Mehsana: ઇથોપિયામાં બંધક બનેલી 2 યુવતી અને 1 યુવકની ઘરવાપસી, પરિવારોએ કર્યું ભાવભર્યું સ્વાગત

Oct 1, 2026 - 17:30
Mehsana: ઇથોપિયામાં બંધક બનેલી 2 યુવતી અને 1 યુવકની ઘરવાપસી, પરિવારોએ કર્યું ભાવભર્યું સ્વાગત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઇથોપિયામાં બંધક બનાવવામાં આવેલી 2 યુવતી અને 1 યુવકની આખરે સલામત ઘરવાપસી થઈ છે. વડસ્મા, ગાંધીનગર અને કલોલ સાથે સંકળાયેલા ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા બાદ તેઓ મુંબઈથી કાર મારફતે પોતાના વતન પરત ફર્યા હતા. ત્રણેયના ઘરે પહોંચતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

લાંબી ચિંતાનો આવ્યો અંત

અમેરિકા મોકલવાની લાલચ આપીને એજન્ટો દ્વારા ત્રણેયને ઇથોપિયા લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બંધક બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ત્રણેયને બંધક બનાવવામાં આવ્યા હોવાની જાણ થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. આખરે ત્રણેયને મુક્ત કરવામાં આવતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.

મુંબઈથી કાર મારફતે વતન પહોંચ્યા

મુક્તિ બાદ ત્રણેય મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈથી તેઓ બાય રોડ કાર મારફતે સીધા પોતાના વતન પરત ફર્યા હતા. પોતાના સ્વજનોને લાંબા સમય બાદ સુરક્ષિત જોઈ પરિવારજનોની ખુશીનો પાર રહ્યો નહોતો.ગામમાં માતાજીના દર્શન કર્યા

વતન પહોંચ્યા બાદ ત્રણેયે સૌપ્રથમ ગામમાં માતાજીના દર્શન કર્યા હતા. માતાજીના આશીર્વાદ લીધા બાદ તેઓ પોતાના ઘરે પહોંચ્યા હતા.ઘરે પહોંચતા પરિવારજનોએ ત્રણેયનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને ઘરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.અમેરિકા મોકલવાની લાલચ આપી ઇથોપિયા લઈ ગયા

મળતી માહિતી મુજબ એજન્ટોએ ત્રણેયને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેમને ઇથોપિયા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને બંધક બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મુક્તિ બાદ તેઓ ભારત પરત ફર્યા અને હવે પોતાના પરિવાર સાથે છે.પરિવારે લીધો હાશકારો

2 યુવતી અને 1 યુવક ઘરે પરત આવતા પરિવારજનોની લાંબા સમયથી ચાલતી ચિંતા દૂર થઈ છે. ત્રણેયને સુરક્ષિત જોઈ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘરે પરત ફરવાની આ ક્ષણ પરિવાર માટે ભાવુક અને ખુશીની બની રહી.  


આ પણ વાંચો  :   Gandhinagar: સરકારનો મોટો નિર્ણય, એક જ દિવસમાં 2 IAS અધિકારી ફરજિયાત નિવૃત્ત, તંત્રમાં ખળભળાટ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0