Mehsanaમાં 2 ઈંચ વરસાદથી પાણી ભરાયા, જુઓ VIDEO

Jun 26, 2025 - 18:30
Mehsanaમાં 2 ઈંચ વરસાદથી પાણી ભરાયા, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણામાં 2 ઈંચ વરસાદે જ શહેરીજનોને પરેશાન કરીને મુકી દીધા છે. મહેસાણામાં કરોડો રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો, જેમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલો અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો જોખમી રીતે પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ કે અંડરપાસ બનાવવામાં આવ્યો ત્યારે નેતાઓ અને અધિકારીઓ દ્વારા પાણી નહીં ભરાય તેવો દાવો કરાયો હતો પણ અત્યારે તો સ્થિતિ જ કંઈક અલગ જોવા મળી રહી છે.

મોઢેરા ચોકડીથી શિવાલા સર્કલ સુધી ટ્રાફિક જોવા મળ્યો

મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાતા ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઈ છે. પાણી ભરાતા 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. ટ્રાફિકજામમાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. મોઢેરા ચોકડીથી શિવાલા સર્કલ સુધી ટ્રાફિક જોવા મળ્યો છે. મહેસાણાના મોઢેરા રોડ પર પાણી ભરાયા છે. સ્વામિનારાયણ મંદિર, કાવેરી સ્કૂલ પાસે પાણી ભરાયા છે. પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0