Mehsana: કડી : જમીયતપુરા ગામના ખેડૂતના ખેતરમાં ભેલાણ કરતા રોકતા ખેડૂત ઉપર હુમલો

May 2, 2026 - 06:00
Mehsana: કડી : જમીયતપુરા ગામના ખેડૂતના ખેતરમાં ભેલાણ કરતા રોકતા ખેડૂત ઉપર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કડી તાલુકાના જમીયતપુરા ગામમાં ખેતરમાં ગાયો ચરાવવાની મનાઈ કરતાં ખેડૂત વેરશીભાઈ ઠાકોર પર ચાર શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હુમલામાં વેરશીભાઈને ઈજા પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. બાદમાં આ જ શખ્સો ઘરે જઈ વેરશીભાઈની પત્ની અને વૃદ્ધ માતાને ગાળાગાળી કરી ગયા હતા.

સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા સ્થાનિકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. કડી તાલુકાના જમીયતપુરા ગામના ઠાકોરવાસમાં રહેતા વેરશીભાઈ સામજીભાઈ ઠાકોર 29 એપ્રિલના રોજ જેસંગપુરા ગામની સીમમાં પટેલ જયેશભાઈ મહાદેવભાઈના ખેતરમાં કામ કરી રહ્યા હતા. છેલ્લા 15 વર્ષથી તેઓ આ ખેતર ભાગમાં વાવે છે. તે દરમિયાન ગામના દેસાઈ નારણભાઈ હવાભાઈ લગભગ 100 ગાયો સાથે ખેતરમાં ઘુસી આવ્યા હતા. પાક ઊભો હોવાથી વેરશીભાઈએ ગાયો બહાર કાઢવા કહેતા નારણભાઈ ઉશ્કેરાઈ 'આ ખેતર તારા બાપનું નથી' કહી લાકડી વડે ખેડૂતના ખભા પર હુમલો કર્યો હતો. હુમલામાં ઈજા થતાં વેરશીભાઈને તેમના ભાઈઓ સારવાર માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં દેસાઈ સહદેવભાઈ નારણભાઈ અને દેસાઈ લાખાભાઈ નારણભાઈ લાકડીઓ સાથે આવી વેરશીભાઈને પગ અને બરડાના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટયા હતા. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેરશીભાઈની પત્ની મનિષાબેનનો ફેન આવ્યો હતો કે દેસાઈ પિયુષભાઈ ગફ્રભાઈ લાકડી લઈને ઘરે આવી તેમની તથા 65 વર્ષીય માતા સવિતાબેનને ગાળાગાળી કરી ધમકી આપીને ગયા છે.

ઘટનાને પગલે વેરશીભાઈ ઠાકોરે બાવલુ પોલીસ મથકે દેસાઈ નારણભાઈ હવાભાઈ, દેસાઈ સહદેવભાઈ નારણભાઈ, દેસાઈ લાખાભાઈ નારણભાઈ અને દેસાઈ પિયુષભાઈ ગફ્રભાઈ વિરુદ્ધ ફ્રિયાદ નોંધાવતા બાવલું પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0