરિવર્તન એક સમયે દિલ્હીમાં હું હિન્દુ છુ્ં એવું બોલી નહોતું શકાતુ. 10 વર્ષમાં પરિવર્તન આવ્યું. ખૂલીને આપણી વિચારધારાના કામો થયા. કાશ્મીરમાં આર્ટિકલ 370 સમાપ્ત થયો. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઇ, ત્રિપલ તલાક સમાપ્ત. હજુ 5 વર્ષ આ જ દિશામાં આગળ વધવાનું છે. હિન્દુ મઠો, આધ્યાત્મિક જૂથો ક્યારેય પ્રચાર ન કરતા. સેવા કરે, લોકોને ભોજન કરાવે પણ પ્રચાર નહોતા કરતા. હિંદુ સમાજના તમામને એક મંચ પર લાવવાનું આ કામ.મીની કુંભ મેળોમીની કુંભ મેળામાં અહલ્યાબાઈ હોલકર પર પણ સ્ટોલ. અહલ્યાબાઇ ઘોર અંધારામાં ચમકતી વીજળી સમાન. આક્રમણખોરોએ તોડેલા દેવસ્થાનોનું પુનરુત્થાન કર્યુ. અહલ્યાબાઈના 300 વર્ષની ઉજવણી મોટાપાયે થઈ. 23 થી 26 જાન્યુઆરી દરમ્યાન મીની કુંભ મેળો ચાલશે.આ મેળામાં સંસ્કૃતિ તેમજ ધાર્મિકતાનો સમન્વય જોવા મળશે. મીની કુંભમાં 11 કુંડી યજ્ઞશાળા, સાયન્સ હોલનો પંડાલ તેમજ ખેલ મેદાન અને ફિલ્મ એક્ઝિબિશન પણ પંડાલનું આકર્ષણ છે. આ ઉપરાંત મેળામાં દેશના પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ જોવા મળશે. આ મેળામાં લોકોને ટેકનોલોજીના માધ્યમથી દેશના 11 જેટલા મુખ્ય મંદિરોના લાઈવ દર્શનનો લહાવો લઈ શકશે. દરેક લોકો મેળાનો લાભ લઈ શકે માટે સવારના 9 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. મેળાની મુલાકાત માટે કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી. આધ્યાત્મિક મેળામાં નુક્સાન ન આવે તેની ચિંતા કરજો. બધા મળીને નુક્સાન થાય તો ભરપાઈ કરજો.આધ્યાત્મિક મેળામાં મને બોલાવવા બદલ આભાર.મીની કુંભ મેળાની સફળતા માટે શુભેચ્છાઓ આપી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં મહાકુંભની જેમ મીની કુંભ મેળાનું આજે ગૃહમંત્રી અમિતશાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ ઉદ્ઘાટન પ્રસંગે અમિતશાહે મીની કુંભ મેળાની સફળતા માટે શુભેચ્છા પાઠવી. તેમજ લોકોને પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં ભાગ લેવાની પણ અપીલ કરી.
વધુમાં તેમણે કહ્યું કે 144 વર્ષ બાદ મહાકુંભ પ્રયાગરાજમાં યોજાયો છે. મહાકુંભમાં ખૂબ સુંદર વ્યવસ્થાઓ થઈ છે. આ વખતનો મહાકુંભ ખાસ મહત્વ ધરાવે છે. વિશ્વભરના લોકો તેને આશ્ચર્યથી જોઇ રહ્યા છે. મેં મારા જીવનમાં 9 કૂંભમાં સ્નાન કર્યું સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો.હું 27મીએ કુંભમાં 10મી વખત સ્નાન કરવા જઈશ. કુંભમાં ગયેલો વ્યક્તિ હોટેલમાં નથી રોકાતો.લોકો ટેન્ટમાં ઠંડીમાં પણ જમીન પર સૂઈ જાય છે.હજારો વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે. ગુજરાતની જનતાને અપીલ કરતાં કહ્યું કે મહાકુંભમાં જરૂર જવું જોઇએ.કારણ કે મહાકુંભ એકતાનો સંદેશ આપે છે.
આજે મીની કુંભના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભય્યાજી જોશી જેવા વિશેષ મહેમાનો હાજરી રહેશે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાધુ સંતો પણ હિન્દૂ આધ્યાત્મિક મેળામાં ઉપસ્થિત રહેશે. દરેક વ્યક્તિ ગંગામાં ડુબકી મારી, પોતાને પવિત્ર કરે છે. અહીં ન નામ પૂછાય, ન ધર્મ પૂછાય, ન જાતિ પૂછાય.
10 વર્ષમાં પરિવર્તન
એક સમયે દિલ્હીમાં હું હિન્દુ છુ્ં એવું બોલી નહોતું શકાતુ. 10 વર્ષમાં પરિવર્તન આવ્યું. ખૂલીને આપણી વિચારધારાના કામો થયા. કાશ્મીરમાં આર્ટિકલ 370 સમાપ્ત થયો. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઇ, ત્રિપલ તલાક સમાપ્ત. હજુ 5 વર્ષ આ જ દિશામાં આગળ વધવાનું છે. હિન્દુ મઠો, આધ્યાત્મિક જૂથો ક્યારેય પ્રચાર ન કરતા. સેવા કરે, લોકોને ભોજન કરાવે પણ પ્રચાર નહોતા કરતા. હિંદુ સમાજના તમામને એક મંચ પર લાવવાનું આ કામ.
મીની કુંભ મેળો
મીની કુંભ મેળામાં અહલ્યાબાઈ હોલકર પર પણ સ્ટોલ. અહલ્યાબાઇ ઘોર અંધારામાં ચમકતી વીજળી સમાન. આક્રમણખોરોએ તોડેલા દેવસ્થાનોનું પુનરુત્થાન કર્યુ. અહલ્યાબાઈના 300 વર્ષની ઉજવણી મોટાપાયે થઈ. 23 થી 26 જાન્યુઆરી દરમ્યાન મીની કુંભ મેળો ચાલશે.આ મેળામાં સંસ્કૃતિ તેમજ ધાર્મિકતાનો સમન્વય જોવા મળશે. મીની કુંભમાં 11 કુંડી યજ્ઞશાળા, સાયન્સ હોલનો પંડાલ તેમજ ખેલ મેદાન અને ફિલ્મ એક્ઝિબિશન પણ પંડાલનું આકર્ષણ છે. આ ઉપરાંત મેળામાં દેશના પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ જોવા મળશે. આ મેળામાં લોકોને ટેકનોલોજીના માધ્યમથી દેશના 11 જેટલા મુખ્ય મંદિરોના લાઈવ દર્શનનો લહાવો લઈ શકશે.
દરેક લોકો મેળાનો લાભ લઈ શકે માટે સવારના 9 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. મેળાની મુલાકાત માટે કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી. આધ્યાત્મિક મેળામાં નુક્સાન ન આવે તેની ચિંતા કરજો. બધા મળીને નુક્સાન થાય તો ભરપાઈ કરજો.આધ્યાત્મિક મેળામાં મને બોલાવવા બદલ આભાર.મીની કુંભ મેળાની સફળતા માટે શુભેચ્છાઓ આપી.