Mehsana News: વિસનગરમાં DJ બંધ કરવા મુદ્દે પાલિકાના પૂર્વ પ્રમુખ પર હુમલો, માથાના ભાગે ચાર ટાંકા આવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણાના વિસનગરમાં પાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમની પત્ની પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં ભૂતનાથ મહાદેવ મંદિર પાસે ટોળાએ તેમની પર હુમલો કર્યો છે. ડીજે બંધ કરાવતા મામલો બિચક્યો હતો. દંપતી પર લાકડી અને પાઈપથી હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત પ્રમુખ અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાલિકાના પૂર્વ પ્રમુખ પર હુમલો
વિસનગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને પત્ની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગરબામાં DJ બંધ કરાવવા જતાં બબાલ થઈ હતી. ભૂતનાથ મહાદેવ પાસે ટોળાએ લાકડી અને પાઈપોથી માર માર્યો હતો. પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા છે. ઈજાગ્રસ્ત દંપતીને વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં PGનો ધમધમાટ, ઊંઘતુ તંત્ર મકાનને સીલ મારવા દોડતુ થયુ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

