Mehsanaમાં ડબ્બા ટ્રેડિગને લઈ પોલીસે કર્યો પર્દાફાશ, મહાભારતના પાત્રોના કોડવર્ડથી ચાલતું નેટવર્ક

મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.જેમાં નેટવર્ક મહાભારતના પાત્રોના કોડવર્ડથી ચાલતું હોવાની વાત સામે આી છે.અર્જુન, ભીમ, સહદેવ, યુધિષ્ઠિર અને નકુલ કોડવર્ડ રાખવામાં આવ્યો છે,જેમાં માસ્ટર માઈન્ડ સેધાજી ઠાકોરના રિમાન્ડમાં ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે.શેરબજારમાં વધુ રૂપિયા કમાવવાની લાલચ આપતા અને ઠગાઈ આચરવામાં આવતી હોવાની વાત સામે આપી છે. રિસર્ચ કંપનીના એજન્ટ તરીકેની ઓળખાણ આપતા આરોપીઓ જયારે કોઈને પણ ફોન કરે તો રિસર્ચ કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપતા હતા અને અન્યના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા.આરોપી સેધાજીના નામે માત્ર બે જ બેન્ક એકાઉન્ટ હોવાની વાત સામે આવી છે.તેમાં કોઈપણ પ્રકારના મોટા ટ્રાન્જેક્શન કરાયાં નથી તો વિસનગરમાં 2 બંગલા, કંકુપુરા-ગોઠવા ગામે મકાન આવેલા છે.સેધાજીના ગુરુએ મહાભારતના પાત્રોના નામ આપ્યા હોવાની વાત તપાસ દરમિયાન સામે આવી છે. પિન્ટુ ભાવસારે મહાભારતના પાત્રોના નામ આપ્યા આ નામ પિન્ટુ ભાવસારે આપ્યા હોવાની વાત સામે આવી છે જેમાં સેધાજી ઠાકોરના અંડરમાં 25 પાત્રોએ ભાગ ભજવ્યો છે. ડબ્બા ટ્રેડિંગમાં પકડાયેલ માસ્ટર માઈન્ડ (દુર્યોધન)ના ૧૨ દિવસના રિમાન્ડ પુરા થયા છે અને રિમાન્ડ દરમિયાન આ વાતો સામે આવી છે.વિસનગર, વડનગર, ખેરાલુ,સતલાસણામાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ કેસનો છે મુખ્ય આરોપી છે સેધાજી ઠાકોર(દુર્યોધન).મુખ્ય આરોપી સેધાજી ઠાકોર (દુર્યોધન)નું Sbi વિસનગરમાં ખાતુ હતું. જાણો કંઈ રીતે કરતા છેતરપિંડી (દુર્યોધન )સેધાજી ઠાકોરના અંડરમાં 25 પાત્રોએ ભાગ ભજવ્યો છે,ઠાકોર ભરતજી જેને આમાંની ભૂમિકા ભજવી (શકુની )અને સહદેવ નંબરો શોધી લાવતા હતા અને મહાભારતમાં સહદેવ પૂછે તોજ ભવિષ્યવાણી કરતો હતો પણ આમાં તો નાણાં કમાવાની લાલચમાં સૉર્ટકટ મારી સેન્ધાજી જેવાં દુર્યોધનના નંબરો લાવી આપતો હતો તેમજ જસ્ટ ડાયલ માંથી સ્ટોક માર્કેટ ડેટા પ્રોવાઇડર માંથી લોકોના નંબરો મેળવતા હતા,બેંગલોર, ઇન્દોર અને કોલકત્તાની કંપનીઓમાંથી પણ નંબરો મેળવતા હોવાની વાત સામે આવી છે.એક વ્યક્તિના નંબર ડીટેલ દીઠ 0.25 પૈસાથી ખરીદતા હતા અને વિસનગરની પી.એમ.આંગડિયા પેઢીથી પૈસા પહોચાડતા હતા.સેધાજી ઠાકોર ઉર્ફે (દુર્યોધન)નું અગાઉ હરિયાણામાં પણ નામ ખુલેલ હોવાની તપાસમાં વિગતો બહાર આવી.

