Mehsana: સાંઈ બાબા મંદિરમાં 6 હજાર દિવા પ્રગટાવવામાં આવ્યા, દિવ્ય નજારો
દિવાળીના તહેવારોમાં મહેસાણા શહેરના અનેક મંદિરો અવનવી લાઈટોથી શણગારવામાં આવ્યા છે. ત્યારે મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર આવેલ શહેરનું એક માત્ર સાઈ બાબા મંદિર પરિસરમાં હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવતા મંદિરનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આજે ગુરુવાર હોવાથી દર્શનાર્થે આવતા ભક્તો પણ મંદિર પરિસરમાં પ્રગટાવેલા દિવાની રોશની જોઈ ધન્ય થયા હતા. હાલમાં દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે. ત્યારે મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર આવેલ શહેરનું એક માત્ર સાઈ બાબા મંદિરમાં 5 હજારથી વધુ દીપ પ્રગટાવવામાં આવતા મંદિર પરિસર દિવાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. ભક્તો પણ આ નજારો જોવા ઉમટ્યા હતા. મંદિરના પૂજારી ગૌતમભાઈ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવારમાં ધનતેરસના દિવસથી લઈ દિવાળી સુધી સળંગ ત્રણ દિવસ મંદિરમાં અને સમગ્ર પરિસરમા પાંચથી છ હજાર તેલના દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે. આજે ગુરુવાર હોવાથી અંદાજે છ હજાર ભક્તો દર્શનાર્થે આવ્યા હતાં. વધુમાં તેઓએ જણાવ્યું કે, આ મંદિરમાં 36 વર્ષથી દીપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં યુવાઓની ટીમ હતી. જેમાં યુવકો મંદિરમાં 15 થી 20 હજાર દીવા પ્રગટાવવામાં મદદ કરતા સમય જતાં હાલમાં દીવા અંદાજે 6 હજાર પ્રગટાવવામાં આવે છે. તેમજ આ ત્રણ દિવસ દરમિયાન 7 થી 8 તેલના ડબ્બાનો ઉપયોગ દીવા કરવામાં વપરાય છે. વધુમાં જણાવ્યું કે, આ મંદિરમાં રામ ભરોસે દાન આવી રહ્યું છે. મંદિરમાં એક પણ દાતાની તકતી લગાવવામાં આવતી નથી. તેમજ દરરોજ કબુતર માટે 500 કિલો જાર, કાગડા માટે 40 કિલો ગાંઠિયા, મહેસાણા શહેરના 20 કિલોમીટર વિસ્તારમાં આવેલા શ્વાન માટે રોટલાનું ચૂરમું, 70 જેટલા ગરીબો માટે ભોજન, મંદિરમાં રોજ 50 કપિરાજ આવે છે એમના માટે સફરજન અને શાકભાજી, અને 15 કિલો લોટ કીડીઓના કીડીયારા માટે વપરાય છે. આ તમામ દાન હાલમાં રામ ભરોસે આવી રહ્યું છે. તેમજ દશેરાના દિવસે મંદિરમાં મોટો હવન અને પ્રસાદી રાખવામાં આવે છે જેમાં દિવસ દરમિયાન 20 હજાર જેટલા ભક્તો અહીંયા પ્રસાદ લેવા આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના તહેવારોમાં મહેસાણા શહેરના અનેક મંદિરો અવનવી લાઈટોથી શણગારવામાં આવ્યા છે. ત્યારે મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર આવેલ શહેરનું એક માત્ર સાઈ બાબા મંદિર પરિસરમાં હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવતા મંદિરનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આજે ગુરુવાર હોવાથી દર્શનાર્થે આવતા ભક્તો પણ મંદિર પરિસરમાં પ્રગટાવેલા દિવાની રોશની જોઈ ધન્ય થયા હતા.
હાલમાં દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે. ત્યારે મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર આવેલ શહેરનું એક માત્ર સાઈ બાબા મંદિરમાં 5 હજારથી વધુ દીપ પ્રગટાવવામાં આવતા મંદિર પરિસર દિવાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. ભક્તો પણ આ નજારો જોવા ઉમટ્યા હતા.
મંદિરના પૂજારી ગૌતમભાઈ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવારમાં ધનતેરસના દિવસથી લઈ દિવાળી સુધી સળંગ ત્રણ દિવસ મંદિરમાં અને સમગ્ર પરિસરમા પાંચથી છ હજાર તેલના દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે. આજે ગુરુવાર હોવાથી અંદાજે છ હજાર ભક્તો દર્શનાર્થે આવ્યા હતાં.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આ મંદિરમાં 36 વર્ષથી દીપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં યુવાઓની ટીમ હતી. જેમાં યુવકો મંદિરમાં 15 થી 20 હજાર દીવા પ્રગટાવવામાં મદદ કરતા સમય જતાં હાલમાં દીવા અંદાજે 6 હજાર પ્રગટાવવામાં આવે છે. તેમજ આ ત્રણ દિવસ દરમિયાન 7 થી 8 તેલના ડબ્બાનો ઉપયોગ દીવા કરવામાં વપરાય છે.
વધુમાં જણાવ્યું કે, આ મંદિરમાં રામ ભરોસે દાન આવી રહ્યું છે. મંદિરમાં એક પણ દાતાની તકતી લગાવવામાં આવતી નથી. તેમજ દરરોજ કબુતર માટે 500 કિલો જાર, કાગડા માટે 40 કિલો ગાંઠિયા, મહેસાણા શહેરના 20 કિલોમીટર વિસ્તારમાં આવેલા શ્વાન માટે રોટલાનું ચૂરમું, 70 જેટલા ગરીબો માટે ભોજન, મંદિરમાં રોજ 50 કપિરાજ આવે છે એમના માટે સફરજન અને શાકભાજી, અને 15 કિલો લોટ કીડીઓના કીડીયારા માટે વપરાય છે. આ તમામ દાન હાલમાં રામ ભરોસે આવી રહ્યું છે. તેમજ દશેરાના દિવસે મંદિરમાં મોટો હવન અને પ્રસાદી રાખવામાં આવે છે જેમાં દિવસ દરમિયાન 20 હજાર જેટલા ભક્તો અહીંયા પ્રસાદ લેવા આવે છે.