Mehsanaમાં ડબ્બા ટ્રેડિગને લઈ પોલીસે કર્યો પર્દાફાશ, મહાભારતના પાત્રોના કોડવર્ડથી ચાલતું નેટવર્ક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.જેમાં નેટવર્ક મહાભારતના પાત્રોના કોડવર્ડથી ચાલતું હોવાની વાત સામે આી છે.અર્જુન, ભીમ, સહદેવ, યુધિષ્ઠિર અને નકુલ કોડવર્ડ રાખવામાં આવ્યો છે,જેમાં માસ્ટર માઈન્ડ સેધાજી ઠાકોરના રિમાન્ડમાં ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે.શેરબજારમાં વધુ રૂપિયા કમાવવાની લાલચ આપતા અને ઠગાઈ આચરવામાં આવતી હોવાની વાત સામે આપી છે.

રિસર્ચ કંપનીના એજન્ટ તરીકેની ઓળખાણ આપતા

આરોપીઓ જયારે કોઈને પણ ફોન કરે તો રિસર્ચ કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપતા હતા અને અન્યના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા.આરોપી સેધાજીના નામે માત્ર બે જ બેન્ક એકાઉન્ટ હોવાની વાત સામે આવી છે.તેમાં કોઈપણ પ્રકારના મોટા ટ્રાન્જેક્શન કરાયાં નથી તો વિસનગરમાં 2 બંગલા, કંકુપુરા-ગોઠવા ગામે મકાન આવેલા છે.સેધાજીના ગુરુએ મહાભારતના પાત્રોના નામ આપ્યા હોવાની વાત તપાસ દરમિયાન સામે આવી છે.

પિન્ટુ ભાવસારે મહાભારતના પાત્રોના નામ આપ્યા

આ નામ પિન્ટુ ભાવસારે આપ્યા હોવાની વાત સામે આવી છે જેમાં સેધાજી ઠાકોરના અંડરમાં 25 પાત્રોએ ભાગ ભજવ્યો છે. ડબ્બા ટ્રેડિંગમાં પકડાયેલ માસ્ટર માઈન્ડ (દુર્યોધન)ના ૧૨ દિવસના રિમાન્ડ પુરા થયા છે અને રિમાન્ડ દરમિયાન આ વાતો સામે આવી છે.વિસનગર, વડનગર, ખેરાલુ,સતલાસણામાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ કેસનો છે મુખ્ય આરોપી છે સેધાજી ઠાકોર(દુર્યોધન).મુખ્ય આરોપી સેધાજી ઠાકોર (દુર્યોધન)નું Sbi વિસનગરમાં ખાતુ હતું.

જાણો કંઈ રીતે કરતા છેતરપિંડી

(દુર્યોધન )સેધાજી ઠાકોરના અંડરમાં 25 પાત્રોએ ભાગ ભજવ્યો છે,ઠાકોર ભરતજી જેને આમાંની ભૂમિકા ભજવી (શકુની )અને સહદેવ નંબરો શોધી લાવતા હતા અને મહાભારતમાં સહદેવ પૂછે તોજ ભવિષ્યવાણી કરતો હતો પણ આમાં તો નાણાં કમાવાની લાલચમાં સૉર્ટકટ મારી સેન્ધાજી જેવાં દુર્યોધનના નંબરો લાવી આપતો હતો તેમજ જસ્ટ ડાયલ માંથી સ્ટોક માર્કેટ ડેટા પ્રોવાઇડર માંથી લોકોના નંબરો મેળવતા હતા,બેંગલોર, ઇન્દોર અને કોલકત્તાની કંપનીઓમાંથી પણ નંબરો મેળવતા હોવાની વાત સામે આવી છે.એક વ્યક્તિના નંબર ડીટેલ દીઠ 0.25 પૈસાથી ખરીદતા હતા અને વિસનગરની પી.એમ.આંગડિયા પેઢીથી પૈસા પહોચાડતા હતા.સેધાજી ઠાકોર ઉર્ફે (દુર્યોધન)નું અગાઉ હરિયાણામાં પણ નામ ખુલેલ હોવાની તપાસમાં વિગતો બહાર આવી.